Western Times News

Gujarati News

ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરવા માટે ખેડબ્રહ્મામાં મામલતદારને આવેદન પત્ર અપાયું

(તસ્વીરઃ હસમુખ પંચાલ, ખેડબ્રહ્મા) એવું કહેવાય છે કે ગૌ માતામાં ૩૩ કોટી દેવતાઓનો વાસ હોય છે. ગાયનું દૂધ અમૃત સમાન હોય છે. ગૌમૂત્ર પણ ઔષધીનું કામ કરે છે અને આદી અનાદિકાળથી ભારતમાં ગાયોનું જતન અને સન્માન કરાઈ રહ્યું છે. ગાયને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે.

ભારતમાં હિન્દુ દીકરીઓ અને બહેનો ગાયનું વ્રત પણ કરે છે અને શ્રાવણ માસમા બોળ ચોથના દિવસે અને અન્ય દિવસોએ પણ ગૌમાતાનું પૂજન કરાય છે. પણ છેલ્લા કેટલાક વર્ષોથી ભારતમાં વિરોધી માનસિકતાવાળા લોકો દ્વારા ગાયોની કતલ થતાં હિન્દુ સનાતની સમાજમાં આક્રોશની લાગણી જોવા મળે છે. ગાયોના જતન માટે ભારતમાં કેટલાય લોકોએ બલિદાન આપ્યા છે.

હવે સંતો મહંતોની આગેવાનીમાં હિન્દુ સમાજ ગાયો માટે જાગૃત થયો છે જે અંતર્ગત આજે તારીખ ૭- ૫ -૨૦૨૬ ને રોજ વૃંદાવન થી પધારેલ શ્રીરામ તીર્થદાસ મહારાજ, ખેડબ્રહ્મા તાલુકાના ગુંદલ ગામના હનુમાન મંદિરના મહંત પરમ પૂજ્ય ૧૦૦૮ શ્રી નવલકિશોરદાસ મહારાજ, શ્યામનગર સ્થિત માણેકનાથ મહાદેવના મંદિર ના મહંત શ્રી શામળગીરી મહારાજની અધ્યક્ષતામાં ખેડબ્રહ્મા શહેરમાં સવારે ૧૦ઃ૦૦ કલાકે મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરે એકત્રિત થયા હતા

અને કેસરિયા ધ્વજ સાથે રેલી સ્વરૂપે ૩૦,૦૦૦ થી વધુ સહીઓ સાથે ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા માટેનુ આવેદનપત્ર ખેડબ્રહ્મા મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપ્યું હતું. આ રેલીને ખેડબ્રહ્મા શહેરમાં ધર્મ પ્રેમી લોકો દ્વારા બે ત્રણ સ્થળોએ પુષ્પ વર્ષા કરવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.