ઓસ્ટ્રેલિયા અને ઈન્ડોનેશિયામાં ભયાનક દુષ્કાળની સ્થિતિ: સૌથી મોટા વૈજ્ઞાનિકની ભવિષ્યવાણી
ર૦ર૬ દુનિયાનું સૌથી ગરમ વર્ષ સાબિત થશે
નવી દિલ્હી, વિશ્વના જાણીતા હવામાન વૈજ્ઞાનિક ડૉ.જેમ્સ હાનસેને એક અત્યંત ચિંતાજનક આગાહી કરી છે. તેમના મતે વર્ષ ર૦ર૬ પૃથ્વીના ઈતિહાસનું અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ સાબિત થઈ શકે છે. વધતી જતી ગ્લોબલ વો‹મગ અને શક્તિશાળી સુપર અલ-નીનોનું મિશ્રણ વર્ષ ર૦ર૪ના ગરમીના તમામ રેકોર્ડને પણ પાછળ છોડી દેશે તેવી આશંકા છે. આપણે સૌ જાણીએ છીએ કે ર૦ર૪ અત્યાર સુધીનું સૌથી ગરમ વર્ષ રહ્યું છે.
ઔદ્યોગિક ક્રાંતિ પહેલાંના સ્તર કરતા પૃથ્વીનું તાપમાન ૧.પ ડિગ્રી સેલ્સિયસ સુધી વધી ગયું હતું. જો કે, ર૦રપમાં પણ ગરમીનો પ્રકોપ ચાલુ રહ્યો છે પરંતુ વૈજ્ઞાનિકો માને છે કે, ર૦ર૬માં સ્થિતિ વધુ ગંભીર બનશે. કોલંબિયા યુનિ.ના વૈજ્ઞાનિક હાનસેને જણાવ્યું છે કે, આ માત્ર એક અનુમાન નથી પરંતુ ગાણિતિક મોડલ્સ અને વૈજ્ઞાનિક તથ્યો પર આધારિત ગંભીર ચેતવણી છે. અલ-નીનોએ પ્રશાંત મહાસાગરમાં સર્જતી એક કુદરતી ઘટના છે.
સામાન્ય રીતે દક્ષિણ અમેરિકા પાસેના દરિયાનું પાણી ઠંડું હોય છે પરંતુ અલ-નીનો દરમિયાન આપણી ગરમ થવા લાગે છે જ્યારે આ ગરમી સામાન્ય કરતા ઘણી વધી જાય, ત્યારે તેને સુપર અલ-નીનો કહેવામાં આવે છે. આના કારણે પૃથ્વીની હવાનું વહેણ બદલાય છે. જેની સીધી અસર વૈશ્વિક હવામાન પર પડે છે. વૈજ્ઞાનિકોના મતે ર૦રપના બીજા ભાગમાં અલ-નીનો શરૂ થશે જેની વિનાશક અસર ર૦ર૬માં પૂર્ણ રૂપે જોવા મળશે.
જેમ્સ હાનસેને જ વૈજ્ઞાનિક છે જેમણે ૧૯૮૮માં પહેલીવાર અમેરિકી કોગ્રેસને ચેતવણી આપી હતી કે, માનવીય પ્રવૃત્તિઓને કારણે પૃથ્વી ગરમ થઈ રહી છે. તેમની નવી રિપોર્ટ મુજબ માર્ચ ર૦ર૬ સુધીમાં મહાસાગરના ઉપરના ૩૦૦ મીટર પાણીનું તાપમાન સામાન્ય કરતા ૧ ડિગ્રી વધુ હતું. જે એપ્રિલ સુધીમાં ૧.૬ ડિગ્રી સુધી પહોંચી ગયું છે. વર્ષ ર૦ર૬નું તાપમાન ર૦ર૪ કરતા પણ ૦.૦૬ ડિગ્રી સેÂલ્સયસ વધુ રહેવાની શક્યતા છે.
આ આગાહી મુજબ ર૦ર૬ બાદ ર૦ર૭નું વર્ષ કદાચ આનાથી પણ વધુ ગરમ હોઈ શકે છે. ગ્લોબલ વો‹મગ એ માનવસર્જિત સમસ્યા છે. કોલસો, પેટ્રોલ અને ગેસના વપરાશથી હવામાં કાર્બન ડાયોકસાઈડનું પ્રમાણ વધ્યું છે જે ગરમીને પૃથ્વીની બહાર જવા દેતું નથી
જ્યારે કુદરતી અલ-નીનો આ ગ્લોબલ વો‹મગ સાથે મળે છે ત્યરે તે બળતામાં ઘી હોમવાનું કામ કરે છે. હાનસેનના મતે વાયુ પ્રદૂષણ ઘટવાને કારણે પણ ગરમી વધી છે કારણ કે, પ્રદૂષણ અત્યાર સુધી સૂર્યના કિરણોને પરાવર્તિત કરી ઢાલ તરીકે કામ કરતું હતું.
