Western Times News

Gujarati News

‘ડિટેક્ટ, ડિલીટ ઍન્ડ ડિપોર્ટ’- બાંગ્લાદેશ સરહદે ટોળેટોળા ઉમટ્યા

સરકારની ‘૩ડી’ નીતિથી ફફડાટ-ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓની મોટી ભીડ જામવા લાગી

હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરના રેન્કના પોલીસ અધિકારીને પણ શંકાસ્પદ ઘૂસણખોરોને વગર વોરંટે ધરપકડ કરવાની સત્તા

કોલકાત્તા, પશ્ચિમ બંગાળની ભાજપ સરકાર દ્વારા શરૂ કરાયેલી ‘ડિટેક્ટ, ડિલીટ ઍન્ડ ડિપોર્ટ’ (ઓળખો, હટાવો અને દેશનિકાલ કરો) નીતિ બાદ હવે ગ્રાઉન્ડ લેવલ પર મોટી વહીવટી કાર્યવાહી શરૂ થઈ ગઈ છે.

Major movement reported at Hakimpur border check post in North 24 Parganas, West Bengal, as over 100 suspected illegal Bangladeshi migrants gather to return to Bangladesh.

સરકારના આ કડક અભિયાનના ડરથી બાંગ્લાદેશ સરહદના અલગ-અલગ વિસ્તારોમાં ગેરકાયદેસર રીતે રહેતા બાંગ્લાદેશીઓની મોટી ભીડ જામવા લાગી છે. ઉત્તરી ૨૪ પરગણા અને માલદા જિલ્લામાંથી સામે આવેલા દૃશ્યો સાબિત કરે છે કે, સરકાર હવે માત્ર રાજકીય નિવેદનો આપવાને બદલે કડક એક્શન લઈ રહી છે.

ઉત્તરી ૨૪ પરગણાના બશીરહાટ વિસ્તારમાં આવેલા હકીમપુર ચેકપોઇન્ટ પર મંગળવારે સવારે ૧૦૦થી વધુ બાંગ્લાદેશી પુરુષો અને મહિલાઓ એકઠા થયા હતા. આ તમામ લોકો ઇન્ટરનેશનલ બોર્ડર પાર કરીને જાતે જ પાછા બાંગ્લાદેશ જવા માંગતા હતા. પોલીસના હાથે પકડાઈ જવાના ડરથી અને સરકાર દ્વારા શરૂ કરાયેલા હોÂલ્ડંગ સેન્ટરોના કારણે ગેરકાયદે રહેતા આ લોકો પોતે જ સરહદે પહોંચી રહ્યા છે.

સરહદ પર આ ભીડ મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીના એ એલાન પછી જોવા મળી છે, જેમાં તેમણે ઘૂસણખોરોને પકડવા માટે ‘ડિટેક્ટ, ડિલીટ ઍન્ડ ડિપોર્ટ’ (ઓળખો, રદ કરો અને દેશનિકાલ કરો)ની નવી પોલિસીની જાહેરાત કરી હતી.

બીએસએફના ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ સ્પષ્ટ કર્યું હતું કે, જે લોકો નાગરિકતા (સંશોધન) અધિનિયમ એટલે કે સીએએના કાયદાકીય દાયરામાં નથી આવતા, તેમને ગેરકાયદે ઘૂસણખોર માનવામાં આવશે. પોલીસ આવા લોકોને પકડીને બીએસએફને સોંપશે. આ માટે રાજ્ય સરકારે જિલ્લાઓમાં હોÂલ્ડંગ સેન્ટર બનાવવાની પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે, જેથી શંકાસ્પદ લોકોને ત્યાં થોડો સમય રાખી શકાય. માલદા દેશનો એવો પહેલો જિલ્લો બન્યો છે જ્યાં આવું હોÂલ્ડંગ સેન્ટર કાર્યરત થઈ ગયું છે.

માલદાના ઇંÂગ્લશ બજાર શહેરના ચંદન પાર્કમાં બનેલા આ સેન્ટરમાં હાલમાં ૩ મહિલાઓ અને ૬ સગીર સહિત ૯ શંકાસ્પદ બાંગ્લાદેશી નાગરિકોને રાખવામાં આવ્યા છે. આ સેન્ટર પર ૨૪ કલાક સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે. તેમજ ૧૨ પોલીસ કર્મચારીઓ, સિવિલ ડિફેન્સ સ્ટાફ અને મદદગારો તહેનાત કરવામાં આવ્યા છે.

અહીં શંકાસ્પદ લોકોના દસ્તાવેજોની તપાસ કરીને તેમની નાગરિકતા નક્કી કરવામાં આવે છે. આ નવી વ્યવસ્થા હેઠળ કોઈપણ શંકાસ્પદ વ્યક્તિને ૩૦ દિવસ સુધી કસ્ટડીમાં રાખી શકાશે, જ્યાં તેમની બાયોમેટ્રિક વિગતો લઈને સેન્ટ્રલ ડેટાબેઝમાં અપલોડ કરવામાં આવશે.

સરકારના આ કડક પગલાંને નવા ‘ઇમિગ્રેશન ઍન્ડ ફોરેનર્સ ઍક્ટ’ સાથે જોડવામાં આવી રહ્યું છે, જેણે જૂના કાયદાઓનું સ્થાન લીધું છે. આ નવો કાયદો દેખરેખ અને દેશનિકાલ માટે સંપૂર્ણપણે ટૅક્નોલાજી આધારિત માળખું પૂરું પાડે છે.

આ કાયદા હેઠળ હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરના રેન્કના પોલીસ અધિકારીને પણ શંકાસ્પદ ઘૂસણખોરોને વગર વોરંટે ધરપકડ કરવાની સત્તા આપવામાં આવી છે.સરકારની આ કડક વહીવટી કાર્યવાહીના કારણે પશ્ચિમ બંગાળમાં ઘૂસણખોરી અને નાગરિકતાના મુદ્દે રાજકારણ ફરી ગરમાયું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.