Western Times News

Gujarati News

અક્ષય-પ્રિયદર્શનની નવી ફિલ્મનું નામ ‘વિકેડ સની’

અક્ષય કુમાર એકદમ નવા અને વિચિત્ર કોમિક અવતારમાં જોવા મળશે

બંનેએ અગાઉ ‘ભૂત બંગલા’માં પણ સાથે કામ કર્યું હતું.

ફિલ્મનું શૂટિંગ આ વર્ષે ડિસેમ્બર મહિનાથી શરૂ થવાની શક્યતા છે

મુંબઈ, અક્ષય કુમાર અને પ્રિયદર્શનની વધુ એક ફિલ્મને લઈને મહત્વપૂર્ણ અપડેટ સામે આવી છે. ‘ભૂત બંગલા’ અને ‘હૈવાન’ બાદ બંનેની આગામી ફિલ્મનું નામ હવે નક્કી થઈ ગયું છે. આ કોમિક થ્રિલર ફિલ્મનું નામ ‘વિકેડ સની’ રાખવામાં આવ્યું છે.મીડિયા અહેવાલો અનુસાર, આ ફિલ્મનું નિર્માણ રમેશ તૌરાનીની ટિપ્સ ફિલ્મ્સ દ્વારા કરવામાં આવશે. સુત્રોના જણાવ્યા મુજબ, નિર્માતાઓનું માનવું છે કે ‘વિકેડ સની’ નામ ફિલ્મના વિષય અને મુખ્ય પાત્રના સ્વભાવને સંપૂર્ણ રીતે અનુરૂપ છે.

આ નામ દર્શકો માટે પહેલેથી જ જાણીતું હોવાથી તેની રિકાલ વેલ્યુ પણ ખુબ ઊંચી છે.ખાસ વાત એ છે કે ૨૦૦૪માં આવેલી ‘મુઝસે શાદી કરોગી’ ફિલ્મમાં અક્ષય કુમારના પાત્ર માટે વપરાયેલ લોકપ્રિય થીમ મ્યુઝિકનું નામ પણ ‘વિકેડ સની’ હતું. ફિલ્મ રિલીઝ થયાને બે દાયકાથી વધુ સમય વીતી ગયો હોવા છતાં આ થીમ આજે પણ ચાહકોમાં લોકપ્રિય છે.આ અંગેના અહેવાલો મુજબ, ફિલ્મમાં અક્ષય કુમાર એકદમ નવા અને વિચિત્ર કોમિક અવતારમાં જોવા મળશે.

તેનો આ અંદાજ ‘ભૂત બંગલા’ અને ‘વેલકમ ટુ ધ જંગલ’માં ભજવેલા પાત્રોથી બિલકુલ અલગ હશે.‘વિકેડ સની’ અક્ષય કુમાર અને પ્રિયદર્શનની સાથેની નવમી ફિલ્મ બનશે. આ પહેલાં બંનેએ મળીને હેરા ફેરી (૨૦૦૦), ગરમ મસાલા (૨૦૦૫), ભાગમ ભાગ (૨૦૦૬), ભૂલ ભુલૈયા (૨૦૦૭), દે દના દન (૨૦૦૯), ખટ્ટા મીઠા (૨૦૧૦) અને તાજેતરની ભૂત બંગલા જેવી લોકપ્રિય ફિલ્મો આપી છે.

તેમની આગામી ફિલ્મ ‘હૈવાન’, જેમાં સૈફ અલી ખાન પણ મહત્વની ભૂમિકામાં છે, તે ૧૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ અંગેના અહેવાલો અનુસાર, ‘વિકેડ સની’ એક કોમિક થ્રિલર છે, જેની વાર્તા પ્રિયદર્શન અને રોહન શંકરે મળીને લખી છે. બંનેએ અગાઉ ‘ભૂત બંગલા’માં પણ સાથે કામ કર્યું હતું. ફિલ્મનું શૂટિંગ આ વર્ષે ડિસેમ્બર મહિનાથી શરૂ થવાની શક્યતા છે. ફિલ્મની અન્ય સ્ટારકાસ્ટ અને રિલીઝ તારીખ અંગે ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવે તેવી અપેક્ષા છે.SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.