Western Times News

Gujarati News

મોરબીના સિરામિક ઉદ્યોગોને નવો પ્રાણ ફૂંકાયોઃ માત્ર ૧.૫ મહિનામાં કાર્યરત એકમોની સંખ્યા ૮૩થી વધીને ૬૭૦ થઈ

ગુજરાત એનર્જી લિમિટેડની સફળ વ્યૂહરચના થકી માત્ર ૧.૫ મહિનામાં કાર્યરત એકમોની સંખ્યા ૮૩થી વધીને ૬૭૦ થતાં મોરબીના સિરામિક ઉદ્યોગોને નવો પ્રાણ મળ્યો : ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ

તા. ૧ માર્ચ૨૦૨૬થી અત્યાર સુધીમાં કંપનીએ આશરે ૪૦ હજાર રહેણાંક હેતુ માટેનો પાઇપ્ડ નેચરલ ગેસ (D-PNG) કનેક્શન આપ્યા અને તે ઉપરાંત આશરે ૧૩ હજાર પુનઃજોડાણ પણ અપાયા

ગુજરાતનો મોરબી સિરામિક ઉદ્યોગ સમગ્ર દેશમાં આગવું સ્થાન ધરાવે છે. પ્રવર્તમાન સમયમાં મિડલ ઈસ્ટમાં યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે પણ ગુજરાત એનર્જી લિમિટેડ-GELની સફળ વ્યૂહરચના થકી માત્ર દોઢ મહિનામાં કાર્યરત એકમોની સંખ્યા ૮૩થી વધીને ૬૭૦ થતાં મોરબી સિરામિક ઉદ્યોગોને નવો પ્રાણ મળ્યો છે.*

અગાઉ ગુજરાત ગેસ લિમિટેડના નામથી ઓળખાતી ગુજરાત એનર્જી લિમિટેડે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં મોરબીમાં પાઇપ્ડ નેચરલ ગેસ-PNGના અધિકૃત સપ્લાયર તરીકે પ્રવર્તમાન પ્રતિકૂળ સ્થિતિ વચ્ચે પણ અવિરત ગેસ પુરવઠો અને ભાવ સ્થિરતા સુનિશ્ચિત કરીને રાજ્યના સિરામિક ઉદ્યોગ પ્રત્યેની તેની મજબૂત પ્રતિબદ્ધતા સાકાર કરી છે

વર્ષોથી, GELએ મોરબી સિરામિક ક્લસ્ટરની સંપૂર્ણ માંગને પહોંચી વળવા માટે એક વ્યાપક ગેસ વિતરણ નેટવર્ક વિકસાવ્યું છે.

હાલમાંઆશરે ૮૬૫ ઔદ્યોગિક એકમો GEL PNG પાઇપલાઇન નેટવર્ક સાથે જોડાયેલા છેતેમ ઊર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું.*

ઊર્જા મંત્રીશ્રી પટેલે વધુમાં કહ્યું હતું કેતાજેતરની ભૂ-રાજકીય કટોકટી દરમિયાન કંપનીએ ભારત સરકારના નિર્દેશો અનુસાર અવિરત પુરવઠો જાળવવા માટે મધ્ય પૂર્વ સિવાયના બજારોમાંથી કુદરતી ગેસની ખરીદી કરી હતી. આ કટોકટીના કારણે કાચા માલના ખર્ચમાં થતો વધારોઔદ્યોગિક પ્રોપેનના ઉપયોગ પર લગાવેલા નિયંત્રણો અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં થયેલા વધારાને લીધે મોરબીમાં ઘણા સિરામિક એકમોએ માર્ચ ૨૦૨૬ના બીજા પખવાડિયાથી તેમની કામગીરી સ્વેચ્છાએ સ્થગિત કરી દીધી હતી.

તેમણે ઉમેર્યું હતું કેઆ પરિસ્થિતિમાં GEL દ્વારા કામગીરી ફરી શરૂ કરવા માટે મોરબી સિરામિક એસોસિએશન સહિતના ઉદ્યોગો સાથે સંકળાયેલ તમામ હિસ્સેદારો સાથે વ્યાપકપણે વિચારણા કરવામાં આવી હતી. GEL દ્વારા તેની વૈવિધ્યસભર સોર્સિંગ વ્યૂહરચનાનો ઉપયોગ કરીને ઔદ્યોગિક ગ્રાહકોને મે૨૦૨૬ના મહિના માટે ભાવની સુનિશ્ચિતતા સાથે અવિરત ગેસ પુરવઠાની ખાતરી આપવામાં આવી હતી. તે પ્રયાસોના સકારાત્મક પરિણામો મળવા લાગ્યા છેજેના પરિણામે મોરબીમાં ઔદ્યોગિક પ્રવૃત્તિમાં નોંધપાત્ર વધારો થયો છે.

ગત તા. ૩૧ માર્ચ૨૦૨૬ના રોજ મોરબી વિસ્તારમાં અંદાજિત ૮૩ એકમો કાર્યરત હતા. જ્યારે તા.૧૭ મે૨૦૨૬ સુધીમાં ૬૭૦થી વધુ એકમો કાર્યરત થયા છે. આનાથી ઉત્પાદકોમાં વિશ્વાસ વધ્યો છે અને સમગ્ર ક્લસ્ટરમાં ઉત્પાદનના પુનરુત્થાનને વેગ મળ્યો છે.*

ઔદ્યોગિક ઉત્પાદનને ટેકો આપવા ઉપરાંત, GEL ઉત્પાદન એકમોમાં ઔદ્યોગિક / કર્મચારી કેન્ટીન સુવિધાઓ માટે PNG કનેક્શનની સુવિધા આપી રહ્યું છેજે એકંદર ઇકોસિસ્ટમને વધુ મજબૂત બનાવે છે.

મંત્રી શ્રી પટેલે વધુ વિગતો આપતા કહ્યું હતું કે, *કટોકટીના સમયગાળા દરમિયાન કંપનીએ ઘરેલુ અને વાણિજ્યિક વિભાગમાં PNGનો ઉપયોગ વધારવાના પ્રયાસોને પણ વેગ આપ્યો છે*

તા. ૧ માર્ચથી ૧૭ મે૨૦૨૬ સુધીના સમયગાળા દરમિયાન કંપનીએ આશરે ૪૦ હજાર D-PNG કનેક્શન અને તે ઉપરાંત આશરે ૧૩ હજાર પુનઃજોડાણ અને ૫૦૦ કોમર્શિયલ જોડાણ પૂરા પાડ્યા છે. આ ઉપરાંત ગુજરાતમાં તમામ સીટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન (CGD) કંપનીઓએ મળીને આશરે ૮૫ હજાર D-PNG કનેક્શન અને ૧,૧૦૦ કોમર્શિયલ જોડાણ પૂરા પાડ્યા છે.*

કંપનીએ હોસ્પિટલહોસ્ટેલ્સકોમ્યુનિટી કિચનઔદ્યોગિક કેન્ટીનશાળાઓકોલેજો જેવા આવશ્યક શ્રેણીના ગ્રાહકોને કનેક્શન પૂરા પાડવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. આ જ સમયગાળા દરમિયાન આવશ્યક શ્રેણીના ગ્રાહકોને આશરે ૧૧૦ કનેક્શન પૂરા પાડવામાં આવ્યા હતાજ્યારે ગુજરાતની તમામ CGD કંપનીઓ દ્વારા ૨૨૫ કનેક્શન આપવામાં આવ્યા હતાતેમ તેમણે ઉમેર્યું હતું.

અંતે મંત્રી શ્રી પટેલે જણાવ્યું કેવૈશ્વિક કટોકટીના કપરા સમયમાં GEL એ પોતાની ત્વરિત કાર્યક્ષમતાઉત્કૃષ્ટ વ્યુહરચના અને સહિયારા પ્રયાસો થકી ગુજરાતની ઇકો-સિસ્ટમને સુરક્ષિત રાખી છે. ગુજરાતનું ગેસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વૈશ્વિક ભૂ-રાજકીય કટોકટી સામે સંપૂર્ણપણે અડીખમ (Resilient) સાબિત થયું છે. ભવિષ્યમાં પણ, GEL અવિરત ઊર્જાભાવ-સ્થિરતા અને શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર થકી ગુજરાતની ઔદ્યોગિક મજબૂતી અને ઘરેલુ PNG ના વ્યાપને નિરંતર વધારવા માટે સંકલ્પબદ્ધ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.