વેસ્ટર્ન અને ઈસ્ટર્ન મેઈન ટ્રંક લાઈનમાં નવા જોડાણો કરી વરસાદી પાણીનો નિકાલ કરાશે
AI Image
(એજન્સી)અમદાવાદ, મ્યુનિ. હદમાં સમાવાયેલાં બોપલ અને ઘુમા તથા શીલજ સહીતના વિસ્તારોમાં ગુરુવારે પડેલા અતિભારે વરસાદની જળબંબાકારની સ્થિતી સર્જાઈ તેના માટે વર્ષોજુની લાઈનો સહીતના કારણે બહાર આવ્યા બાદ લાઈન નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
પરંતુ અમુક જગ્યાએ હજુ ખેતરોમાં પાણી ભરાયેલા હોવાથી જેસીબીની મદદથી કેનાલ નીક બનાવીને પાણીનો લાઈનમાં તેમજ હેવી ડયુટી પંપની મદદથી ઘુમા તળાવ અને ગોતા ગોધાવી કેનાલમાં પાણીનો નિકાલ કરવાનું શરૂ કરતાં ઈસ્કોન ગ્રીન અને સેન્ટોસા પાર્ક જેવી જગ્યાએ ભરાયેલાં પાણી ઓસરી ગયાં છે.
મેયરે હિતેશભાઈ બારોટે જણાવ્યું હતુંકે, બોપલ અને ઘુમાનો વર્ષ ર૦ર૧માં મ્યુનિ. હદમાં સમાવેશ કરવામાં આવ્યો ત્યારબાદ નવી ટીપી સ્કીમોને મંજુરી આપવામાં આવી અને તેમજગટરનું નેટવર્ક નાખવાની કામગીરી કરવામાં આવી હતી. પાણી અને ડ્રેનેજનું નેટવર્ક નાંખવાની કામગીરી ચાલી રહી છે. ઔડાના સમયની લાઈનો હોવાના કારણે નિકાલ ઝડપથી થયો નથી.
પરંતુ બોપલ-ધુમા અને શીલજમાં અતિભારે વરસાદ પડતા જળબંબાકારની સ્થિતી સર્જાઈ હતી અને અપુરતી ક્ષમતાની લાઈનોની કારથી વરસાદી પાણીનો નિકાલ ઝડપથી થઈ શકયો નહોતો તેવુંસ્વીકારતા મેયરે કહયું કે, આ વિસ્તારમાં પાણીનો નિકાલ કરવા માટે આશરે ૩પ૦ મીટર લાંબી ટ્રેન્ચ નીક કેનાલ બનાવી ડિવોટરીગ પંપ મારફતે ૧ર૦૦ મી.મી. લાઈન દ્વારા પાણી ઘુમા તળાવમાં અને ત્યાંથી ગોતાગોધાવી કેનાલ મારફતે આગળ છોડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
ઉપરાંત કરડજ વિસ્તારમાં ત્રણ ડિવોટરીગ પંપ તેમજ રતન તળાવ ખાતે પણ પમ્પીગ દ્વારા પાણીના ઝડપી નિકાલની કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ હોવાનું તેમણે જણાવ્યું હતું.
કમીશ્નરે બાંછાનીધી પાનીએ વેસ્ટન ટ્રંક લાઈન વિશે વાત કરતાં તેમણે જણાવ્યુંકે સાયન્સ સીટીથી બોડકદેવ અને આપલુજ વિસ્તાર સુધી વેસ્ટર્ન ટુંક લાઈનના કારણે અગાઉની સરખામણીએ પાણી ભરાવાની સમસ્યા ખુબ જ ઘટી છે. વેસ્ટર્ન ટ›ંક લાઈન પ્રોજેકટ સફળ સાબીત થયો છે. મકરબા સરખેજ સહીતના વિસ્તારોમાં પાણી ઝડપથી ઉતરી જાય તે માટે ગઈ મધરાત્રીએ પમ્પીગ સ્ટેશનનું અપગ્રેશેનના યુદ્ધના ધોરણે કરવામાં આવ્યું હતું.
જેના સકારાત્મક પરીણામો આજે જોવા મળ્યા છે. તેમજ થલતેજ શીલજ વગેરે વિસ્તારમાં પાણીનો નિકાલ કરવા માટે વેસ્ટર્ન ટ્રંક લાઈનમાં નવી લાઈનનું જોડાણ કરવાની કામગીરી ચાલુ છે. અને હાલમાં કામચલાઉ રીતે તેની મદદથી પાણીનો નિકાલ થઈ રહયો છે.
વોટર અને ડ્રેનેજ પ્રોજેકટની સીટી ઈજનેર વિજય પટેલે જણાવ્યું હતુંકે, શહેરમાં જે રીતની પરીસ્થિતી સર્જાઈ તેને જોતાં નવા વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેના પાણીનો નિકાલ ઈસ્ટર્ન અને વેસ્ટર્ન મેઈન ટ્Ùંક લાઈનમાં થઈ જાય તે માટે જયાં જયાં જરૂર પડશે ત્યાંથી સ્ટોર્મ વોટર લાઈન નાખીને ટ્રંક લાઈનના જોડાણ કરવામાં આવશે.
ત્યારબાદ પાણી ભરાવાની સમસ્યા ઘણી ઓછી થઈ જશે. નવા વિસ્તારોના તળાવોમાં કેચમેન્ટ એરીયા મુજબ સ્ટોર્મ વોટર લાઈન નાખવામાં આવશે. ઉત્તર પશ્ચિમઝોનનાં એસ.જી. હાઈવે નવા રીગ રોડ વચ્ચેનાં વિસ્તારોનુંપાણી ગોતા-ગોધાવી કેનાલમાં ઠાલવતા માટે સ્ટોર્મ વોટર લાઈન નેટવર્ક અને પમ્પીગ સ્ટેશનની કામગીરી મળી રહી છે.
