Western Times News

Gujarati News

પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં પૂર્વ ક્રિકેટર અશોક ડિંડાનો વિજય

કોલકાતા, પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય ટીમના પૂર્વ ઝડપી બોલર અશોક ડિંડાનો વિજય થયો છે. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અશોક ડિંડાએ પૂર્વી મિદનાપુરની મોયના બેઠક પર સતત બીજી વખત જીત મેળવી છે.

ડિંડાએ તૃણમુલ કોંગ્રેસના ચંદન મંડલને પરાજય આપ્યો હતો. આ પહેલાં પણ ડિંડાએ આ જ બેઠક ઉપરથી જીત મેળવી પોતાની રાજકીય શરૂઆત કરી હતી. ૨૫ માર્ચ ૧૯૮૪ના રોજ પશ્ચિમ બંગાળમાં જન્મેલા અશોક ડિંડાએ ૨૦૦૯માં શ્રીલંકા સામેની ટી-૨૦ મેચથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું.

જોકે, તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી વધુ લાંબી રહી નહોતી. તેણે ભારત તરફથી ૧૩ વન-ડે અને ૯ ટી-૨૦ મેચ રમી હતી. પરંતુ તેણે ઘરેલુ ક્રિકેટમાં સારો દેખાવ કર્યાે હતો. ડિંડાએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ૧૧૬થી વધુ મેચ રમી ૪૨૦થી વધુ વિકેટ ઝડપી છે જ્યારે લિસ્ટ એ ક્રિકેટમાં ૯૮ મેચમાં ૧૫૧ વિકેટ ઝડપી ચૂક્યો છે.

આઈપીએલમાં અશોક ડિંડા કોલકાતા નાઇટ રાઇડર્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ અને રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્‌સ જેવી ટીમ તરફથી રમી ચૂક્યો છે તે૨૦૦૮થી ૨૦૧૭ દરમિયન આઈપીએલની ૭૮ મેચ રમ્યો હતો અને ૬૮ વિકેટ ઝડપી હતી.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.