Western Times News

Gujarati News

વસ્ત્રાલ: ઓછો દંડ ભરવા નકલી દસ્તાવેજો બનાવતા બે ગઠીયા ઝડપાયા

રામોલ પોલીસે શંકાસ્પદ મેમો વસ્ત્રાલ આરટીઓમાં મોકલતા સમગ્ર કૌભાડ બહાર આવ્યુ
અમદાવાદ: કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફીક અંગેના નિયમો કડક કરીને ભરવા પાત્ર થતાં દંડની રકમ પણ વધારી દેવામાં લાખો વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે રોડ સેફટીના નિયમો પાળીને નાગરીકો સુરક્ષીત કરી શકે એ માટે બનાવેલા નિયમોને કારણે નાગરીકો જ હાલમાં હાલાકી ભોગવી રહ્યા છે અને કેટલાય નાગરીકો રોગ સાઈડ વાહન ચલાવતા હેલમેટ ઈન્સયોરન્સ કે લાઈસન્સ વગર વાહન ચલાવવા માટે દંડાઈ રહ્યા છે.


પરીસ્થિતિમાં  લાભ ઉઠાવી કેટલાક લેભાગુ તત્વો દ્વારા નકલી દસ્તાવેજા બનવાને વેચવાનું વ્યવસ્થિતા તંત્ર ચાલી રહ્યુ છે ડિટેઈન વાહનો છોડાવવા માટે ચાલકો મોટી રકમ ભરી અસલ દસ્તાવેજા કઢાવવા પડે છે  જેના બદલે ફુટી નીકળેલા એજન્ટો સસ્તી કિમતે નકલી દસ્તાવેજા બનવા આપાવની જાણ થતા પોલીસ ચોકી ઉઠી છે અને વસ્ત્રાલમાંથી આવાજ બે ઠગભગતને ઝડપી લીધા છે.

દિપકભાઈ નટવરભાઈ પરમાર (રહે. ગોમતીપુર)નું એકટીવા થોડા દિવસ અગાઉ પોલીસે જપ્ત કરીને આરટીઓ મેમો આપ્યો હતો દિપકભાઈ મેમો ભરવા ગયા ત્યારે તમની પાસે ડ્રાઈવીગ લાયસન્સ ઈન્યોરન્સ પોલીસી અને પીયુસી ન હોઈ દંડની રકમ ૯૦૦૦ રૂપિયા થતી હતી જેથી પરત ફરતા હતા એ સમયે વસ્ત્રાલ  આરટીઓ ગેટ નજીક અરજન અલી ઉર્ફે મહોમદ જુબેર શાહ (એમબી કોમ્પલેક્ષ કલંદરી મસ્જીદ રખીયાલ) તેમને મળ્યો હતો.

અને આ તમામ દસ્તાવેજા કિમતી બનાવી આપવાનું જણાવ્યુ હતુ જેથી દિપકભાઈ તેમને સાત હજાર રૂપિયા આપતા ફરજને બીજા દિવસે તેમને ઈન્સ્યોરન્સ પોલીસ પીયુસી લાઈસન્સ ઉપરાંત મેમો ભર્યાની નકલી પહોચ પણ બનાવી આપી હતી આ તમામ નકલી દસ્તાવેજા દિપકભાઈએ રામોલ પોલીસ સ્ટેશનમાં બતાવ્યા હતા.

જ્યા કર્મચારીઓ શંકા જતા તેમણે આરટીઓ આ દસ્તાવેજાની ખરાઈ કરતા કરાવતા તમામ દસ્તાવેજા નકલી હોવાનુ બહાર આવ્યુ હતુ જેથી દિપકભાઈ પુછપરછ કરતા તેમણે ફરજન અલીનુ નામ આપ્યુ હતુ જેથી પોલીસ ખાનગી રાહે તપાસ કર્યા બાદ ફરજન અલી ઉપરાંત જુનેદ જફરઅલી પઠાણ (૨૩) રહે શાહ એેન્ડ પરીખ એસ્ટેટ રખીયાલ ને ઝડપી લીધા હતા. અને આરોપીઓ ડીટેઈન કરેલા વાહન માલીકોને ઓછો દંડ ભરવા માટે તેમનાં ફોટામા ભેળસેળ કરી ખોટા દસ્તાવેજા ઉભા કરી વેચતા હતા પોલીસ હાલમાં આ બંને કેટલા લોકોને આવા દસ્તાવેજા બનાવી આપ્યા છે તે દિશામાં તપાસ ચલાવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.