Western Times News

Gujarati News

જામીન એ કાયદો છે અને જેલ એ અપવાદ છેઃ સુપ્રીમ કોર્ટ

UAPA કેસમાં ૯૦ ટકા આરોપી છૂટી જાય છે

દિલ્હી રમખાણ કેસના આરોપીઓને જામીન નહીં આપવાના અગાઉના ચુકાદા પર સુપ્રીમ કોર્ટે જ સવાલ ઊઠાવ્યા

નવી દિલ્હી,ભારતીય ન્યાયસંહિતામાં ‘જામીન એ કાયદો છે અને જેલ એ અપવાદ છે’ના વિચારને માત્ર ખોખરુ સૂત્ર નહીં સમજવા સુપ્રીમ કોર્ટે ભારપૂર્વક તાકિદ કરી હતી. અગાઉ ૫ જાન્યુઆરીના રોજ UAPA હેઠળ નોંધાયેલા કેસમાં અપાયેલા ચુકાદામાં સુપ્રીમ કોર્ટે ૨૦૨૦ દિલ્હી રમખાણ ષડયંત્ર કેસના આરોપીઓ એક્ટિવિસ્ટ ઉમર ખાલિદ અને શેરજિલ ઈમામને જામીન નામંજૂર કરાયા હતા. સુપ્રીમ કોર્ટે પોતાના જ આ ચુકાદા સામે સવાલ ઊઠાવ્યા હતા અને એક વર્ષ બાદ સંરક્ષિત સાક્ષીની તપાસની પ્રક્રિયા બાદ નવેસરથી જામીન અરજી કરવા છૂટ આપી હતી.

જસ્ટિસ બી વી નાગરત્ન અને ઉજ્જલ ભુયાનની બેન્ચે નાર્કાે ટેરર કેસના આરોપી જમ્મુ-કાશ્મીરમાં હંદવારાના રહીશ સૈયદ ઈફ્તિખાર અંદરાબીની જામીન ગ્રાહ્ય રાખ્યા હતા. એનઆઈએ દ્વારા નાર્કાે ટેરર કેસમાં ઈફ્તિખારની ધરપકડ કરવામાં આવી હતી. જામીન ગ્રાહ્ય રાખવાની સાથે સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું કે, સર્વાેચ્ચ અદાલતની અન્ય બેન્ચે સ્વીકારેલા તર્કની સામે ગંભીર વાંધો છે. ૫ જાન્યુઆરીના રોજ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ એન વી અંજારિયાની બેન્ચે ખાલિદ તથા ઈમામના જામીન ફગાવી દીધા હતા.

જેના કારણે એક વર્ષ સુધી જામીન માગવાનો અધિકાર રહેતો ન હતો.જસ્ટિસ ભુયાને અગાઉ ૫ જાન્યુઆરીના રોજ અપાયેલા ચુકાદાના વિવિધ પાસાની ટીકા કરી હતી. તેમણે નોંધ્યુ હતું કે, ગુલફિશા ફાતિમા કેસમાં અપાયેલા ચુકાદામાં નજીબને માત્ર અપવાદ ગણવો જોઈએ. કલમ ૪૩ ડી (૫) હેઠળ અંતિમવાદી વાસ્તવિક પરિસ્થિતિ દર વખતે લાગુ પડી શકે નહીં. બંધારણ હેઠળ ગુનો પુરવાર ન થાય ત્યાં સુધી નિર્દાેષ માનવામાં આવે છે અને આ કાયદા સાથે જ સભ્ય સમાજ ચાલે છે.UAPA હેઠળ નોંધાયેલા ગુનામાં આરોપીઓના નિર્દાેષ છૂટી જવાનું પ્રમાણ ૯૦ ટકા જેટલું છે.

સુપ્રીમ કોર્ટની બેન્ચે જમ્મુ-કાશ્મીરના રહીશ સૈયદ ઈફ્તિખારના જામીન ગ્રાહ્ય રાખતા NCRB (નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો)ના આંકડાનો સંદર્ભ આપ્યો હતો. જે મુજબ, ૨૦૧૯-૨૦૨૩ના પાંચ વર્ષ દરમિયાન UAPAના આરોપીઓ ગુનેગાર સાબિત થવાનું પ્રમાણ માત્ર ૨થી ૬ ટકા જેટલું છે. UAPAના ૯૪થી ૯૮ ટકા આરોપીઓ નિર્દાેષ છૂટી જતા હોય છે. ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.