Western Times News

Gujarati News

અમદાવાદ એરપોર્ટ પરથી ૨૦ કિલો ગાંજા સાથે બેંગકોકથી આવેલો મુસાફર ઝડપાયો

પ્રતિકાત્મક

(એજન્સી)અમદાવાદ, અમદાવાદ એરપોર્ટ પર ફરી ગાંજાની હેરાફેરીનો પર્દાફાશ થવા પામ્યો છે. એરપોર્ટ પરથી ૨૦ કિલો ગાંજા સાથે મુસાફર પકડાયો હતો. DRIએ NDPS એક્ટ હેઠળ આરોપી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. અમદાવાદ એરપોર્ટ પર ફરી એક વખત કરોડોનો ગાંજો ઝડપાતા સૌ કોઈ ચોંકી ઉઠ્‌યા હતા.

તાજેતરમાં જ ૫૦ કરોડની કિંમતનું હેરોઈન પકડાયું હતું. ત્યાં ગત રોજ થાઈ એરવેઝમાં આવેલા મુસાફરની તપાસ હાથ ધરતા તેની બેગમાંથી ૨૦ કિલોથી વધુનો ગાંજો ડીઆરઆઈએ ઝડપી પાડ્‌યો હતો.

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં આ ગાંજાની કિંમત કરોડોની હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. કસ્ટમ વિભાગે બેંગકોકથી ગાંજા સાથે અમદાવાદ એરપોર્ટ પર આવેલ ઉત્તર પ્રદેશના મુસાફરને ઝડપી પાડ્‌યો છે. પોલીસે આરોપીને ડીઆરઆઈન સોંપ્યો હતો.

ડીઆરઆઈ દ્વારા આરોપી અંગત શ્રીવાસ્તવની પૂછપરછ શરૂ કરી છે. તેમજ તે આ ગાંજો ક્યાંથી લાવ્યો તેમજ કોની પાસેથી લાવ્યો અને કોને આપવાનો હતો તે તરફ તપાસ શરૂ કરી છે. તા. ૨૦ની મધ્ય રાત્રિના સુમારે અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર બેંગકોકથી અમદાવાદ આવેલ ફ્‌લાઈટમાં એક મુસાફર પાસેથી ગાંજો હોવાની બાતમી ડીઆરઆઈને મળતા ડીઆરઆઈએ આ બાબતે કસ્ટમ વિભાગને જાણ કરી હતી.

જે બાદ તમામ મુસાફરોની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં એક મુસાફરની ટ્રોલી બેગમાંથી લીલી રંગના સૂકા છોડ જેવા પદાર્થના ૧૯ પેકેટ મળી આવ્યા હતા. જેની તપાસ કરતા તે પેકેટ ગાંજાના હોવાનું સામે આવ્યું હતું.

જેથી કસ્ટમ્સ વિભાગે કુલ ૨૦.૩૬૬ કિલો પ્રતિબંધિત પદાર્થ જપ્ત કરવામાં આવ્યો હતો. પ્રતિબંધિત માલ જપ્ત કરવામાં આવ્યો છે અને મુસાફર અંગત શ્રીવાસ્તવ (રહે. સહારનપુર, યુ.પી.)ની ધરપકડ કરવામાં આવી છે.

અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ્સ વિભાગે મોટી કાર્યવાહી કરતાં દિલ્હી નિવાસી આરોપી અંગત શ્રીવાસ્તવને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્‌યો હતો. પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે આરોપી દિલ્હીથી બેંગકોક ગયો હતો, જ્યાંથી અજાણ્યા વ્યક્તિએ તેને આ જથ્થો સોંપ્યો હતો. આરોપી આ જથ્થો લઈને અમદાવાદ પહોંચ્યો હતો અને ત્યારબાદ દિલ્હી જવાની તૈયારીમાં હતો. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ તેની પ્રથમ આંતરરાષ્ટ્રીય ફ્‌લાઇટ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.