Western Times News

Gujarati News

જનગણના ૨૦૨૭: પોર્ટલ https://se.census.gov.in પર જઈને નાગરિકો આગામી ૩૧ તારીખ સુધીમાં સ્વ-ગણતરી પૂર્ણ કરી શકશે

AI Image

જનગણના ૨૦૨૭: ડિજિટલ સેલ્ફ-એન્યુમરેશન (સ્વ-ગણતરી) પોર્ટલ શરૂ; નાગરિકો ઘરે બેઠા જ ૧૫-૨૦ મિનિટમાં  ૩૧ મે સુધીમાં કરી શકશે પોતાના પરિવારની ગણતરી

​ગણતરીદારની ઘર-ઘર મુલાકાતના ૩૧ મે  સુધી પોર્ટલ ખુલ્લું રહેશે-સફળ સબમિશન પર ૧૧ અંકનો ‘SE ID’ મળશે

​અમદાવાદ: દેશની આગામી ‘જનગણના ૨૦૨૭’ના પ્રથમ તબક્કાને વધુ સુદ્રઢ, ઝડપી અને ટેકનોલોજી સભર બનાવવા માટે સરકાર દ્વારા ડિજિટલ માધ્યમથી ‘સ્વ-ગણતરી’ (Self-Enumeration) ની વિશેષ સુવિધા શરૂ કરવામાં આવી છે.

ગણતરીદાર (Enumerator) દ્વારા કરવામાં આવતી ઘર-ઘર મુલાકાતના ૩૧ મે સુધી આ પોર્ટલ નાગરિકો માટે ખુલ્લું રહેશે. સમગ્ર પ્રક્રિયા ઓનલાઇન હોવાથી નાગરિકો માત્ર ૧૫ થી ૨૦ મિનિટમાં જ પોતાના પરિવારની વિગતો સુરક્ષિત રીતે પોતે જ ડિજિટલ પોર્ટલ પર નોંધી શકશે.

​નાગરિકો કોઈપણ ભૂલ વગર સરળતાથી ઓનલાઇન સ્વ-ગણતરી કરી શકે તે માટે સત્તાવાર પ્રક્રિયા અને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે:

સ્વ-ગણતરી (Self-Enumeration) કરવાની ક્રમવાર સત્તાવાર પ્રક્રિયા

  1. પોર્ટલ પર પ્રવેશ

સૌ પ્રથમ લેપટોપ અથવા ડેસ્કટોપ કોમ્પ્યુટરનો ઉપયોગ કરીને સત્તાવાર વેબસાઇટ*https:se.census.gov.in* પર જાઓ*

* ત્યાં તમારું *રાજ્ય/સંઘ પ્રદેશ* પસંદ કરી, સ્ક્રીન પર દર્શાવેલ *કેપ્ચા (Captcha) કોડ* દાખલ કરો.

  1. કુટુંબની નોંધણી – Registration

* કુટુંબના મુખ્ય વ્યક્તિનું નામ ચોકસાઈપૂર્વક દાખલ કરો. (નોંધ: આ નામ એકવાર દાખલ કર્યા બાદ બદલી શકાશે નહીં).

* એક કુટુંબ માટે એક જ મોબાઈલ નંબર નોંધવાનો રહેશે.

* ઈમેઈલ આઈડી આપવો વૈકલ્પિક છે.

  1. ભાષા પસંદગી અને OTP વેરિફિકેશન

* તમારી અનુકૂળતા મુજબની ભાષા પસંદ કરો (જે પછીથી બદલી શકાશે નહીં).

* ત્યારબાદ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર આવેલો *OTP દાખલ કરી* વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરો.

  1. રહેણાંક સ્થળની વિગતો

* તમારો *જિલ્લો, ગામ અથવા શહેર, વિસ્તાર* અને નજીકનું જાણીતું *ભૂચિહ્ન (Landmark)* દાખલ કરો.

* એરિયા પિનકોડ (PIN) નાખવો વૈકલ્પિક છે.

  1. નકશામાં ઘર દર્શાવવું – Geo-tagging

* ડિજિટલ નકશા પર દેખાતા *લાલ માર્કર (Red Marker)* ને ખેંચીને (Drag કરીને) તમારા ઘરના ચોક્કસ સ્થાન પર મૂકો અને *”સેવ કરો અને આગળ”* પર ક્લિક કરો.

* આ પ્રક્રિયાથી ડેટાને ચોક્કસ *HLB (House Listing Block)* માં ફાળવવામાં મદદ મળશે.

  1. પ્રશ્નાવલી ભરવી

* સ્ક્રીન પર દેખાતી ઘરયાદી અને મકાનોની ગણતરી સંબંધિત સત્તાવાર પ્રશ્નાવલી ભરો. આ પ્રશ્નાવલી ગણતરીદાર લાવે છે તેવી જ સમાન હશે.

* મુશ્કેલીના સમયે મદદ માટે પોર્ટલ પર આપેલ નોટ્સ, ટૂલટિપ્સ અને વારંવાર પૂછાતા પ્રશ્નો (FAQs) નો ઉપયોગ કરી શકાશે.

  1. માહિતીની સમીક્ષા – Preview

* ફોર્મ સબમિટ કરતાં પહેલાં *’પ્રિવ્યુ સ્ક્રીન’* પર ભરેલી તમામ માહિતીની ચકાસણી કરી લો.

* જો કોઈ ભૂલ હોય તો સુધારો કરો. તમે આ વિગતોને ડ્રાફ્ટ તરીકે પણ સેવ કરી શકો છો.

  1. અંતિમ સબમિશન અને SE ID મેળવવો

* છેલ્લી તારીખ પહેલાં ફોર્મ *’Final Submit’* કરો. યાદ રાખો કે અંતિમ સબમિટ પછી કોઈ ફેરફાર થઈ શકશે નહીં.

* સફળ સબમિશન બાદ સ્ક્રીન પર *’H’ અક્ષરથી શરૂ થતો ૧૧ અંકોનો વિશિષ્ટ *SE ID (Self-Enumeration ID)* જનરેટ થશે, જે SMS અને ઈમેઈલ દ્વારા પણ મળશે*

* આ આઈડીનો સ્ક્રીનશોટ લઈ સુરક્ષિત સાચવી રાખવો.

ફીલ્ડ વેરિફિકેશન (ગણતરીદારની મુલાકાત વખતે શું કરવું?):

જ્યારે જનગણના વિભાગના ગણતરીદાર (Enumerator) આપના ઘરે રૂબરૂ મુલાકાતે આવે, ત્યારે તેમને આ ૧૧ અંકનો SE ID બતાવવાનો રહેશે. ગણતરીદાર પોતાના ઉપકરણમાં આ આઈડી મેળવશે અને જો માહિતી મેચ થશે તો વિગતોને સીધી જ માન્ય (Validate) કરી દેવામાં આવશે. જો કોઈ કારણસર આઈડી ઉપલબ્ધ નહીં હોય, તો ગણતરીદાર નિયમ મુજબ નવી માહિતી સ્થળ પર જ એકત્રિત કરશે.

નાગરિકો માટે મહત્વપૂર્ણ સૂચનાઓ

ગોપનીયતા વસ્તી ગણતરીના પોર્ટલ તરફથી આવતો OTP ક્યારેય કોઈ અજાણી વ્યક્તિ સાથે શેર કરશો નહીં.

સચોટતા રાષ્ટ્રના આયોજન માટે માહિતી હંમેશા સાચી અને સંપૂર્ણ જ ભરો.

પુરાવો ફોર્મ સબમિટ થયા બાદ SE ID નો સ્ક્રીનશોટ અથવા પ્રિન્ટ આઉટ અચૂક સાચવી રાખો.

સુરક્ષા વસ્તી ગણતરી માટે માત્ર ને માત્ર સરકારના અધિકૃત પોર્ટલ https://se.census.gov.in નો જ ઉપયોગ કરવો.

આગામી ૩૧ તારીખ સુધી આ પોર્ટલ પર સ્વ-ગણતરીની સુવિધા ઉપલબ્ધ છે. તમામ નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે રાષ્ટ્રનિર્માણના આ મહાઅભિયાનમાં ડિજિટલ માધ્યમનો ઉપયોગ કરી, સમયસર પોતાની અને પોતાના પરિવારની સ્વ-ગણતરી પૂર્ણ કરી જવાબદાર નાગરિક તરીકેની ફરજ નિભાવે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.