Western Times News

Gujarati News

કોકટેઈલ-ટુમાં તુમ્હી હો બંધુનાં રિમેક્સને ચાહકોએ કચરો ગણાવ્યું

મૂળ કોકટેઈલના ચાહકો ઉકળી ઉઠયા

હોમી અડાજણિયા નિર્દેશિત અને ક્રિતી સેનોન તથા શાહિદ કપૂર અભિનિત ‘કોકટેઇલ ટુ’ શુક્રવારે થિયેટર્સમાં રજૂ થઇ

મુંબઈ,શુક્રવારે ‘કોકટેઇલ ટુ રજૂ થતાં જ તેના બંધુ ટુ ગીતને કારણે વિવાદમાં સપડાઇ છે.’તુમ્હી હો બંધુ’ નામના ૨૦૧૨ના જાણીતાં ગીતનું રીમેક વર્ઝન બુધવારે રજૂ થતાં જ નેટીઝન્સ વીફર્યાં હતા. એક જણે જણાવ્યું હતું કે આ બેવરેજ એડવર્ટાઇઝમેન્ટ રિલિઝ કરવાની શું જરૂર હતી? બીજા એક જણે જણાવ્યું હતું કે બોલિવૂડ તેના ક્લાસિક ગીતનો કચ્ચરઘાણ કાઢી નાંખે છે. કશું ઓરિજિનલ બનાવવાને બદલે તેઓ તેમના ઓરિજિનલ ગીતને બગાડી નાંખે છે. હોમી અડાજણિયા નિર્દેશિત અને ક્રિતી સેનોન તથા શાહિદ કપૂર અભિનિત ‘કોકટેઇલ ટ’ુ શુક્રવારે થિયેટર્સમાં રજૂ થઇ છે ત્યારે જ આ વિવાદ ફાટી નીકળ્યો છે.

જો કે, અન્ય લોકોએ આ ગીતનો બચાવ કરતાં એમ પણ જણાવ્યું હતું કે તેની રીમેક કરવી જરૂરી હતી. મેટા કોમેડી કરતાં હોય તેમ તેમાં રીમેક ટ્રેન્ડને જ નિશાન બનાવી કટાક્ષ કરવામાં આવ્યો છે. વિડિયોમાં પણ જ્યારે ક્રિતી એમ કહે છે કે, ચાલ આપણે આ સોંગ બનાવીએ. ત્યારે શાહિદ કપૂર કહે છે, પાગલ હૈ ક્યા ટ્રોલ હો જાયેંગે. આ બહુ રમુજી લાગે છે. અન્ય એક નેટીઝને જણાવ્યું હતું કે ફિલ્મમેકર્સને થયું છે શું? તેઓ આઉટડોર લોકેશન્સને બદલે શા માટે સ્ટુડિયોમાં જ સોંગ શૂટ કરવા માંડયા છે? ગમે તે હોય આ ગીતના વિવાદને કારણે ફિલ્મ ચર્ચામાં આવી ગઇ છે. SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.