ગોદરેજ કેપિટલે MSME માટે કાર્યકારી મૂડીની ઉપલબ્ધતા કરવા સપ્લાય ચેઇન ફાઇનાન્સ બિઝનેસ લોંચ કર્યો
તેની પેટા કંપની ગોદરેજ ફાઇનાન્સ દ્વારા કંપનીનો આગામી પાંચ વર્ષમાં રૂ. 6,000 કરોડનો સપ્લાય ચેઇન ફાઇનાન્સ પોર્ટફોલિયો બનાવવાનો ઉદ્દેશ્ય છે, ગોદરેજ ફાઇનાન્સની કુલ એયુએમમાં 8 ટકા યોગદાન આપવાનો બિઝનેસનું લક્ષ્ય
મુંબઇ, ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ ગ્રૂપની ફાઇનાન્સિયલ સર્વિસિસ આર્મ ગોદરેજ કેપિટલે તેની પેટા કંપની ગોદરેજ ફાઇનાન્સ દ્વારા આજે સપ્લાય ચેઇન ફાઇનાન્સ (એસસીએફ) બિઝનેસ લોંચ કરવાની જાહેરાત કરીને તેની એમએસએમઇ લેન્ડિંગ ફ્રેન્ચાઇઝીનું વ્યૂહાત્મક વિસ્તરણ કર્યું છે.
વર્કિંગ કેપિટલ ફાઇનાન્સિંગ ઓફરિંગ્સના વ્યાપક સમૂહ દ્વારા બિઝનેસ એન્કર કોર્પોરેટ્સ, ડીલર્સ, વેન્ડર્સ અને સપ્લાયર્સને ઝડપી તથા ટેક્નોલોજી દ્વારા સક્ષમ ધિરાણનો સપોર્ટ કરશે. કંપનીનું આગામી પાંચ વર્ષમાં રૂ. 6,000 કરોડ એસસીએફ પોર્ટફોલિયો બનાવવાનું લક્ષ્ય છે તથા ગોજરેજ ફાઇનાન્સની કુલ એસેટ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ)માં તેના 8 ટકા યોગદાનનો અંદાજ છે. Godrej Capital Launches ‘Do Se Teen’, a Women’s Day Film Celebrating Women Entrepreneurs and the Families Behind Their Success.
જીએસટીના નેતૃત્વ હેઠળ ડિજિટાઇઝેશન અને ડિજિટલ ફાઇનાન્સિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા ભારતની સપ્લાય ચેઇન વધુ ઔપચારિક બની રહી છે ત્યારે ઘણી એમએસએમઇ મજબૂત બિઝનેસ ફંડામેન્ટલ હોવા છતાં કાર્યકારી મૂડીની અછતનો સામનો કરે છે. ગોદરેજ ફાઇનાન્સના સપ્લાય ચેઇન ફાઇનાન્સ આધારભૂત ટ્રેડ ટ્રાન્ઝેશનને આધારે ઔપચારિક ધિરાણની ઝડપી ઉપલબ્ધતા સક્ષમ કરીને આ અંતરને દૂર કરે છે.
ગોદરેજ ફાઇનાન્સના એમડી અને સીઇઓ પંકજ ગુપ્તાએ કહ્યું હતું કે, “એમએસએમઇ ભારતીય સપ્લાય ચેઇનનો મુખ્ય આધાર હોવા છતાં ઘણાં બિઝનેસિસ માટે કાર્યકારી મૂડીની સમયસર ઉપલબ્ધતા મુખ્ય પડકાર છે. અમારા સપ્લાય ચેઇન ફાઇનાન્સ બિઝનેસના લોંચ સાથે અમે એન્કર કોર્પોરેટ્સના વેન્ડર્સ અને બાયર્સને સરળ ડિજિટલ એક્સપિરિયન્સ દ્વારા ઝડપી ધિરાણનીની સુવિધા પૂરી પાડીએ છીએ.
અમારો ઉદ્દેશ્ય મૂલ્ય-વર્ધિત સેવાઓ સાથે એમએસએમઇને સપોર્ટ કરવાનો છે, જેથી તેમને વધુ મજબૂત, સક્ષમ અને ભવિષ્ય માટે સજ્જ બિઝનેસની રચના કરવામાં મદદ મળી રહે. અમે સપ્લાય ચેઇન ઇકોસિસ્ટમમાં લાંબાગાળા ભાગીદાર બનવા માટે કટીબદ્ધ છીએ.”
આ અંતર્ગત પેયબલ્સ અને રિસિવેબલ્સ ફાઇનાન્સિંગ બંન્નેમાં સંપૂર્ણ સપ્લાય ચેઇન ઇકોસિસ્ટમમાં સેવા અપાય છે. ડીલર ફાઇનાન્સિંગ, વેન્ડર ફાઇનાન્સિંગ, પર્ચેઝ ઇનવોઇસ ફાઇનાન્સિંગ અને સેલ્સ ઇનવોઇસ ફાઇનાન્સિંગ દ્વારા તે બિઝેસને પ્રાપ્તિ, ઇન્વેન્ટરી અને રિસિવેબલ્સને વધુ કાર્યક્ષમ રીતે મેનેજ કરવામાં મદદ કરે છે તેમજ વેન્ડર્સ અને બાયર્સને વાસ્તવિક ટ્રેડ ટ્રાન્ઝેશનની સામે લિક્વિડિટી અનલોક કરવા સક્ષમ કરે છે.
લોન ટિકિટ સાઇઝ રૂ. 10 લાખથી રૂ. 25 કરોડ સુધી છે ત્યારે આ ઓફરિંગ એવાં બિઝનેસ માટે ડિઝાઇન કરાઇ છે કે જેઓ મોટા એન્કર કોર્પોરેટ્સની સપ્લાય ચેઇનમાં કામ કરે છે. જેમાં બીબીબી અને એએએ રેટેડ કંપની સામેલ છે અને જેમની વાર્ષિક આવક રૂ. 500 કરોડથી રૂ. 1 લાખ કરોડથી વધુ છે. એન્કરની આગેવાની હેઠળની ઇકોસિસ્ટમને અનુરૂપ તૈયાર કરાયેલી આ દરખાસ્ત સમગ્ર વેલ્યુ ચેઇનમાં સંબંધોને મજબૂત કરે છે તેમજ બિઝનેસની મજબૂત વૃદ્ધિને સપોર્ટ કરે છે.
પરંપરાગત કોલેટરલ-આધારિત ધિરાણ મોડેલોથી વિપરીત આ ઓફર કેશફ્લો અને ટ્રાન્ઝેક્શન આધારિત અંડરરાઇટિંગ દ્વારા આધારભૂત છે, જે બિઝનેસિસને વાસ્તવિક ટ્રેડ એક્ટિવિટી સામે કાર્યકારી મૂડી અનલોક કરવા સક્ષમ બનાવે છે. કંપની હાલમાં કેપ્ટિવ અને નોન-કેપ્ટિવ ઇકોસિસ્ટમ્સમાં 30થી વધુ એન્કર કોર્પોરેટ્સ સાથે સંકળાયેલી છે. આ બિઝનેસિ ઓનબોર્ડિંગ, અંડરરાઇટિંગ, વિતરણ અને સર્વિસિંગમાં ફેલાયેલી સંપૂર્ણ ડિજિટલ ગ્રાહક સફર પણ પ્રદાન કરે છે. તે ધિરાણ અંગેના ઝડપી નિર્ણયો અને ફંડના જવાબદાર વિતરણને સક્ષમ બનાવવા માટે વ્યવહાર-આધારિત ડેટા અને એન્ડ-યુઝ મોનિટરિંગનો લાભ લે છે.
તેના લાંબા ગાળાના રોડમેપના ભાગરૂપે ગોદરેજ ફાઇનાન્સ ફેક્ટરિંગ, રિવર્સ ફેક્ટરિંગ અને ટ્રેડ રિસિવેબલ્સ ડિસ્કાઉન્ટિંગ સિસ્ટમ (TReDS) ઉપર ભાગીદારી દ્વારા તેના સપ્લાય ચેઇન ફાઇનાન્સ પ્રસ્તાવને વિસ્તૃત કરવાની પણ યોજના ધરાવે છે. આ ક્ષમતાઓ એમએસએમઇ માટે ક્રેડિટ એક્સેસને વધુ મજબૂત બનાવશે અને વધુ કાર્યક્ષમ કાર્યકારી મૂડી ઇકોસિસ્ટમને ટેકો આપશે.
