Western Times News

Gujarati News

માત્ર 180 દિવસમાં ઓગળી જાય તેવી ‘કમ્પોસ્ટેબલ કેરી બેગ’ પ્લાન્ટ હાલોલમાં શરૂ થયો

હાલોલ બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિકનું મોટું ‘એક્સપોર્ટ હબ’ બનશે: વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી પ્રવિણ માળી

હાલોલ ખાતે વધુ 50 કમ્પોસ્ટેબલ બેગ ઉત્પાદન એકમો શરૂ કરાશે-પ્લાસ્ટિક મુક્ત ભારતતરફ વધુ એક મજબૂત કદમ

*કમ્પોસ્ટેબલ કેરી બેગના મુખ્ય ફાયદાઓ:*

*પર્યાવરણમિત્ર: આ થેલીઓ જમીનમાં માત્ર 180 દિવસમાં જ કુદરતી રીતે ભળી જઈને ખાતર બને છે*

*કમ્પોસ્ટેબલ કેરી બેગનું ઉત્પાદન પરંપરાગત પ્લાસ્ટિક બેગ કરતાં ઓછા ખર્ચમાં તૈયાર*

*નિકાસની મોટી તક: હાલોલ બનશે બાયોડિગ્રેડેબલ બેગનું મુખ્ય એક્સપોર્ટ હબ‘*

કેન્દ્ર અને રાજ્ય સરકારના ‘ પ્લાસ્ટિક  મુક્ત ભારત’ અભિયાનને વધુ વેગ આપવા માટે પંચમહાલ જિલ્લાના હાલોલ જી.આઈ.ડી.સી. ખાતે રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી શ્રી પ્રવિણ માળી દ્વારા પર્યાવરણ અનુફળ કમ્પોસ્ટેબલ કેરી બેગ બનાવવાના નવતર પ્લાન્ટનો આજે શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે મંત્રીશ્રીએ આગામી સમયમાં હાલોલ GIDCમાં 50 જેટલા કમ્પોસ્ટેબલ કેરી બેગ બનાવવાના પ્લાન્ટ શરૂ કરવાની મહત્વની જાહેરાત પણ  કરી હતી.

મંત્રી શ્રી માળીએ જણાવ્યું હતું કેકેન્દ્ર સરકારે 120 માઇક્રોનથી નીચેના સિંગલ યુઝ પ્લાસ્ટિક પર નિયંત્રણ મુક્યા છેતેના પર્યાવરણમાં વિકલ્પોની શોધ માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. તે જ દિશામાં હાલોલ ખાતે બાયોડિગ્નેડેબલ પ્લાસ્ટિક અને બેગના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે આ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.”આવનારા સમયમાં સમગ્ર રાજ્યમાં વપરાતું પ્લાસ્ટિક બાયોડિગ્રેડેબલ હશેજેનાથી પર્યાવરણની જાળવણી અને ગૌમાતાના સ્વાસ્થ્ય રક્ષણમાં મોટો લાભ થશે.હાલોલ આવનારા સમયમાં માત્ર સ્થાનિક ગાહકો સુધી જ નહીંપરંતુ વિદેશોમાં પણ બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિકની નિકાસ કરતું એક મુખ્ય એક્સપોર્ટ હબ‘ બનીને ઉભરશે તેમ મંત્રી શ્રી ઉમેર્યું હતું.

આ પ્રસંગે મંત્રીશ્રીએ તમામ ઉઘોગકારોને અપીલ કરી હતી કેતેઓ પોતાના પ્લાસ્ટિક એકમોને કમ્પોસ્ટેબલ/બાયોડિગ્રેડેબલ કેરી બેગના ઉત્પાદનમાં રૂપાંતરિત કરે અને પર્યાવરણ રક્ષણના આ મહાયજ્ઞમાં સક્રિય ભાગીદાર બને.

રાજ્ય સરકાર દ્વારા પર્યાવરણ સુરક્ષા માટે કમ્પોસ્ટેબલ બેગના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા વિવિધ પ્રોત્સાહક યોજનાઓ અમલમાં મકવામાં આવી છે. જેમાં 120 માઈફોનથી ઓછા જાડાઈની પ્લાસ્ટિકની થેલીઓના ઉત્પાદન પર પ્રતિબંધ છે.

હાલોલ GIDC એ પ્લાસ્ટિક થેલી ઉત્પાદનનું મુખ્ય કેન્દ્ર હોવાથીસ્થાનિક ઉઘોગકારો તેમની હયાત મશીનરીનો જ ઉપયોગ કરીને નવી ટેકનોલોજી દ્વારા કમ્પોસ્ટેબલ બેગ બનાવી શકે તે માટે આ કાર્યકમમાં વિશેષ માર્ગદર્શન અને લાઈવ ડેમોસ્ટ્રેશન પણ યોજાયું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.