સુરતના ઉદ્યોગપતિ સાથે રૂ. ૨.૩૦ કરોડની છેતરપિંડી કરનાર ગેંગના 5 સભ્યોની ધરપકડ
- ટ્રેડિંગમાં મોટા વળતરની લાલચ આપીને ‘RoboForex’ નામની વેબપેજ પર એકાઉન્ટ ખોલાવ્યું હતું.
-
ધરપકડ કરાયેલા આરોપીઓ: રાજ પદસાલા (આણંદ) અને અશોક યજ્ઞિક, લક્ષ્મણ વાઘેલા, જયદીપ અરદેસણા તેમજ સાગર ગોકાણી (તમામ રાજકોટના રહેવાસી).
-
ગુનાની પદ્ધતિ: સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ, CID ક્રાઇમ દ્વારા આ ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓએ ‘Dilsafar’ નામની એપ્લિકેશન પર ‘જીજ્ઞાશા કપૂર’ નામના પ્રોફાઈલથી સુરતના એક ઉદ્યોગપતિનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ ટ્રેડિંગમાં મોટા વળતરની લાલચ આપીને ‘RoboForex’ નામની વેબપેજ પર એકાઉન્ટ ખોલાવ્યું હતું. શરૂઆતમાં રૂ. ૫૦,૦૦૦ ના રોકાણ પર નફો બતાવીને વિશ્વાસ જીત્યો અને ત્યારબાદ અલગ-અલગ બેંક ખાતાઓમાં કુલ રૂ. ૨.૩૦ કરોડ ટ્રાન્સફર કરાવી લીધા હતા.
-
નેપાળ કનેક્શન: તપાસ દરમિયાન બહાર આવ્યું કે રાજ પદસાલાએ કમિશનના બદલામાં તેની કંપની ‘આર પી કેમિકલ્સ’ ની બેંક એકાઉન્ટ કી અન્ય આરોપીઓ દ્વારા નેપાળમાં રહેતા સરફરાઝ નામના વ્યક્તિને મોકલી આપી હતી.
-
મોટો ખુલાસો: પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ રાજદીપસિંહ ઝાલાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે ગુજરાત પોલીસના ‘ઓપરેશન મ્યુલ હન્ટ ૨.૦’ અંતર્ગત આ સફળતા મળી છે. નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) પર તપાસ કરતા જાણવા મળ્યું છે કે આ જ મ્યુલ એકાઉન્ટ (બેંક ખાતા) નો ઉપયોગ દેશભરમાં અન્ય ૩૧ સાયબર છેતરપિંડીના ગુનાઓમાં થયો છે, જેની કુલ રકમ આશરે રૂ. ૧૫.૩૧ કરોડ જેટલી થાય છે. મ્યુલ એકાઉન્ટ ફ્રોડમાં નેપાળ કનેક્શન સામે આવ્યું હોય તેવો આ પ્રથમ કિસ્સો છે.
