Western Times News

Gujarati News

આગામી વાયબ્રન્ટ સમિટ-૨૦૨૧માં ડેન્માર્કના મલ્ટી પાર્ટી ડેલિગેશનની સહભાગીતા માટે તત્પરતા વ્યકત કરી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીની મુલાકાત ડેન્માર્કની સંસદની ફોરેન પોલીસી કમિટીના સભ્યોએ ગાંધીનગરમાં લીધી હતી.        મુખ્યમંત્રીશ્રીને શ્રીયુત માર્ટિન લીડેગાર્ડ Mr. Martin Lidegaardના નેતૃત્વમાં મળેલા આ ૬ સભ્યોના ડેલિગેશને ગુજરાત સાથેના દ્વિપક્ષીય વેપાર, રોકાણ સહકાર સંબંધો અંગે વિશદ ચર્ચા-વિમર્શ કર્યો હતો.

ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ઔદ્યોગિક અર્થવ્યવસ્થા સહિત રિન્યુએબલ એનર્જી માટેની રાજ્ય સરકારની પોલિસી, ટ્રાન્સપોર્ટેશન અને એગ્રીકલ્ચર ક્ષેત્રોની પહેલ વિશે જાણવામાં આ કમિટીના સભ્યોએ ઊંડો રસ દાખવ્યો હતો.

મુખ્યમંત્રીશ્રીએ પણ રાજ્યમાં ઔદ્યોગિક અને ઘરવપરાશ હેતુ માટે બિનપરંપરાગત ઊર્જાના વધુ ઉપયોગ માટે અપાઇ રહેલા પ્રોત્સાહનોની ભુમિકા આપી હતી. રાજ્યમાં જમીન અને ગ્રીડનો મહત્તમ ઉપયોગ કરવા માટે વીન્ડ એન્ડ સોલાર હાઇબ્રીડ પાવર પોલીસી-૨૦૧૮ની વિશેષતાઓથી કમિટીના સભ્યોને સુપેરે માહિતગાર કર્યા હતા.

શ્રી વિજયભાઇ રૂપાણીએ ગ્રીન એનર્જીના વધુને વધુ ઉપયોગ માટે ગુજરાત સરકારની નેમ વ્યકત કરતાં જળ વ્યવસ્થાપન ક્ષેત્રે પણ સ્વનિર્ભર સેલ્ફ રિલાયન્ટ મોડેલ તરીકે ગુજરાત રાજ્યવ્યાપી વોટરગ્રીડથી પ્રસ્થાપિત થયું છે તેની પણ સફળતાઓ વર્ણવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં MSME એકમો ૧૦૦ ટકા સોલાર એનર્જીનો ઉપયોગ કરે તેને પ્રોત્સાહક સબસિડી દ્વારા ગ્રીન-કલીન એનર્જી યુકત ગુજરાતની પ્રતિબદ્ધતા પણ વ્યકત કરી હતી. શ્રી વિજયભાઇ રૂપાણીએ સમગ્ર રાજ્યમાં નેચરલ ફાર્મીગ – પ્રાકૃતિક ખેતીને પ્રેરિત કરવાના ઇનીશ્યેટીવ્ઝથી કમિટીના સભ્યોને પરિચિત કર્યા હતા.

આ કમિટીના સભ્યોએ આગામી વાયબ્રન્ટ સમિટ ર૦૨૧માં ડેન્માર્કનું મલ્ટી પાર્ટી ડેલિગેશન સહભાગી થવાની તત્પરતા દર્શાવી હતી. ખ્યમંત્રીશ્રીએ ગુજરાતમાં સૌ પ્રથમ હાઇસ્પીડ રેલ, બીઆરટીએસ, ઇલેટ્રીક વ્હીકલ્સ અને ડેડીકેટેડ ફ્રેઇટ કોરીડોર જેવી માસ રેપિડ ટ્રાન્સપોર્ટ સુવિધાઓની વિશદ રૂપરેખા આપી હતી.

ગુજરાતના આ બહુવિધ આયામોથી પ્રભાવિત થતાં ડેન્માર્કની આ કમિટીના સભ્યોએ ગ્રીન એનર્જી, ડેરી સેકટર અને એગ્રીકલ્ચર સેકટરમાં ગુજરાત સાથે સહભાગીતાની તૈયારી બતાવી હતી. ડેન્માર્ક કમિટીની આ મુલાકાત વેળાએ મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, અગ્ર સચિવ શ્રી એમ. કે. દાસ, ઊદ્યોગ કમિશનર શ્રી રાહુલ ગુપ્તા, ઇન્ડેક્ષ-બી ના એમ.ડી. શ્રીમતી નિલમ રાની સહિતના અધિકારીઓ જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.