43 ટ્રેકટર અને 15 ટ્રોલી ભાડે આપવાનું 2.26 કરોડનું કૌભાંડઃ 6 ઝડપાયા- હજુ 5 વોન્ટેડ
ખેડૂતોને ટ્રેકટર ઉંચા ભાડેથી મૂકાવી આપવાની લાલચ આપી તેમની સાથે કરોડો રૂપિયાની રકમની ઠગાઈ આચરનારી ગેંગનો અરવલ્લી જિલ્લા પોલીસે પર્દાફાશ કર્યો
મોડાસા, અરવલ્લી જિલ્લાના માલપુર અને મેઘરજ પોલીસ મથકે વિસ્તારમાં ખેડૂતોને ટ્રેકટર ઉંચા ભાડેથી મૂકાવી આપવાની લાલચ આપી તેમની સાથે કરોડો રૂપિયાની રકમની ઠગાઈ આચરનારી ગેંગનો અરવલ્લી જિલ્લા પોલીસે પર્દાફાશ કર્યો છે.
પોલીસે ગણતરીના દિવસોમાં જ ૬ આરોપીઓને ઝડપી પાડયા છે અને તેમની પાસેથી ર૦ ટ્રેકટર, ૧૦ ટ્રોલી અને તેમજ એક જે.સી.બી. મળીને અંદાજે રૂ.૧,ર૧,૭પ૦૦૦/- (અંક કરોડ એકવીસ લાખ પંચોતેર હજાર)ની રકમની ઠગાઈનો મુદ્દામાલ કબજે કર્યો છે. સમગ્ર કૌભાંડમાં કુલ ૪૩ ટ્રેકટર, ૧પ ટ્રોલી અને ૧ જે.સી.બી. મળીને અંદાજે રૂ.ર,ર૬,૭પ૦૦૦૦/- (બે કરોડ છવ્વીસ લાખ પંચોતેર હજાર)ની ઠગાઈ કરવામાં આવી હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
અરવલ્લી જિલ્લામાં ખેડુતો સાથે ટ્રેક્ટર ભાડે લેવાના બહાને વિશ્વાસઘાત કરી ઠગાઈ આચરનાર આરોપીઓને ઝડપી પાડી, કુલ ૨૦ ટ્રેક્ટર, ૧૦ ટ્રોલી અને ૧ JCB સહિત ₹1,21,75,000નો મુદ્દામાલ રિકવર કરતી અરવલ્લી જિલ્લા પોલીસ.#ArvalliPolice #GujaratPolice #LCB #MalpurPolice #MeghrajPolice pic.twitter.com/wrSkjZ1CI2
— SP Arvalli (@SP_Arvalli) July 25, 2026
પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ અગાઉ સુનિયોજિત ષડયંત્ર રચીને માલપુર, મેઘરજ તથા દાહોદ જિલ્લાના ઝાલોદ વિસ્તારના ખેડૂતોનો સંપર્ક કરતા હતા તેઓ ખેડૂતોને તેમના ટ્રેકટર સોનાર કંપનીઓ અથવા કન્સ્ટ્રકશન સાઈટો માસીક ઉંચા ભાડે મૂકાવી આપવાની ખાત્રી આપતા હતા.
વિશ્વાસમાં લીધા બાદ ખેડૂતો સાથે ભાડા કરાર કરવામાં આવતો હતો, ત્યારબાદ ટ્રેકટરો પોતાના કબજામાં લઈ લેવામાં આવતા હતા. કરાર પૂર્ણ થયા પછી પણ ટ્રેકટરો પરત આપવામાં આવતા ન હતા. ટ્રેકટર અન્ય લોકો પાસે ગીરવે મૂકી કે વેચીમારીને નાણાં મેળવી લેવાતા હતા. દરમિયાન ઠગાઈથી મેળવાયેલા વાહનો શોધી કાઢીને કુલ રૂ.૧.ર૧ કરોડથી પણ વધુ ટ્રેકટરો ખેડૂતોના પોલીસ ેશોધી કાઢયા હતા. માલપુર અને મેઘરજથી ભાડે લીધેલા ટ્રેકટર સૌરાષ્ટ્રમાં વેચી દીધા હતા જે પોલીસે શોધી કાઢયા હતા.
આમ અરવલ્લી જિલ્લામાં ભાડા કરારથી ટ્રેકટર કૌભાંડનો પર્દાફાશ જિલ્લા પોલીસે છ આરોપીઓને ઝડપ્યા હતા. જેમાં વિજયભાઈ રાધેભાઈ, સુનીલભાઈ કાળાભાઈ પરમાર (રહે. પ્રાંતવેલ, તા.બાયડ) પ્રવીણભાઈ કનકાભાઈ મસાર (રહે. લાલજી પહાડીયા), કનુભાઈ જશુભાઈ પાંડોર (રહે. ગોવિંદપુર),
વિપુલ રણછોડ ભરવાડ (રહે. શેઢા) અને કનુભાઈ રામસિંહ ભરવાડ (રહે. કિષ્ણાપુરા)ની ધરપકડ કરી હતી. હજુ પ વોન્ટેડ આરોપીઓને ઝડપવાના બાકી છે. પોલીસે ૬ આરોપીઓને કોર્ટમાં રજુ કરતા મેજીસ્ટ્રેટે ૩ દિવસના રિમાન્ડ રજૂ કર્યા હતા.
