Western Times News

Gujarati News

પુષ્પા ૨ વિવાદઃ અલ્લુ અર્જુનને કોર્ટનું સમન્સ

૨૨ જૂને વ્યક્તિગત હાજર થવાનો આદેશ

ફિલ્મના રિલીઝ વખતે એક પ્રમોશન ઇવેન્ટ વખતે ભાગદોડનો મામલો નોંધાયો હતો. આ ઘટનામાં એક મહિલાનું મૃત્યુ થયું હતું

મુંબઈ,સાઉથ ફિલ્મ મેગાસ્ટાર અલ્લુ અર્જુન ફરી એકવાર લાઈમલાઈટમાં આવ્યો છે. ‘પુષ્પા ૨’ ફિલ્મના રિલીઝ વખતે એક પ્રમોશન ઇવેન્ટ વખતે ભાગદોડનો મામલો નોંધાયો હતો. આ ઘટનામાં એક મહિલાનું મૃત્યુ થયું હતું અને એક બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. આ મામલો કોર્ટ સુધી પહોંચ્યો હતો. હાલમાં અભિનેતા વિરુદ્ધ તપાસ ચાલી રહી છે. અભિનેતાએ બાળકની સારવાર અને ભણવાનો ખર્ચ ઉપાડી લીધો છે.

આ સાથે જ મૃતક મહિલાના પરિવારને પણ વળતર આપી મદદ કરી હતી. આ ઘટના સંધ્યા થિયેટરમાં ભાગદોડ મામલામાં સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનને નામપલ્લી કોર્ટે સુનાવણી માટે સોમવારે ૨૨ જૂને વ્યક્તિગત રીતે હાજર થવા માટે સમન્સ મોકલવામાં આવ્યું છે.એક અહેવાલ મુજબ ચિક્કડપલ્લી પોલીસે આ મામલામાં અભિનેતાને આરોપી નંબર ૧૧ બનાવ્યા છે. સંધ્યા થિયેટરના મેનેજમેન્ટના આરોપી નંબર એકથી ૧૦ (A1-A10) રીતે યાદી તૈયાર કરવામાં આવી છે.

આ સિવાય કોર્ટે આ ઘટના પર કુલ ૧૯ જેટલા આરોપીઓને સમન્સ જાહેર કર્યું છે. પોલીસે પહેલા જ આ સમગ્ર મામલામાં ૨૩ લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. અલ્લુ અર્જુનની લીગલ ટીમના જણાવ્યા અનુસાર, ‘નામપલ્લી કોર્ટે અભિનેતા અલ્લુ અર્જુનને સોમવારે સુનવણી માટે કોર્ટમાં વ્યક્તિગત રીતે હાજર થવા માટે સમન્સ જાહેર કર્યું છે. તેમણે આગળ જણાવ્યું કે આ સમગ્ર મામલામાં બાદમાં જાણકારી આપશે.’આ ભાગદોડની ઘટના ૪ ડિસેમ્બર ૨૦૨૪એ સંધ્યા થિએટરમાં ‘પુષ્પાઃ દ રુલ – પાર્ટ ૨’ની સ્પેશ્યલ સ્ક્રીનિંગ દરમિયાન બની હતી. સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની એક ઝલક જોવા માટે ભારે ભીડ ઉમટી પડી હતી, જેના કારણે ભાગદોડ મચી ગઈ હતી.

આ દુર્ઘટનામાં ૩૫ વર્ષીય મહિલા રેવતીનું ઘટનાસ્થળે દુઃખદ મોત થયું હતું. બીજી તરફ તેના સગીર દીકરા તેજાને ઓક્સિજનની અછતનો સામનો કરવો પડ્યો હતો, જેનાથી ગંભીર પ્રશ્નો ઊભા થયા હતા.‘પુષ્પા ૨ઃ દ રુલ-પાર્ટ ૨’ ફિલ્મ દિગ્દર્શક સુકુમાર દ્વારા બનાવવામાં આવી છે અને માઈથ્રી મૂવી મેકર્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવેલી બ્લોકબસ્ટર ફિલ્મ ળેન્ચાઈઝીનો બીજો ભાગ છે. પહેલો ભાગ ‘પુષ્પાઃ દ રાઇઝ- પાર્ટ ૧’ હતો. આ ફિલ્મ ૨૦૨૧માં રિલીઝ થઇ હતી.

પુષ્પા ફ્રેન્ચાઈઝીની વાર્તા પુષ્પા રાજ આસપાસ ફરે છે, જે એક સામાન્ય મજૂર છે અને ગરીબ બેકગ્રાઉન્ડથી નીકળીને આંધ્ર પ્રદેશના જંગલોમાં ગેરકાયદે લાલ ચંદનની ચોરીના નેટવર્કમાં એક શક્તિશાળી ગુનેગાર બની જાય છે.અલ્લુ અર્જુન છેલ્લે ૨૦૨૪ની ફિલ્મ ‘પુષ્પાઃ દ રુલ- પાર્ટ ૨’માં જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં તેની સાથે રશ્મિકા મંદાના, ફહાદ હાસિલ અને જગપતિ બાબુએ મહત્વની ભૂમિકા ભજવી હતી ત્યાર બાદ હવે અર્જુન એટલીની આગામી ફિલ્મ ‘રાકા’માં જોવા મળશે.

ફિલ્મથી અભિનેતાનો ફર્સ્ટ લુક પણ સામે આવી ચુક્યો છે. આ તેલુગુ સાયન્સ-ફિકશન થ્રિલર ફિલ્મ અલ્લુ અર્જુન અને દીપિકા પાદુકોણની પહેલી ઓન સ્ક્રીન કોલેબ જોવા મળશે. દીપિકા પ્રેગ્નન્સી દરમિયાન પણ ફિલ્મના શૂટિંગમાં પોતાનો મહત્વનો ફાળો આપી રહી હતી. આ ફિલ્મ લગભગ ૨૦૨૭માં રિલીઝ થશે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.