Western Times News

Gujarati News

બાંગ્લાદેશમાં ભારતીય હાઈકમિશનના અધિકારીનો મૃતદેહ મળતા ચકચાર

તપાસનો ધમધમાટ શરૂ

જૂની વિઝા સેન્ટર ઈમારતના બીજા ફ્લોર પર આવેલા એક ડેટાએન્ટ્રી રૂમના બાથરૂમના દરવાજા પાસેથી મૃતદેહ મળી આવ્યો હતો

ઢાંકા, બાંગ્લાદેશમાં ભારતીય હાઈકમિશનના એક અધિકારીનો શંકાસ્પદ સ્થિતિમાં મૃતદેહ મળતા ચકચાર મચી છે. બાંગ્લાદેશની પોલીસે મંગળવારે ચટગાંવના ખુલ્શી વિસ્તારમાં આવેલા ભારતીય હાઈકમિશનના કાર્યાલયમાંથી એક ભારતીય નાગરિકનો મૃતદેહ પોસ્ટમોર્ટમ હેતું ખસેડ્યો હતો. આ અધિકારનું નામ નરેન્દ્ર હોવાની વિગત મળી છે. તેઓ હરિયાણાના રહેવાસી હતી. ચટગાંવ સ્થિત આવેલા ભારતીય હાઈકમિશન કચેરીમાં તેઓ સિક્યોરિટી પ્રોટોકોલ ઓફિસર હતા. એમનું મૃત્યું કેવી રીતે થયું અને મૃત્યું પાછળનું કારણ શું એ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.

પહેલા ત્યાં રહેલા અન્ય અધિકારીઓએ પોતાની રીતે એમનો દરવાજો ખોલાવવા માટે પ્રયાસ કર્યા હતા, અંતે દરવાજો ન ખૂલતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે જ્યારે તપાસ કરી એ સમયે હાઈકમિશન કચેરીના એક રૂમમાંથી નરેન્દ્રનો મૃતદેહ મળ્યો હતો. ચટગાંવ પોલીસ કમિશનર હસન મોહમ્મદ શૌકત અલીએ જણાવ્યું હતું કે, નરેન્દ્ર ભારતીય હાઈકમિશન કાર્યાલયમાં સિક્યોરિટી પ્રોટોકોલ અધિકારી તરીકે હતા. કમિશનના કર્મચારીઓને શરૂઆતમાં એમના રૂમમાંથી કોઈ અવાજ આવ્યો ન હતો.

એ પછી પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ ટીમ જ્યારે પહોંચી એ સમયે નરેન્દ્રનો માત્ર મૃતદેહ અંદરથી મળ્યો હતો. પોલીસ રિપોર્ટ અનુસાર જૂની વિઝા સેન્ટર ઈમારતના બીજા ફ્લોર પર આવેલા એક ડેટાએન્ટ્રી રૂમના બાથરૂમના દરવાજા પાસેથી મૃતદેહ મળી આવ્યો હતો. ચટગાંવ પોલીસના પીઆરઓ અમિનુર રાશિદે જણાવ્યું હતું કે, શરૂઆતમાં અમને એવો શક હતો કે અધિકારીનું મૃત્યુ રાત્રીના સમયે બાથરૂમ જતા સમયે થયું હશે.

પણ મૃત્યું કેવી રીતે થયું અને કેમ થયું એ અંગે હજુ સુધી કોઈ વિગત સામે આવી નથી. રિપોર્ટ તૈયાર થયા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ હેતું મોકલાયો પછી ચટગાંવ મેડિકલ હોસ્પિટલના કોલ્ડરૂમમાં મૂકી દેવાયો છે. તપાસમાંથી હજુ સુધી કેવી રીતે મૃત્યું થયું એની કોઈ વિગત સામે આવી નથી. પોસ્ટમોર્ટમ થયા બાદ જ સાચું કારણ સામે આવશે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.