Western Times News

Gujarati News

હોર્મુઝ સ્ટ્રેટમાંથી ૧૦ ભારતીય જહાજો સુરક્ષિત રીતે પસાર થયા

દેશમાં એલપીજી, પેટ્રોલ અને ડીઝલની અછત નથી

અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિની કોઈ આશા દેખાઈ રહી નથી અને હોર્મુઝ સ્ટ્રેટને લઈને તણાવ સતત વધી રહ્યો છે

નવી દિલ્હી, અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ સતત વધી રહ્યો છે, જેના કારણે વૈશ્વિક સ્તરે ચિંતા વધી છે. હોર્મુઝ સ્ટ્રેટ પર ઈરાની નિયંત્રણ અને નાકાબંધીને કારણે તેલ અને ગેસ ભરેલા જહાજોની અવરજવર પ્રભાવિત થઈ છે, જેના કારણે વૈશ્વિક સપ્લાય ચેઈન પર નકારાત્મક અસર પડી રહી છે.રવિવારે એક જાહેર રેલી દરમિયાન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ મુદ્દાનો ઉલ્લેખ કરતાં નાગરિકોને એક વર્ષ સુધી સોનાની ખરીદી ટાળવા અને પેટ્રોલ-ડીઝલનો મર્યાદિત ઉપયોગ કરવાની અપીલ કરી હતી. પીએમ મોદીએ કહ્યું હતું કે વિદેશી હૂંડિયામણ ભંડાર જાળવવા માટે આ જરૂરી છે.આ દરમિયાન, સોમવારે કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે દેશમાં પેટ્રોલ, ડીઝલ અથવા LPGની કોઈ અછત નથી.

ઉપરાંત, ભારતીય ધ્વજવાળા જહાજો હોર્મુઝ સ્ટ્રેટમાંથી સતત સુરક્ષિત રીતે પસાર થઈ રહ્યા છે.સોમવારે પશ્ચિમ એશિયા સંકટ મુદ્દે યોજાયેલી પ્રેસ બ્રીફિંગ દરમિયાન વિદેશ મંત્રાલય (MEA)ના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ભારત ઊર્જાની આયાત માટે હવે અનેક દેશો પર નિર્ભર બની રહ્યું છે અને આયાતના સ્ત્રોતોને વિસ્તૃત કરવા માટે પ્રયાસ કરી રહ્યું છે.બંદરો અને શિપિંગ મંત્રાલયે હોર્મુઝ સ્ટ્રેટની પરિસ્થિતિ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં ૧૦ ભારતીય ધ્વજવાળા તેલ અને ગેસ ભરેલા જહાજો સુરક્ષિત રીતે હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી ચૂક્યા છે.

મહત્વપૂર્ણ વાત એ છે કે ભારતીય જહાજોને કોઈ વધારાનો કર ચૂકવવો પડ્યો નથી.મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે હાલમાં પણ ૧૩ ભારતીય જહાજો આ વિસ્તારમાં છે અને તેમને સુરક્ષિત રીતે બહાર લાવવા માટે તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.પેટ્રોલિયમ મંત્રાલયે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે દેશમાં તેલ અને ગેસની અછત અંગેના અહેવાલોને નકારી કાઢતાં જણાવ્યું હતું કે ભારતમાં ક્‰ડ ઓઇલ, LPG, પેટ્રોલ અને ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.

મંત્રાલયના જણાવ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં ભારે વધઘટને કારણે વૈશ્વિક ઊર્જા પુરવઠા શૃંખલામાં અસર જોવા મળી છે. તેમ છતાં, ભારત સરકારે સામાન્ય ગ્રાહકોને બળતણનો પુરવઠો અવિરત મળે તે માટે અનેક અસરકારક પગલાં લીધા છે.ભારતની લગભગ ૯૦ ટકા ઊર્જા આયાત આ પ્રદેશમાંથી થાય છે અને અસર ઘટાડવા માટે તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા છે, જેના સકારાત્મક પરિણામો હવે દેખાઈ રહ્યા છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.