Western Times News

Gujarati News

ઈરાને અમેરિકાનું અત્યાધુનિક ડ્રોન તોડી પાડ્યું

પ્રતિકાત્મક

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને બંદર અબ્બાસમાં એરસ્ટ્રાઈક-અમેરિકાએ બિલકુલ મોડું કર્યા વિના આખી મિસાઈલ લોન્ચ સાઈટને બોમ્બમારો કરીને નષ્ટ કરી દીધી છે.

વાશિગ્ટન, મિડલ ઈસ્ટમાં જ્યારે પણ એવું લાગે કે હવે શાંતિ સ્થપાશે, ત્યારે જ કંઈક એવું બને છે જે આખી દુનિયાને ચોંકાવી દે છે. અમેરિકા અને ઈરાન વચ્ચે અત્યારે સીઝફાયર ચાલી રહ્યો છે અને પડદા પાછળ શાંતિ વાટાઘાટોના પ્રયાસો થઈ રહ્યા છે. પરંતુ, આ દરમિયાન જ હોર્મુઝની ખાડી નજીક થયેલા જોરદાર વિસ્ફોટોએ સાબિત કરી દીધું છે કે આ શાંતિ માત્ર કાચની દીવાલ જેવી છે, જે ગમે ત્યારે તૂટી શકે છે.અમેરિકાના સૈન્યની સેન્ટ્રલ કમાન્ડ દ્વારા સોમવારે દક્ષિણ ઈરાનમાં હવાઈ હુમલા કર્યા છે.

આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલ અનુસાર ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સની બે બોટ્‌સ ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’માં દરિયાઈ માઈન્સ બિછાવી રહી હતી. અમેરિકાને જેવી આ વાતની જાણ થઈ, તેમણે તુરંત જ જવાબી કાર્યવાહી કરી અને બંને બોટ્‌સને પાણીમાં જ ગરકાવ કરી દીધી.બીજી તરફ, ઈરાનના બંદર અબ્બાસ ખાતે આવેલી સરફેસ-ટુ-એર મિસાઈલ સાઈટ પરથી અમેરિકી ફાઈટર જેટ્‌સને ટાર્ગેટ બનાવવાનો પ્રયાસ કરાયો હતો.

અમેરિકાએ બિલકુલ મોડું કર્યા વિના આખી મિસાઈલ લોન્ચ સાઈટને બોમ્બમારો કરીને નષ્ટ કરી દીધી છે. અમેરિકાનો દાવો છે કે આ હુમલા આત્મરક્ષામાં કરવામાં આવ્યા છે. સોમવારે દક્ષિણ ઈરાનના તટીય વિસ્તારોમાં એકપછી એક અનેક પ્રચંડ ધડાકા સંભળાયા હતા, જેનાથી સ્થાનિક લોકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો.

અમેરિકાના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે હાલ પૂરતી આ લશ્કરી કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે અને તેનો હેતુ માત્ર પોતાના સૈનિકોનું રક્ષણ કરવાનો હતો, સીઝફાયર તોડવાનો નહીં.આ સૈન્ય હુમલા પાછળ માત્ર લશ્કરી કારણો નથી, તેની પાછળ ડોનાલ્ડ ટ્રમ્પની કડક વિદેશ નીતિ અને રાજદ્વારી દબાણ પણ કામ કરી રહ્યું છે.

એકતરફ અમેરિકા હુમલા કરી રહ્યું છે, તો બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્‌›થ સોશિયલ’ પર ઈરાન સામે એક કડક શરત મૂકી દીધી છે. ટ્રમ્પે ઈરાનના સંવર્ધિત યુરેનિયમને “ન્યૂક્લિયર ડસ્ટ” ગણાવીને અલ્ટીમેટમ આપ્યું છે કે ઈરાને તેનો તમામ જથ્થો કાં તો અમેરિકાને સોંપી દેવો પડશે અથવા આંતરરાષ્ટ્રીય દેખરેખ હેઠળ તેનો નાશ કરવો પડશે.

ટ્રમ્પનો પ્લાન માત્ર ઈરાનને દબાવવાનો નથી, પરંતુ તેઓ ‘અબ્રાહમ એકોડ્‌ર્સ’નો પણ મોટો વિસ્તાર કરવા માંગે છે. તેઓ ઈચ્છે છે કે ભવિષ્યના પ્રાદેશિક શાંતિ માળખામાં ઈરાન પોતે પણ સામેલ થાય, પરંતુ તે પહેલાં ઈરાને પોતાના પરમાણુ હથિયારો બનાવવાનો મોહ છોડવો પડશે.

મધ્ય પૂર્વમાં ફરી એકવાર ભૌગોલિક રાજકીય સ્થિતિવણસી છે. ઈરાન ના સુપ્રીમ લીડર મોજતબા ખામેની તરફથી અમેરિકાને આપવામાં આવેલી આકરી ચેતવણી અને ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ દ્વારા અમેરિકન ડ્રોન તોડી પાડવાની ઘટનાએ સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. આ ઘટના બાદ બંને શક્તિશાળી દેશો વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે.

હજ યાત્રાના પવિત્ર પ્રસંગે જારી કરાયેલા એક વિશેષ સંદેશમાં મોજતબા ખામેનીએ પડોશી દેશોને સ્પષ્ટ સંકેત આપ્યા છે. તેમણે જણાવ્યું છે કે, “આ પ્રદેશમાં અમેરિકાને હવે તેમના લશ્કરી થાણાઆ માટે કોઈ સુરક્ષિત સ્થાન નહીં મળે.” ખામેનીનું આ નિવેદન મધ્ય પૂર્વી દેશોની એકતા પર ભાર મૂકે છે, જે પ્રાદેશિક સુરક્ષા માળખામાં મોટા ફેરફારના સંકેત આપે છે.

મધ્ય પૂર્વમાં સ્થિતિ ત્યારે વધુ ગંભીર બની જ્યારે ઈરાનની સેનાએ અમેરિકાના અત્યાધુનિક ડ્રોનને તોડી પાડવાનો દાવો કર્યો. ઈરાની સુરક્ષા દળોના જણાવ્યા અનુસાર, આ ડ્રોન ઈરાની હવાઈ ક્ષેત્રનું ઉલ્લંઘન કરી રહ્યું હતું.

નોંધનીય છે કે, યુએસ સૈન્ય દ્વારા ઈરાની રોકેટ લોન્ચ સાઈટ્‌સ પર કરાયેલા ‘રક્ષણાત્મક હુમલા’ ના ગણતરીના કલાકોમાં જ ઈરાન તરફથી આ મોટો વળતો પ્રહાર જોવા મળ્યો છે. ઈરાન દ્વારા જારી કરાયેલા સંદેશમાં ‘અમેરિકા મુબારક’ અને ‘ઈઝરાયલ મુબારક’ જેવા નારાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેનો હેતુ ઇસ્લામિક વિશ્વની યુવા પેઢીમાં એકીકરણ લાવવાનો છે.

વિશ્લેષકોનું માનવું છે કે, આ આક્રમક વલણ મધ્ય પૂર્વમાં સત્તાના સંતુલનને ફરીથી ગોઠવવાનો એક વ્યૂહાત્મક સંકેત છે. પડોશી દેશો પરનું દબાણ અને પ્રાદેશિક સંગઠનો સાથેની મજબૂત કડીઓ ઈરાનની નવી નીતિને છતી કરે છે. જ્યારે અમેરિકા અને તેના સહયોગીઓ આ પડકારોનો સામનો કરવા માટે પોતાની નવી રણનીતિ ઘડી રહ્યા છે, ત્યારે આ પ્રદેશમાં સર્જાયેલો તણાવ વૈશ્વિક સુરક્ષા અને આર્થિક હિતો પર મોટી અસર કરી શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.