Western Times News

Gujarati News

ઉમિયા માતાજી સંસ્થાન, સોલામાં શ્રદ્ધા, શિક્ષણ અને સામાજિક સુવિધાઓનો ત્રિવેણી સંગમ

વર-કન્યા માટે 2 ખાસ એરકન્ડિશન્ડ (AC) રૂમ, 2575 ચો. ફૂટનું મોટું કીચન અને સ્ટોરરૂમ તેમજ 1710 ચો. ફૂટનો વિશાળ અને સ્વચ્છ વોશરૂમ એરિયા.

અમદાવાદ (સોલા) તા 25 મે, 2026: ઉમિયા માતાજી સંસ્થાનસોલા દ્વારા સમાજના ઉત્કર્ષ અને સુવિધા માટે ભવ્ય ઉમિયા માતાજી મંદિરઆધુનિક બોઇઝ એન્ડ ગર્લ્સ હોસ્ટેલ બિલ્ડિંગ અને સુવિધાસભર ઉમિયા પાર્ટી પ્લોટના નિર્માણ અને વ્યવસ્થાઓની જાહેરાત કરવામાં આવી હતી.

આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ શ્રી પ્રમુખ બાબુભાઈ જે પટેલ ( બી જે પી), ઉપપ્રમુખ રમેશભાઈ દૂધવાલા,  સંસ્થાના મંત્રી જંયતિભાઈ પટેલ, સહમંત્રી મુકેશભાઈ બડુ, ટ્રસ્ટી સી.કે.પટેલ સોલા કેમ્પસના ચેરમેન પી.સી.પટેલ વાઇસ ચેરમેન પ્રવિણ પટેલ (ઘાટલોડિયા), કો ઓડિનેટર સુરેશ પટેલ, ખજાનચી હસમુખ પટેલ, સંગઠન પ્રમુખ પ્રવીણભાઈ, બાંધકામ કમિટિના ચેરમેન આઈ.સી.પટેલ ઉપસ્થિત રહ્યા હતા.   

 શ્રદ્ધાશિક્ષણ અને સામાજિક સુવિધાઓનો ત્રિવેણી સંગમ ધરાવતા આ પ્રોજેક્ટ્સની વિગતો નીચે મુજબ છે:

ઉમિયા માતા સંસ્થાના પ્રમુખ શ્રી બાબુભાઈ જે. પટેલે આ પ્રસંગે જણાવ્યુ હતુ કે સોલા કેમ્પસ ખાતે આકાર લઈ રહેલું ઉમિયા માતાજીનું મંદિર સ્થાપત્ય કલાનો અદભુત નમૂનો બનશે. આ ભવ્ય મંદિર સંપૂર્ણપણે નાગરશૈલી પ્રમાણે બનાવવામાં આવી રહ્યું છે. આ ભવ્ય મંદિરની મુખ્ય વિશેષતા એ છે કે મંદિરના બાંધકામમાં કોઈપણ જાતના લોખંડનો ઉપયોગ કરવામાં આવશે નહીં. તેના બદલે અંદાજે 2 લાખ ઘનફુટ બંસીપહાડપુરના ગુલાબી પથ્થરનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

મંદિરની લંબાઇ અંદાજે 255 ફૂટપહોળાઈ 160 ફૂટ અને ઉંચાઈ 132 ફૂટ રહેશે. જ્યારે મંદિરમાં કુલ 92 આકર્ષક સ્તંભ હશે અને ગર્ભગૃહ એટલું વિશાળ હશે કે જ્યાં એક સાથે 500 શ્રદ્ધાળુઓ દર્શન કરી શકશે. વડીલો અને દિવ્યાંગોની સુવિધાના ભાગરૂપે મંદિરમાં 2 લિફ્ટની વ્યવસ્થા કરવામાં આવી છે.

ઉમિયા માતા સંસ્થાના ટ્રસ્ટી શ્રી સી.કે પટેલે આ પ્રસંગે જણાવ્યુ હતુ કે વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે 2 બેઝમેન્ટ + ગ્રાઉન્ડ ફ્લોર + 13 માળ ધરાવતી આધુનિક બોઇઝ એન્ડ ગર્લ્સ હોસ્ટેલ બિલ્ડિંગનું નિર્માણ પૂર્ણતાના આરે છે. જેનું કુલ બાંધકામ 4,33,914 ચોરસ ફૂટ (બોઇઝ હોસ્ટેલ: 2,16,807 ચો. ફૂટ અને ગર્લ્સ હોસ્ટેલ:2,19,807 ચો. ફૂટ). જ્યારે કુલ 400 રૂમ (ગર્લ્સ: 208, બોઇઝ: 192) માં 1600 વિદ્યાર્થીઓ (932 ગર્લ્સ અને 768 બોઇઝ) રહી શકશે.

આ સિવાય ડાઇનિંગ અને કીચન: 1600 વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતા 2 આધુનિક રસોડા અને અલગ-અલગ ડાઇનિંગ હોલની વ્યવસ્થા આ હોસ્ટેલમાં કરવામાં આવી છે. શૈક્ષણિક અને શારીરિક વિકાસના હેતુથી વિદ્યાર્થીઓ માટે 3 કોમન ઇ-લાઇબ્રેરી (2 ગર્લ્સ અને 1 બોઇઝ માટે) તેમજ 2 આધુનિક જીમ (અલગ-અલગ એરિયા) બનાવવામાં આવ્યા છે. આ ઉપરાંત UPSC અને GPSC ની તૈયારી માટે ઉમિયા કેરિયર ડેવલપમેન્ટ કાઉન્સિલ (UCDC) કાર્યરત રહેશે.

આ સિવાય અન્ય હાઈટેક સુવિધાઓમાં કુલ 8 હાઈસ્પીડ લિફ્ટ (દરેક બ્લોકમાં 4)લોન્ડ્રીહાઉસકીપિંગફર્નિચર સાથેના રૂમ, 24 કલાક ગરમ પાણીમિનરલ વોટરગેસ્ટ વેઇટિંગ એરિયા અને અદભુત બેઝમેન્ટ પાર્કિંગ (200 કાર અને 100 સ્કૂટર માટે).

એડમિશન અને ફી માળખું: હોસ્ટેલ માટેના ઓનલાઈન એડમિશન ચાલુ છે.

નોન-AC રૂમ માટે: રૂા. 65,000/- (વાર્ષિક)

AC રૂમ માટે: રૂા. 85,000/- (વાર્ષિક)

3. ઉમિયા પાર્ટી પ્લોટ (સામાજિક પ્રસંગો માટે ઉત્તમ સ્થળ)

સામાજિક અને મંગળ પ્રસંગોની ઉજવણી માટે સુવિધાથી સજ્જ પાર્ટી પ્લોટ ઉપલબ્ધ કરાવાયો છે.

વિશાળ લોન એરિયા: 40,000 ચોરસ ફૂટનો હરિયાળો પ્લોટ જે 2000 લોકોની ક્ષમતા (કેપેસિટી) ધરાવે છે.

પાર્કિંગ અને ઓફિસ: વિશાળ પાર્કિંગ વ્યવસ્થા અને 1760 ચો. ફૂટનો ઓફિસ તથા રૂમ એરિયા.

આધુનિક સગવડો: વર-કન્યા માટે 2 ખાસ એરકન્ડિશન્ડ (AC) રૂમ, 2575 ચો. ફૂટનું મોટું કીચન અને સ્ટોરરૂમ તેમજ 1710 ચો. ફૂટનો વિશાળ અને સ્વચ્છ વોશરૂમ એરિયા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.