Western Times News

Gujarati News

ગુજરાત સરકારના માહિતી-પ્રસારણ વિભાગ અને  કમ્યુનિકેશન ક્ષેત્રની સંસ્થા MICA વચ્ચે MoU

ગુજરાત સરકારના માહિતી-પ્રસારણ વિભાગના કર્મયોગીઓ ‘ન્યૂ મીડિયા’ માટે તાલીમબદ્ધ થશે

માહિતી વિભાગના અધિકારીઓ – કર્મચારીઓને કમ્યુનિકેશન અને સોશિયલ મીડિયાની તાલીમ અપાશે –માહિતી કમિશનરની કચેરી ખાતે સ્ટુડિયો સ્થાપિત કરવામાં MICA આપશે ટેકનિકલ સહયોગ

ગુજરાત સરકારના માહિતી અને પ્રસારણ વિભાગ હેઠળ કાર્યરત માહિતી કમિશનરની કચેરી અને સંચાર ક્ષેત્રની દેશની અગ્રણી શૈક્ષણિક સંસ્થા MICA વચ્ચે મહત્વપૂર્ણ MoU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.

માહિતી કમિશનરશ્રીની કચેરી ખાતે માહિતી કમિશનર શ્રી કે. એલ. બચાણી અને MICA વતી એસોસિએટ ડીન પ્રોફેસર શ્રી સુરેશ મલોડિયા તેમજ CDMC-MICAના ચેર ડો. મનીષા પાઠક શેલત  દ્વારા સમજૂતી-પત્ર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.

આ અવસરે કમિશનર શ્રી કે. એલ. બચાણીએ જણાવ્યું હતું કેમાહિતી અને પ્રસારણ વિભાગ અને  MICA વચ્ચેના સંયુક્ત પ્રયાસોથી ગુજરાત સરકારની પબ્લિક કમ્યુનિકેશન ઇકો-સિસ્ટમ વધુ મજબૂત બનશે. તેમણે ઉમેર્યું કે MICAની તાલીમથી માહિતી અધિકારીઓ વધુ લોકભોગ્ય ભાષામાં માહિતી પહોંચાડી શકશે.

માહિતી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓની ક્ષમતા-વર્ધન માટે આ MoU કરવામાં આવ્યા છે. MICA ના નિષ્ણાતો માહિતી વિભાગના અધિકારી-કર્મચારીશ્રીઓ માટે વિશેષ ઇન્ટરેક્ટિવ તાલીમ કાર્યક્રમોનું આયોજન કરશે.

CDMC-MICAના ચેર ડો. મનીષા પાઠક શેલતે આ સંદર્ભે જણાવ્યું હતું કેઆ MoU શિક્ષણ જગત અને સરકાર વચ્ચે કમ્યુનિકેશનમીડિયારિસર્ચ અને જાહેર જોડાણની ક્ષમતાઓને મજબૂત કરવા માટેની એક મહત્વપૂર્ણ ભાગીદારી છે. આ સહયોગથી MICA સ્ટ્રેટેજિક કમ્યુનિકેશનકન્ઝ્યુમર ઇનસાઇટ્સડિજિટલ મીડિયા અને ઉભરતી ટેકનોલોજીના ક્ષેત્રમાં પોતાની નિપુણતાનું યોગદાન આપશે. અમારો દ્રઢ વિશ્વાસ છે કે આ ભાગીદારી નાગરિક-કેન્દ્રી અને નવીન સંચાર પહેલોના નિર્માણમાં મદદરૂપ સાબિત થશેજે ગુજરાત સરકાર અને સમગ્ર સમાજ બંને માટે સકારાત્મક પ્રભાવ ઊભો કરશે.

આ MoU અંતર્ગત માહિતી વિભાગના અધિકારીઓને આધુનિક કમ્યુનિકેશન પ્રવાહોથી અવગત કરાવવા ઇફેક્ટિવ કમ્યુનિકેશન સ્ટ્રેટેજીસ્ટેકહોલ્ડર એન્ગેજમેન્ટસોશિયલ મીડિયા આઉટરીચઆર્કાઇવિંગ અને ડોક્યુમેન્ટેશનમીડિયા એન્ડ ઇન્ફોર્મેશન લિટરસીલીડરશીપ એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ જેવા વિવિધ વિષયો પર તાલીમ આપવામાં આવશે.

માહિતી કમિશનરની કચેરી હેઠળ કાર્યરત ઈલેક્ટ્રોનિક મીડિયા ભવનસે-16 ખાતે સ્ટુડિયો સ્થાપિત કરવા માટે પણ MICA જરૂરી ટેકનિકલ માર્ગદર્શન અને સહાય પૂરી પાડશે.

MICA અને માહિતી -પ્રસારણ વિભાગ વચ્ચેના સંબંધો વધુ સુદ્રઢ બનાવવા સ્પેશિયલ રિલેશનશિપ મેનેજરની નિમણૂક કરવામાં આવશે. આ ઉપરાંત જ્ઞાનના આદાન-પ્રદાન માટે MICAના નિયુક્ત ફેકલ્ટી સભ્ય સરકારી કચેરી ખાતે યોજાતી માસિક સમીક્ષા બેઠકમાં પણ ભાગ લેશે. આમ, MICA ગવર્મેન્ટ કમ્યુનિકેશનને વધુ અસરકારક બનાવવામાં સહયોગી બનશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.