Western Times News

Gujarati News

પોરબંદરમાં ૪પ કિ.મી.ની નોનસ્ટોપ સ્કેટીંગ ઈવેન્ટ યોજાઈ

૧ર જિલ્લાના ર૦૦ સ્કેટરોએ એક કલાક સુધી નોનસ્ટોપ સ્કેટિંગ કર્યું

પોરબંદર, પોરબંદરના ઈતિહાસમાં પ્રથમ વખત જે.કે.સ્કેટિંગ પ્રથમ વખત જે.કે.સ્ટેટિંગ એકેડેમી દ્વારા નોન-સ્ટોપ સ્કેટિંગ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ચોપાટી સ્કેટિંગ રીંગ ઉપર યોજાયેલી આ ટુર્નામેન્ટમાં ૧ર જિલ્લાના કુલ અંદાજે ર૦૦ જેટલા સ્કેટિંગ એથ્લીટ્‌સે ભાગ લીધો હતો.

આ ઈવેન્ટને ઐતિહાસિક બનાવવાનું મુખ્ય કારણ એ છે કે, તેમાં ખેલાડીઓને સતત એક કલાક સુધી રોકાયા વગર સ્કેટિંગ કરવાનું હતું. માત્ર એક કલાકમાં ખેલાડીઓએ અંદાજે ૪પ કિલોમીટર જેટલું અંતર કવર કર્યું. પ વર્ષથી લઈને રપ વર્ષ સુધીના ખેલાડીઓએ આ ચેલેન્જને ઉત્સાહ અને આનંદ સાથે પૂર્ણ કરી.

આ નોન-સ્ટોપ સ્કેટિંગ ઈવેન્ટનું ઉદ્દઘાટન પોરબંદર જિલ્લા ભાજપ અધ્યક્ષ ડૉ.ચેતનાબેન તિવારીના હસ્તે કરવામાં આવ્યું હતું. શહેરના અનેક મહાનુભાવો વિશિષ્ટ મહેમાનો તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

માનવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ અનિલભાઈ કારીયા, કોર્પોરેટર વિક્રમભાઈ ઓડેદરા, જય હોસ્પિટલના ડૉ.જય લખાણી તથા પોરબંદર ડિસ્ટ્રીક્ટ ચેમ્બરના પ્રમુખ ટી.કે.કારીયા ઉપસ્થિત રહ્યા હતા.

મહેમાનોએ જણાવ્યું હતું કે, પોરબંદરમાં સ્કેટિંગ રમતનો ખૂબ જ સારો સ્કોપ છે. આ પ્રકારની ઈવેન્ટથી નવા ખેલાડીઓને પ્રોત્સાહન મળશે અને પોરબંદરના ખેલાડીઓ રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએ નામ રોશન કરશે.

આ નોન-સ્ટોપ ઈવેન્ટના મેડલ્સના સ્પોન્સર જયેશભાઈ પત્તાણીએ જણાવ્યું હતું કે, આજના બાળકો અને યુવાનોમાં આવા જુસ્સો જોવો એ આનંદની વાત છે. એક કલાક સુધી સતત સ્કેટિંગ કરવું એ નાની વાત નથી.

સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન ઈવેન્ટ ડિરેકટર શબાના ખાન, ટેકનિકલ ડિરેકટર ડૉ.રાજેશ બુમતરિયા તથા ચીફ રેફરી રવિ હાપાણીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું.

ટેકનિકલ ડિરેકટર ડૉ.રાજેશ બુમતરિયાએ જણાવ્યું હતું કે, આ ઈવેન્ટમાં ટેકનિકલ બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું. દરેક ખેલાડીની સેફટી માટે હેલ્મેટ, ની-પેડ, અલ્બો-પેડ ફરજિયાત રાખવામાં આવ્યા હતા. મેડિકલ ટીમ પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી. આ ઈવેન્ટમાં પોરબંદર ઉપરાંત જૂનાગઢ, જામનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર સહિત ૧ર જિલ્લાના ખેલાડીઓએ ભાગ લીધો હતો.

જે.કે.સ્કેટિંગ એકેડેમીના સંચાલકોએ જણાવ્યું હતું કે, આ ઈવેન્ટની સફળતાને જોતા ભવિષ્યમાં વધુ મોટા પાયે નેશનલ લેવલની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. પોરબંદરને સ્કેટિંગ હબ બનાવવાનું અમારું સ્વપ્ન છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.