Western Times News

Gujarati News

અમદાવાદમાં મકાનોના ભાવમાં પ વર્ષમાં ર-૪ ટકા સુધીનો વધારો

Files Photo

નવીદિલ્હી: ન્યુઝકોર્પનું પીઠબળ ધરાવતી રીયલ્ટી પોર્ટલ પ્રોપટાઈગરના રીપોર્ટ અનુસાર ગુરુગ્રામમાં મકાનોના ભાવ છેલ્લાં પાંચ વર્ષમાં ૭ ટકા ઘટયા છે. અને નોઈડામાં ૪ ટકા ઘટયા છે. માંગમાં નરમાઈ રેસીડેન્શીયલ પ્રોજેકટસન પુરા કરવામાં વિલંબ અનેક મોટા ડેવલપર્સન નાદાર થઈ જવાને કારણે ભાવ ઘટયા હતા.

ગુરુગ્રામ અને હરીયાણામાં મકાનોના સરેરાશ ભાવ માર્ચ ર૦૧પની સરખામણીમાં ૭ ટકા ઘટીને ચોરસફુટ દીઠ રૂ.પર૩૬ થયા હતા. નોઈડામાં ભાવ ૪ ટકા ઘટીને ચોરસફુટ દીઠ રૂ.૩,૯રર થયા હતા. જાકે હૈદરાબાદમાં મકાનોના ભાવ સરેરાશ ૪૦ ટકા ઉછળીને ચોરસફુટ દીઠ રૂ.પ,૩૧૮ થઈ ગયા હતાં.મુંબઈમાં સરેરાશ ભાવ ૧પ ટકા વધીને રૂ.૯,૪૪૬ થઈ ગયા હતા. બેગ્લુરુમાં સરેરાશ ભાવ ૧૧ ટકા વધીને રૂ.પ,૧૯૪ થયા હતા. અમદાવાદ, ચેન્નાઈ, કોલકત્તા અને પુણે જેવા શહેરોમાં છેલ્લાં પાંચ વર્ષમાં મકાનોના ભાવ-ર-૪ ટકાનો વધારો થયો હતો. પ્રોપટાઈગરે કહયું હતું કે ભારતના મોટાભાગના શહેરોમાં પ્રાઈમ રેસીડેન્સીશયલ માર્કેટમાં પ્રોપર્ટી વેલ્યુમાં છેલ્લાં પાંચ વર્ષમાં ધીમો ગ્રોથ જાવા મળ્યો છે. આર્થિક નરમાઈ અપેક્ષા કરતાં વધુ સમય રહી હોવાને કારણે ભાવ પર અસર થઈ હતી.

રીપોર્ટ અનુસાર હૈદરાબાદમાં મકાનોના ભાવમાં જે નોધપાત્ર ૪૦ ટકા જેવો વધારો થયો તેનું કારણ ર૦૧પમાં તેની બેઝ પ્રાઈઝ ખાસ્સી નીચી હતી. આ ઉપરાંત અલગ તેલંગણા રાજય થયું હતું તેને કારણે પણ ભાવ વધ્યા હતા. દેશની ફાર્મા કેપીટલ ગણાતા હૈદરાબાદમાં આટલી વૃદ્ધિ પછી પણ તેના ભાવ અન્ય શહેરોના ભાવની આસપાસ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.