Western Times News

Gujarati News

TCS કેસ : યુવાન અને જરૂરિયાતમંદ યુવતીઓ આરોપીઓના નિશાના પર હતી

આ કેસની મુખ્ય આરોપી નિદા ખાનની નાસિક પોલીસે ગુરૂવારે ધરપકડ કરી

દેશની અગ્રણી IT કંપનીમાં હિન્દુ મહિલાઓના જાતીય શોષણ મામલે રાષ્ટ્રીય મહિલા પંચના અહેવાલમાં ખુલાસો

નવી દિલ્હી, દેશની ટોચની આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (ટીસીએસ)ના નાસિક યુનિટમાં હિન્દુ કર્મચારીઓને ઈસ્લામ ધર્મ અપનાવવા કરાતા દબાણ અને હિન્દુ યુવતીઓની જાતીય સતામણી અંગે રાષ્ટ્રીય મહિલા પંચ (એનસીડબલ્યુ)એ વિગતવાર અહેવાલ જારી કર્યાે છે. અહેવાલ અનુસાર, ટીસીએસમાં કામ કરતાં મુસ્લિમ યુવકો અને યુવતીઓ દ્વારા ખાસ કરીને યુવાન અને જરૂરિયાતવાળી, ખાસ કરીને નવી પેઢી (જેન ઝી)ની હિન્દુ યુવતીઓ ટાર્ગેટ બનાવાતી હતી.

આરોપીઓ દ્વારા આવી યુવતીઓનું વારંવાર જાતીય અને ધાર્મિક શોષણ કરાતું હતું. આ ઉપરાંત ટીસીએસના નાસિક યુનિટમાં લગાવાયેલાં સીસીટીવી પણ કામ કરતાં નહોતાં. અહેવાલમાં વધુમાં જણાવ્યાં અનુસાર, નાસિક સ્થિત ટીસીએસમાં કામકાજનો માહોલ અત્યંત વિચલીત કરનારો તથા દુષિત હતો. જ્યાં હિન્દુ યુવતીઓનું સતત જાતીય શોષણ કરાતું હતું. આરોપીઓએ ટીસીએસ નાસિકનું વાસ્તવિક નિયંત્રણ પોતાના હાથમાં લઈ લીધું હતું. તેઓ યુવાન અને નબળી આર્થિક સ્થિતિવાળી હિન્દુ મહિલા કર્મચારીઓને ટાર્ગેટ બનાવી તેમનું જાતીય, માનસિક અને ભાવનાત્મક શોષણ કરતાં હતાં.

આ કેસની મુખ્ય આરોપી નિદા ખાનની નાસિક પોલીસે ગુરૂવારે ધરપકડ કરી હતી. છેલ્લાં ૨૫ દિવસથી પોલીસથી ભાગતી ફરતી ૨૭ વર્ષીય નિદાને ઓઈલ ઈન્ડિયા મજલિસે ઈત્તેહાદુલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ)ના કોર્પાેરેટરે પોતાના ત્યાં છુપાવી રાખી હતી. મહિલા પંચના અહેવાલ અનુસાર, આરોપીઓ પીડિત હિન્દુ કર્મચારીઓના ધર્મ, માન્યતાઓ અને પરંપરાઓની મજાક ઉડાવતા અને તેમની નિંદા કરી તેમને એવું ઠસાવતા હતાં કે હિન્દુ કરતાં મુસ્લિમ ધર્મ બહેતર છે. SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.