અભિષેક શર્માની તોફાની બેટિંગ છતાં પ્રથમ ટી૨૦ મેચ ધોવાઈ
વરસાદના કારણે મેચ રદ
ભારતે પ્રથમ બેટિંગ કરતા ૧૯૦ રનનો વિશાળ લક્ષ્યાંક મૂક્યો હતો. ટીમ ઈન્ડિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી
મુંબઈ, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી પ્રથમ T20 મેચમાં વરસાદ વિલન બન્યો હતો. ભારતીય ઇનિંગ્સ પૂરી થયા બાદ સતત ભારે વરસાદ પડવાને કારણે બીજા હાફની રમત શક્ય બની ન હતી. વરસાદ બંધ ના થતા આખરે અમ્પાયરોએ આખરે મેચ રદ કરવાનો નિર્ણય લીધો. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે નિર્ધારિત ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૮૯ રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. કેપ્ટન શ્રેયસ ઐયરે શાનદાર ૬૮ રનની ઇનિંગ રમી હતી.
ભારતના બેટસમેનોએ શાનદાર પ્રદર્શન કરવા છતાં મેચ જીતવાની મહેનત વ્યર્થ ગઈ. ઇંગ્લેન્ડ સામે અભિષેક શર્માએ વિસ્ફોટ બેટિંગ કરી હતી. ઓપનર અભિષેક શર્માએ માત્ર ૨૦ બોલમાં ફિફ્ટી ફટકારી હતી અને કુલ ૨૪ બોલમાં ૫૯ રનની તોફાની ઇનિંગ રમી પાવરપ્લેનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો. તેને સેમ કરને LBW આઉટ કર્યાે હતો. ઇનિંગ્સના અંતિમ ભાગમાં શિવમ દુબેએ ૨૦૦ના સ્ટ્રાઇક રેટથી ૪૨ રન બનાવીને ટીમના સ્કોરને ૧૮૯ સુધી પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારતની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી.
સંજુ સેમસન (૧ રન) ફરી એકવાર સસ્તો આઉટ થયો હતો, યુકેના પ્રવાસમાં તેનો ખરાબ ફોર્મ (છેલ્લા ત્રણ સ્કોરઃ ૫, ૦, ૧) ચિંતાનો વિષય બન્યો છે. તે જ ઓવરમાં ઇશાન કિશન પણ સતત બીજી ઇનિંગ્સમાં રનઆઉટ થતાં ભારતે માત્ર ૨ રનના સ્કોર પર ૨ વિકેટ ગુમાવી દીધી હતી.ઇંગ્લેન્ડ તરફથી લાંબા સમય પછી વાપસી કરી રહેલા ફાસ્ટ બોલર સાકિબ મહમૂદે ૩૩ રન આપીને ૩ મહત્વની વિકેટો (સંજુ સેમસન, શ્રેયસ ઐયર અને તિલક વર્મા) ઝડપી હતી. ડાબા ઘૂંટણની સર્જરી અને લાંબા આરામ બાદ સાકિબ મહમૂદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પરત ફર્યાે છે.
આ ઇજાના કારણે તે આયર્લેન્ડ પ્રવાસ, SA20 અને T20 વર્લ્ડ કપ પણ રમી શક્યો ન હતો. જોકે, ECB એ તેના પર ભરોસો રાખીને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ આપ્યો હતો, જેને સાકિબે આ મેચમાં સાર્થક કર્યાે હતો. શરૂઆતમાં અભિષેક શર્માએ સાકિબની એક ઓવરમાં ૨૧ રન ફટકાર્યા હતા, પરંતુ તેણે શાનદાર વાપસી કરીને ઇનિંગ્સના મધ્ય અને અંતિમ ભાગમાં ભારતને મોટા સ્કોર તરફ જતા રોક્યું હતું.ભારતે પ્રથમ બેટિંગ કરતા ૧૯૦ રનનો વિશાળ લક્ષ્યાંક મૂક્યો હતો. ટીમ ઈન્ડિયાની શરૂઆત ખૂબ જ ખરાબ રહી, તેણે બીજી ઓવરમાં સંજુ સેમસન અને ઈશાન કિશનની વિકેટ ગુમાવી દીધી.
અભિષેક શર્માએ માત્ર ૨૪ બોલમાં ૫૯ રન બનાવ્યા. સંજુ સેમસન (૧ રન) સાકિબ મહમૂદના બોલ પર ટોમ બેન્ટનના હાથે કેચ આઉટ થયો, જ્યારે ઈશાન કિશન કોઈ રન બનાવ્યા વિના રન આઉટ થયો. ત્યાંથી, અભિષેક શર્મા અને કેપ્ટન શ્રેયસ ઐયરે ત્રીજી વિકેટ માટે ૮૨ રનની ભાગીદારી નોંધાવી. સેમ કુરનએ ધીમી બોલિંગથી તેને આઉટ કર્યાે. તિલક વર્મા (૧૩) ખાસ કંઈ કરી શક્યો નહીં અને સાકિબ મહમૂદનો બોલ ઝીલી ગયો. ત્યારબાદ શ્રેયસ ઐયર અને શિવમ દુબેએ પાંચમી વિકેટ માટે ૪૧ રન ઉમેર્યા. શ્રેયસ ઐયરે ૪૭ બોલમાં ૬ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૬૮ રન બનાવ્યા. સાકિબ મહમૂદે શ્રેયસ ઐયરને આઉટ કરીને આ ભાગીદારી તોડી.SS1
