Western Times News

Gujarati News

બ્લેક ફ્રાઈડે : મુંબઈ – દિલ્હી શેરબજાર બંધ કરાયું

શેરબજાર માટે વધુ એક બ્લેક ફ્રાઈડે : બજાર ખુલતાની સાથે જ સેન્સેકસમાં ૩ હજાર પોઈન્ટ અને નીફટીમાં ૯૦૦ પોઈન્ટથી વધુનો કડાકો : સેન્સેકસ અને નીફટીમાં ૧૦ ટકાનો ઘટાડો નોંધાતા બંને પર લોઅર સર્કીટ લદાઈ : એક કલાક માટે શેરબજાર બંધ કરાયું
મુંબઈ: વિશ્વભરના દેશોમાં ફેલાયેલા કોરોના વાયરસના પગલે ઉદ્યોગ જગતમાં કરોડો રૂપિયાનું નુકસાન થઈ રહયું છે ખાસ કરીને ચીન જેવા દેશોમાંથી આયાત અને નિકાસ બંધ થઈ જતા સંખ્યાબંધ ઉદ્યોગો ઠપ થઈ ગયા છે જેની સીધી અસર વિશ્વભરના દેશોના શેરબજાર પર પડી રહી છે. ભારતીય શેરબજારોમાં પણ છેલ્લા ૧૦ દિવસથી ઐતિહાસિક કડાકા બોલી રહયા છે સેન્સેકસ ૪૦ હજાર પોઈન્ટની સપાટી કુદાવી ગયા બાદ કોરોના વાયરસની ઝપેટમાં આવી જતાં છેલ્લા ૧૦ દિવસથી તેમાં સતત ઘટાડો થઈ રહયો છે.

ગઈકાલના ઐતિહાસિક કડાકા બાદ આજે સવારે બજાર ખુલતા જ સેન્સેકસમાં ૩ હજાર પોઈન્ટ અને નીફટીમાં ૯૦૦થી વધુ પોઈન્ટનો કડાકો બોલી જતાં સેન્સેકસ અને નીફટી ઉપર લોઅર સર્કીટ લગાડી દેવામાં આવતા બંને બજારોને એક કલાક માટે બંધ કરી દેવાયા હતાં. શેરબજારમાં હાહાકાર મચી ગયો હતો અને આજે સવારે બજાર ખુલતાની સાથે જ વેચવાલીનો મારો શરૂ થતાં કડાકો બોલી ગયો હતો.
ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં આર્થિક મંદીનું મોજુ ફરી વળ્યું છે

ચીનમાં ફેલાયેલા કોરોના વાયરસના પરિણામે આયાત નિકાસ પર મોટી અસર પડી છે જેના પરિણામે ઉદ્યોગકારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ભારતમાં કાચા માલના અભાવે અનેક ઉદ્યોગો ઠપ થઈ ગયા છે આ ઉપરાંત કોરોના વાયરસના કારણે વધતી જતી કેસોની સંખ્યાથી હવે સરકાર દ્વારા કેટલાક પગલા ભરવામાં આવી રહયા છે જેના પરિણામે દેશભરમાં ભયનો માહોલ જાવા મળી રહયો છે. આ પરિસ્થિતિમાં  ઉદ્યોગ જગતને રોજ અબજા રૂપિયાનું નુકસાન થઈ રહયું છે. ભારતીય શેરબજારમાં તેજીનો માહોલ જાવા મળતો હતો અને એક સમયે સેન્સેકસ ૪૦ હજાર પોઈન્ટની સપાટીએ પહોંચી જતાં દેશનું અર્થતંત્ર ખૂબ જ મજબુત હોય તેવુ મનાતું હતું.

દેશના અર્થતંત્રની પારાસીસી સમાન ભારતીય શેરબજારમાં કોરોના વાયરસનું ગ્રહણ લાગી ગયું છે જેના પરિણામે છેલ્લા ૧૦ દિવસથી મુંબઈ અને દિલ્હી શેરબજારમાં સતત મંદીનો માહોલ જાવા મળી રહયો છે તેમાય ખાસ કરીને છેલ્લા ત્રણ શુક્રવારથી ભારતીય શેરબજાર માટે બ્લેક ફ્રાઈડે સાબિત થઈ રહયા છે. ભારતીય શેરબજારમાં રોજે રોજ ઐતિહાસિક કડાકાઓ બોલતા સેન્સેકસ અને નીફટીમાં નોંધનીય ઘટાડો જાવા મળી રહયો છે. જેના પરિણામે નાના રોકાણકારો બજારથી અલિપ્ત થઈ ગયા છે. જયારે વિદેશી નાણાંકિય સંસ્થાઓ વેચવાલીનો મારો ચલાવી રહી છે. ગઈકાલે ગુરૂવારે મુંબઈ અને દિલ્હી શેરબજારમાં ઐતિહાસિક કડાકો જાવા મળ્યો હતો જેના પરિણામે રોકાણકારોમાં ગભરાટ ફેલાયો હતો

આ પરિસ્થિતિ  બાદ આજે સવારે શેરબજાર ખુલતા જ ફરી એક વખત શુક્રવારનો દિવસ શેરબજાર માટે બ્લેક ફ્રાઈડે સાબિત થયો છે. શેરબજાર ખુલતાની સાથે જ સેન્સેકસમાં ૧૩૦૦ પોઈન્ટ અને નીફટીમાં ૬૪પ પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો આ ઐતિહાસિક ઘટાડાના પગલે શેરબજારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. બજારમાં સતત મંદીના માહોલ વચ્ચે સેન્સેકસ અને નીફટીમાં ઘટાડો જાવા મળતો હતો ૧૩૦૦ પોઈન્ટના કડાકા બાદ સેન્સેકસમાં ર૪૦૦ પોઈન્ટનો કડાકો બોલ્યો હતો. જયારે નીફટીમાં ૭પ૦ પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો જેના પરિણામે રોકાણકારોમાં ગભરાહટ ફેલાઈ ગયો હતો.

સેન્સેકસ ૪૦ હજાર પોઈન્ટની સપાટીએ પહોંચ્યા બાદ કોરોના વાયરસના પગલે સતત કડાકાના કારણે ઘટાડો જાવા મળ્યો છે ગઈકાલે ૩૦ હજાર પોઈન્ટની આસપાસ પહોંચી ગયો હતો અને આજે સવારે બજાર ખુલતા જ તેમાં વધુ કડાકો જાવા મળ્યો હતો ર૪૦૦ પોઈન્ટના કડાકા બાદ પણ વેચવાલીનો મારો યથાવત રહેતા સેન્સેકસમાં ૩૧૦૦ પોઈન્ટ અને નીફટીમાં ૯૬૬ પોઈન્ટનો કડાકો બોલતા સેન્સેકસમાં ૧૦ ટકા અને નીફટીમાં પણ ૧૦ ટકાનો કડાકો બોલી ગયો હતો જેના પગલે તાત્કાલિક મુંબઈ અને દિલ્હી શેરબજારને ૧ કલાક માટે બંધ કરી દેવાયા છે.

મુંબઈ અને દિલ્હી શેરબજારમાં આજે બોલેલા ઐતિહાસિક કડાકાના પગલે લોઅર સર્કીટ લગાડી દેવામાં આવી છે અને સવારે બજાર ખુલતા જ ગણતરીની મીનીટોમાં જ બંને શેરબજારો બંધ કરી દેવામાં આવ્યા છે એફઆઈઆઈ દ્વારા આજે પણ સતત વેચવાલીનો મારો ચલાવવામાં આવ્યો હતો જેના પગલે તમામ સ્ક્રીપ્ટોના ભાવોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે આજે બજાર ખુલતાની સાથે જ નોંધાયેલા કડાકાથી રોકાણકારોને રૂ.૪ લાખ કરોડનું નુકશાન થયું છે જયારે ગઈકાલે ૧૦ લાખ કરોડનું નુકશાન થયું હતું. ગઈકાલે સેન્સેકસમાં ૮ ટકાનો ઘટાડો નોંધાયો હતો પરંતુ આજે શેરબજાર ખુલતાની સાથે જ સેન્સેકસમાં ૧૦ પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો જેના પગલે સેન્સેકસ અને નીફટી બંનેમાં લોઅર સર્કીટ લગાડી દેવામાં આવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.