Western Times News

Gujarati News

રાજ્યસભા ચુંટણી : ભાજપના બે ઉમેદવારની જાહેરાત

પ્રતિકાત્મક

અમદાવાદ: ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે ૨૬મી માર્ચના દિવસે યોજાનારી ચુંટણીને લઈને ચાલી રહેલી તૈયારીઓ વચ્ચે ભાજપે આજે ગુજરાતમાંથી અભય ભારદ્વાજ અને રમીલાબેન બારાની રાજ્યસભાના ઉમેદવાર તરીકે નામની જાહેરાત કરી હતી. ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રિય ચુંટણી સમિતિની બેઠક ભાજપ પ્રમુખ જગતપ્રકાશ નડ્ડાના નેતૃત્વમાં આજે મળી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, ગૃહમંત્રી અમિત શાહ, માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી તથ કેન્દ્રિય ચુંટણી સમિતિના અન્ય સભ્યો ઉપસ્થિત  રહ્યા હતા.

કેન્દ્રિય ચુંટણી સમિતિએ આગામી રાજ્યસભાની ચુંટણી માટે આજે નવ ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી જે પૈકી ગુજરાતમાંથી અભય ભારદ્વાજ અને રમીલાબેન બારાના નામની જાહેરાત કરાઈ હતી. મધ્યપ્રદેશમાંથી જ્યોતિરાદિત્ય સિંધિયાના નામની જાહેરાત કરાઈ હતી. જ્યારે રાજસ્થાનમાંથી રાજેન્દ્ર ગહેલોતના નામની જાહેરાત કરી હતી.

કેન્દ્રિય ચુંટણી સમિતિએ આસામન અને મહારાષ્ટ્રની રાજ્યસભા ચુંટણી માટે એક એક સીટ પોતાના સાથી પક્ષો માટે પણ આપી દીધી છે. જેના ભાગરૂપે મહારાષ્ટ્રમાં આરપીઆઈએના રામદાસ અઠવાલેની પસંદગી કરાઈ છે.

જ્યારે આસામમાં બીપીએફના ડાયમરીની પસંદગી કરવામાં આવી છે. છઠ્ઠી માર્ચથી ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત કરવામાં આવી ચુકી છે. ૨૬મી માર્ચના દિવસે સાંજે પાંચ વગે મતગણતરી હાથ ધરવામાં આવશે. ૧૭ રાજ્યોને આવરી લેતી રાજ્યસભાની ચુંટણી માટે કવાયત હાલ ચાલી રહી છે.

ઉમેદવારીપત્ર ભરવાની છેલ્લી તારીખ ૧૩મી માર્ચ રાખવામાં આવી છે. જ્યારે ફોર્મની ચકાસણીની પ્રક્રિયા ૧૬મી માર્ચના દિવસે હાથ ધરાશે. ૧૮મી માર્ચ સુધીમાં ઉમેદવારી ફોર્મ પાછા ખેંચી શકાશે. ત્યારબાદ ૨૬મી માર્ચના દિવસે સવારે નવ વાગ્યથી સાંજે ચાર વાગ્યા સુધી મતદાન થશે.

એજ દિવસે મતગણતરી પાંચ વાગ્યાથી હાથ ધરવામાં આવશે. ગુજરાતમાંથી રાજ્યસભામાં ગયેલા ચાર સાંસદો ભાજપના ચુની ગોહેલ, કોંગ્રેસના મધુસુદન મિ†ી, ભાજપના લાલસિંહ અને ભાજપના શંભુપ્રસાદ ટુંડીયાની અવધિ પૂર્ણ થઈ રહી છે. જેના કારણે ચાર બેઠક પર ૨૬મી માર્ચના દિવસે ચુંટણી યોજાશે. આ ચાર સભ્યોમાં ત્રણ ભાજપના અને એક કોંગ્રેસના છે. વિધાનસભામાં ભાજપની હાલનું સંખ્યાબળ જાતા ભાજપ એક વધારાની બેઠક ગુમાવી શકે છે. કોંગ્રેસને એક બેઠકનો ફાયદો થઈ શકે છે.

આવી સ્થિતિમાં  ભાજપ અને કોંગ્રેસ બંનેને ૨-૨ બેઠક મળી શકે છે. ૧૮ વર્ષ સુધી કોંગ્રેસ પાર્ટીમાં રહ્યા બાદ છેડો ફાડ્યા પછી ભાજપમાં જાડાયેલા જ્યોતિરાદિત્ય સિંધિયાને કલાકોના ગાળામાં જ રાજ્યસભાની ટિકિટ મળી ગઈ હતી.

મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ભાજપ તરફથી રાજ્યસભાના ઉમેદવાર ચુંટી કાઢ્યા હોવાની જાહેરાત કરતા સિંધિયાને શુભેચ્છા પાઠવી હતી. એમ માનવામાં આવી રહ્યું છે કે એક દિવસ પહેલા જ ભોપાલમાં ભજપ વિધનસભા પક્ષની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે સિંધિયાને ભાજપમાં સામેલ કરતાની સાથે જ રાજ્યસભના ઉમેદવાર જાહેર કરવામાં આવશે. જ્યોતિરાદિત્ય સિંધિયાની સાથે હર્ષસિંહને પણ મધ્યપ્રદેશમાંથી રાજ્યસભા માટે ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.