Western Times News

Gujarati News

વલસાડમાં બેંક લોન આપવાની લાલચ આપી લાખો પડાવી ઠગ ફરાર

વલસાડ: વલસાડમાં લોનની લાલચ આપીને લાખો રૂપિયાની છેતરપિંડીની ઘટના સામે આવી છે. હાઈલાઈન ફાયનાન્સ નામે લોન આપવાના બહાને ૩ લોકો સાથે પાંચ લાખ રૂપિયાની છેતરપિંડી થઈ. આ મામલે વલસાડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ હતી. ફરિયાદ થતા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓ પાસે પુછપરછ કરવામાં આવતા વધુ ખુલાસા થાય તેવી શક્યતા છે.

મળતી માહિતી અનુસાર હાઈલાંઈન ફાઈનાન્સિયલ સર્વિસીસ નામની કંપની એ ૨૦૧૯ ના ઓગસ્ટ મહિનામાં એક જાહેરાત છપાવી હતી. તેમાં લોન લોકોને લોભામણી લાલચ આપી હતી. જેમાં ડિફોલ્ટરો અને પૂરતા કાગળો કે દસ્તાવેજ નહીં હોય તેવા લોકોને પણ માત્ર. ૪૮ કલાકમાં જ લાખો રૂપિયાની લોન મંજૂર કરી આપવાની લોભામણી લાલચ આપી હતી. આથી અન્ય બેન્કો કે કોઈ અન્ય સંસ્થાઓ માંથી લોન નહીં મેળવી શકનાર અનેક ગ્રાહકોએ વર્ષ ૨૦૧૯ માં આ કંપની માં લોન માટેની અરજી કરી હતી.

જોકે ૪૮ કલાકમાં જ લાખો રૂપિયાની લોન મંજૂર કરી આપવાની લાલચ આપનાર આ ફાઇનાન્સ કંપની દ્વારા મહિનાઓનો સમય વીતી ગયા બાદ પણ. લોન મંજૂર નહીં કરતા. ભોગ બનેલા લોકોએ પોલીસ નું શરણ લીધું હતું. અને ઠગાઈ કરનાર કંપની અને તેના કર્મચારીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરીહતી. ત્યારે વલસાડ પોલીસે આ મામલે ૨ આરોપી ની ધરપકડ કરી છે મસમોટા આ કૌભાંડ માં હાલે વલસાડ પોલીસે દર્શન સુરેશ પટેલ અને કિશોર લાલજી પ્રજાપતિ ની ધરપકડ કરી લીધી છે

જોકે આ કૌભાંડ નો મુખ્ય માસ્ટરમાઈન્ડ એવો હરીશ ઓઝરકર પોલીસ પકડથી દૂર છે. અન્ય બે મહિલા મનીષા સોની અને દ્રષ્ટિ સોની પણ આ મામલે વોન્ટેડ જાહેર કરવા માં આવી છે આમ ૫ માંથી ૨ આરોપી ઝડપાઇ ચુક્યા છે. અત્યાર સુધી આ કંપનીના કેટલાક કર્મચારીઓએ ત્રણ ગ્રાહકો પાસેથી રૂપિયા પાંચ લાખથી વધુની રકમની ઠગાઇ કરી હોવાની હકીકત બહાર આવી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.