Western Times News

Gujarati News

ધો.૧૨ આટ્‌ર્સમાં ૪૪% આવતા માનસિક તણાવમાં વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાધો

અમદાવાદ, અમદાવાદના નારોલ વિસ્તારમાં રહેતી એક વિદ્યાર્થિનીએએ ધો.૧૨ આટ્‌ર્સની પરીક્ષામાં ઓછું પરિણામ આવતા આપઘાત કર્યાે છે. આ વિદ્યાર્થિની પરિણામ લઈને ઘરે આવી ત્યારે તેની નાની બહેન હાજર હતી.

તેની બહેન ટ્યૂશન ગઈ તે દરમિયાન ઘરમાં એકલી રહેલી વિદ્યાર્થિનીએ તણાવમાં આવીને ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. નારોલ પોલીસે પરિવારના સભ્યોની પૂછપરછ કરતા એવી વિગત મળી છે કે, વિદ્યાર્થિનીએના ૪૪% આવ્યા હતા, પરંતુ તેને આટલું ઓછું પરિણામ સ્વીકાર્ય ન હોવાથી મનમાં લાગી આવતા તેણે આ અંતિમ પગલું ભર્યું હતું.

નારોલ ગંગોત્રીનગરના ન્યૂ ઉમંગ ફ્લેટમાં રહેતી ૧૯ વર્ષીય વિદ્યાર્થિની કાજલ પાલ રંગોલીનગરમાં આવેલી શક્તિ વિદ્યાલયમાં અભ્યાસ કરતી હતી. તેણે ધો.૧૨ આટ્‌ર્સની પરીક્ષા આપી હતી. ગત સોમવારે પરિણામ જાહેર થતા કાજલ શાળાએ માર્કશીટ લેવા ગઈ હતી. તેમાં ૪૪% પરિણામ જોઈને તે અત્યંત વ્યથિત થઈ ગઈ હતી.

કાજલ અભ્યાસમાં તેજસ્વી હોવાથી તેને આ પરિણામ ઓછું લાગતું હતું. હતાશ થયેલી કાજલ ઘરે પહોંચી ત્યારે તેના પિતા અને માતા કારખાનામાં મજૂરી કામે ગયા હતા. તેની નાની બહેન ટ્યૂશનમાં ગઈ તે સમયે જ ભારે માનસિક તણાવમાં આવેલી કાજલે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. પરિવારના સભ્યો ઘરે આવ્યા ત્યારે દરવાજો અંદરથી બંધ હતો. કાજલને બૂમો પાડવા છતાં તેણે દરવાજો ન ખોલતા, બારીમાંથી તપાસ કરતા કાજલ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.

ઘટનાની જાણ થતા નારોલ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને આકસ્મિક મૃત્યુનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, કાજલને ધો.૧૨ની પરીક્ષામાં ૭૦૦માંથી ૩૦૮ ગુણ (૪૪%) મળ્યા હતા. ગુણ ઓછા આવતા માનસિક તણાવમાં આવીને તેણે આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક રીતે જણાઈ રહ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.