Western Times News

Gujarati News

યુપીમાં કોરોનાને લઈને યોગી સરકારની મોટી જાહેરાત, 22 માર્ચ સુધી તમામ શાળા-કોલેજ બંધ

લખનૌ, ઉત્તર પ્રદેશના ઘણા શહેરો કોરોના વાઇરસની ઝપેટમા આવી ગયા છે. જેના લીધે યોગી સરકારે કોરોના વાઇરસને મહામારી જાહેર કરી દીધી છે. એના સિવાય બધી સ્કુલ અને કોલેજમા 22 માર્ચ સુધી બંધ રાખવા માટે આદેશ જાહેર કર્યો છે. લખનઉંમા અધિકારીઓની સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે યોજેલી બેઠકમા નિર્ણય કરેલો છે. આ નિર્ણય લીધા બાદ તેની સમિક્ષા કરવામા આવશે, જેના પછી આગળના નિર્ણયો લેવામા આવશે.

મીટીગ બાદ CM યોગી આદિત્યનાથએ પ્રેસ કોન્ફરન્સ પર જણાવ્યુ કે, યૂપીમા અત્યાર સુધીમા કોરોના વાઇરસના 11 કેસો સામે આવ્યા છે. વાઇરસથી સંક્રમિત 10ની સારવાર દિલ્હી અને 1ની સારવાર લખનઉં સ્થિત કિંગ જોજ મેડિકલ યૂનિવર્સિટીમા ચાલી રહ્યો છે. કોરોનાથી લડવા માટે અમે લગભગ દોઢ મહિનાથી તેયારી કરી રહ્યા છિએ અને અમારી પાસે બચાવ માટેના તમામ ઉપાય છે. 24 મેડિકલ કોલેજમા 448 બર્થ રિઝર્વ્ડ કરી છે. આ મેડિકલ કોલેજમા સેમ્પલના તપાસની પણ સુવિધા છે.

યૂપીમા કોરોના વાઇરસના હજુ સુધીમા કેટલાક કેસો સામે આવ્યા છે, જેમા આગ્રા અને લખનઉં કેસ છે. આ પહેલા ઉત્તરાખંડ સરકારે 12મા સુધી બધી સ્કુલ અને કોલેજને 31 માર્ચ સુધી બંધ રાખવા માટે આદેશ આપ્યો હતો. આ દરમ્યાન કેવળ બોર્ડની પરિક્ષા જ લેવામા આવશે. WHOએ કોરોના વાઇરસને મહામારી જાહેર કર્યા પછી દિલ્હી અને હરિયાણાની સરકારે તમામ સ્કુલ, કોલેજ, સિનેમા હોલને બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.