Western Times News

Gujarati News

ચીનમાં ભારે વરસાદ સાથે અચાનક પૂર આવતાં ૧૦ લોકોનાં મોત

ચીનમાં ‘નૌલ’ વાવાઝોડાનો પ્રકોપ

કે‘નૌલ’ વાવાઝોડું ગુઆંગડોંગ પહોંચ્યા પછી રવિવારે સમગ્ર પ્રાંતમાં હાઇ-સ્પીડ રેલ સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી

બેઇજિંગ, ચીનના ગુઆંગડોંગ પ્રાંતમાં રવિવારે ‘નૌલ’ વાવાઝોડાના આગમન વચ્ચે ભારે વરસાદના કારણે અચાનક આવેલા પૂરને લીધે ૧૦ લોકોનાં મોત થયાં છે. આ વર્ષે ચીન સાથે અથડાયેલું ૧૨મું અને અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી વાવાઝોડું ‘નૌલ’ ગત રાત્રે ૩ઃ૫૦ વાગ્યે ગુઆંગડોંગના હુઇઝોઉ શહેરના દરિયાકાંઠે ટકરાયું હતું. જેના કારણે આ વિસ્તારના મોટા ભાગમાં તેજ પવન ફૂંકાયો હતો અને ભારે વરસાદ પડ્યો હતો. ‘નૌલ’ વાવાઝોડું ગુઆંગડોંગ પહોંચ્યા પછી રવિવારે સમગ્ર પ્રાંતમાં હાઇ-સ્પીડ રેલ સેવાઓ સ્થગિત કરવામાં આવી હતી, જ્યારે વિમાનોની અનેક ઉડાનો રદ કરવામાં આવી હતી.

રાષ્ટ્રીય મોસમ વિજ્ઞાન કેન્દ્રે શનિવારે સાંજે આ વર્ષે પહેલી વાર કોઈ વાવાઝોડા માટે રેડ એલર્ટ જારી કર્યું હતું. રવિવારે વાવાઝોડું નબળું પડતાં તેને પહેલાં ‘ઓરેન્જ’ અને પછી ‘યલો’ એલર્ટમાં બદલવામાં આવ્યું હતું.હોંગકોંગ સ્થિત ‘સાઉથ ચાઇના મો‹નગ પોસ્ટ’ના અહેવાલ અનુસાર, વાવાઝોડા દરમિયાન પવનની ઝડપ ૧૬૨ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી ગઈ હતી, જે લગભગ બે અઠવાડિયા પહેલાં પૂર્વ અને ઉત્તર-પૂર્વ ચીન સાથે અથડાયેલા બાવી વાવાઝોડા કરતાં થોડી વધુ છે. સરકારે ગુઆંગડોંગમાં કુદરતી આફત પછીના રાહત અને પુનર્વસન કાર્યાે માટે ૧૦ કરોડ યુઆન (લગભગ ૧.૪૭ કરોડ અમેરિકી ડોલર) ની સહાય પણ મંજૂર કરી છે.વાવાઝોડાના પગલે હોંગકોંગમાં પણ આપાતકાલીન પગલાં લેવાયા છે. જેના ભાગરૂપે ૪૧૦થી વધુ ફ્લાઈટ તથા ૧૫૦ હાઈ-સ્પીડ ટ્રેનને રદ જાહેર કરાઈ છે. હોંગકોંગમાં ગૃહ વિભાગે ૨૮ કામચલાઉ આશ્રય છાવણીઓ બનાવી છે.
SS1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. Developed & Maintained by Aneri Developers.