Western Times News

Gujarati News

યુવતીને ધમકાવી કારમાં બેસાડી તેનું અપહરણ કરીને બે મિત્રો તેને એક હોટલમાં લઈ ગયા અને…..

AI Image

સરસપુર વિસ્તારના બે મિત્રોએ યુવતીનું અપહરણ-બ્લેકમેઈલ કરી દુષ્કર્મ ગુજાર્યું-યુવતીએ શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં બંને આરોપી સામે ફરીયાદ નોંધાવી

(એજન્સી)અમદાવાદ, સરસપુરના બે મીત્રોએ સ્થાનીક વિસ્તારની ૧૮ વર્ષની યુવતીના પ્રેમપ્રકરણની જાણ ઘરે કરી દેવાની ધમકી આપી તેનું અપહરણ કર્યું હતું. બંને મિત્રોએ યુવતીને હોટલમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ પણ કર્યું હતું. આટલું જ નહી યુવતીને બ્લેકમેઈલ કરી તેના માતાપિતા અને ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બાબતે પરેશાન યુવતીને શહેર કોટડા પોલીસ મથકે ફરીયાદ નોધાવતા પોલીસે વધુ તપાસ આદરી છે.

યુવતીએ અને તેમના માતાપિતા માટે આંખ ઉઘાડતા કિસ્સાની જાણવા મળતી વિગતો એવી છેકે સરસપુરમાં રહેતી મોના નામ બદલ્યું છે. ને એક યુવક સાથે પ્રેમસંબંધ હતા. જેનાથી બંનેના પરીવારજનો અજાણ હતા.

તેઓ વારંવાર એકબીજાને મળતા હોવાની જાણ સ્થાનીક વિસ્તારમાં રહેતા મીત મકવાણા અને તેના મીત્ર તેજસને થઈ હતી. જેને કારણે તેમણે મોના પર વોચ રાખવાની શરૂ કરી દીધી હતી. દરમ્યાન પાંચેક મહીના પહેલા મોના પોતાના ઘર પાસેથી પસાર થતી હતી.

ત્યારે જ તેજસ અને મીત તેની પાસે ગયા હતા અને પ્રેમપ્રકરણની વાત સમગ્ર વિસ્તારમાં ફેલાવવાની તેમજ મોનાના માતા પિતાને કરી દેવાની ધમકી આપી હતી. મોના ડરી ગઈ એટલે બંનેને મોનાએ પોતાની સાથે આવવા માટે દબાણ કર્યું હતું.

યુવતીને ધમકાવી કારમાં બેસાડી તેનું અપહરણ કરીને મીત તથા તેજસ તેને નિકોલની એક હોટલમાં લઈ ગયા હતા. જયાં તેમણે મોના સાથે બળજબરીપુર્વક દુષ્કર્મ કર્યું હતું.

ત્યારબાદ મોનાને પોતાના વિસ્તારમાં છોડી દીધી હતી. ત્યારબાદ બંને આરોપીઓ મોનાને બ્લેકમેઈલ કરી તેની સાથે વારંવાર દુષ્કર્મ કરતા હતા અને મોનાના માતા પિતા તથા ભાઈને મારી નાખવાની ધમકી પણ આપતા હતા. મીત અને તેજસની ધમકીઓ અને અત્યાચારથી કરાયેલી મોનાએ સમગ્ર ઘટનાની જાણ પરીવારના સભ્યોને કરી શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં મીત મકવાણા અને તેજસ સામે સામુહીક દુષ્કર્મ સહીતની કલમો હેઠળ ફરીયાદ નોધાવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.