Western Times News

Gujarati News

વૈશ્વિક મહામારી સ્વાઈનફલુના એક દાયકામાં માત્ર ૧ લાખ ૪૦ હજાર કેસ

Files Photo

“ડરના મના હૈ ! ” :સ્વાઈનફલુ કરતા કોરોના નો મૃત્યુદર ઓછોઃ બંને વાયરસના લક્ષણો લગભગ એક સમાન

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ: વિશ્વના ૧૭૦ કરતા વધુ દેશો ને બાનમાં લેનાર કોરાના વાયરસના બે કન્ફર્મ કેસ ગુજરાતમાં પણ નોધાયા છે. જેના પગલે રાજય સરકારના અધિકારીઓ દોડતા થઈ ગયા છે. કોરોના વાયરસના પ્રભાવને ઓછો કરવા માટે સરકાર તથા સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ દ્વારા છેલ્લા ૧પ-ર૦ દિવસથી સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહયા છે. તેમ છતાં રાજયમાં કોરાનાનો પગપેસારો થયો છે.


જેના કારણે નાગરીકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. કોરોના વાયરસથી પ્રભાવિત દેશોમાં મોટી સંખ્યામાં મૃત્યુ થયા હોવાના અહેવાલો બહાર આવે છે જેના કારણે “પેનીક” પણ મળે છે. કોરોના નો મૃત્યુદર બે થી અઢી ટકા જેટલો હોવાના દાવા થઈ રહયા છે. તેમ છતાં અપૂરતી માહિતીના અભાવે અફવાઓનું બજાર ગરમ થાય છે. તથા દહેશતનો માહોલ વધી રહયો છે.

પરંતુ એક દાયકા પહેલા એટલે કે લગભગ ર૦૦૮-ર૦૦૯ તરફ દૃષ્ટિપાત કરીએ તો કોરોના કરતા પણ વધુ આતંક એચ-૧એન-૧ વાયરસે મચાવ્યો હતો. તથા સમગ્ર વિશ્વને બાનમાં લીધું હતું. ભારતમાં જ છેલ્લા એક દાયકા દરમ્યાન સ્વાઈનફલુના એક લાખ કરતા વધુ કેસ અને દસ હજાર કરતા વધુ મરણ નોધાયા છે. સ્વાઈનફલુનો મૃત્યુદર લગભગ આઠ ટકા જ આસપાસ રહે છે. તેથી તેને કોરોના કરતા પણ વધુ ખતરનાક માનવામાં આવે છે.

ચીનથી શરૂ થયેલ કોરોના વાયરસ વૈશ્વિક મહામારી બની ચૂકયો છે. તથા યુરોપના અનેક દેશો તેના સકંજામાં આવી ગયા છે. કોરોના વાયરસ ના લક્ષણો મહ્‌દઅંશે એચ-૧ એન-૧ જેવા જ છે. વિશ્વમાં એચ-૧ એન-૧ વાયરસના ર૦૦૯ના વર્ષમાં ત્રાટકયો હતો.તથા તે વરસે ભારતમાં જ સ્વાઈનફલુ ના ર૭ર૩૬ કેસ નોધાયા હતા. જયારે ૯૮૧ દર્દીના મૃત્યુ થયા હતા. કોરોના વાયરસમાં ત્રણ ટકા મૃત્યુદર છે. જેની સામે એચ-૧ એન-૧ વાયરસ વધુ ઘાતક સાબિત થયા છે. તેથી “કોરોના” વાયરસથી ડરવા કરતા તેની સામે લડવા અને સાવચેતી રાખવી જરૂરી છે. દેશ ના તમામ રાજયોમાં સ્વાઈનફલુની જાવા મળે છે.

દેશમાં સ્વાઈનફલુનો પ્રથમ કેસ મે-ર૦૦૮માં કન્ફર્મ થયો હતો મે-ર૦૦૯થી માર્ચ -ર૦૧૩ સુધી સ્વાઈનફલુના પ૬૪૧૭ કેસ કન્ફર્મ થયા હતા જયારે ૩પ૩૦ દર્દીના મૃત્યુ થયા હતા. ર૦૦૯ અને ર૦૧૦માં સ્વાઈનફલુના ર૦-ર૦ હજાર કરતા વધારે કેસ નોધાયા હતા.જયારે ર૦૧૧માં માત્ર ૬૦૩,ર૦૧રમાં પ૦૪૪ અને ર૦૧૩ (માર્ચ) માં ર૯૩૦ કેસ જ નોધાયા હતા. આ ર૦૦૯થી ર૦૧૩ દરમ્યાન સ્વાઈનફલુના સૌથી વધુ ૧૩૧૦૭ કેસ મહારાષ્ટ્રમાંથી બહાર આવ્યા હતા. દિલ્હીમાં ૧ર૩૮૩, કર્ણાટકમાં પ૪૬૯, રાજસ્થાનમાં પ૭૩૬ તથા ગુજરાતમાં ર૮૭૪ કેસ નોધાયા હતા.

ર૦૧૪માં પણ સ્વાઈનફલુના કેસમાં ઘટાડો થયો હતો. તથા સમગ્ર વર્ષ દરમ્યાન ૯૩૭ કેસ અને ર૧૮ મૃત્યુ થયા હતા. દેશમાં ર૦૧પ,ર૦૧૭ અને ર૦૧૯માં સ્વાઈનફલુ વધુ ઘાતક બનીને ત્રાટકયો હતો. ર૦૧પની સાલમાં સ્વાઈનફલુના ૪રપ૯ર કેસ અને ર૯૯૦ મૃત્યુ, ર૦૧૭માં ૩૮૮૧૧ કેસ અને રર૭૦ મૃત્યુ તથા ર૦૧૯માં ર૯૭૯૮ કેસ તથા ૧ર૧૮ મૃત્યુ નોધાયા હતા.

આમ ર૦૦૯થી ર૦૧૯ સુધીના સમયગાળા દરમ્યાન સ્વાઈનફલુના વાયરસ માત્ર પાંચ વખત જ ઘાતક બન્યા છે. જયારે ર૦૧૧,ર૦૧ર, ર૦૧૩, ર૦૧૪, ર૦૧૬ અને ર૦૧૮માં સ્વાઈનફલુનો રોગચાળો નિયંત્રણમાં રહયો છે. ર૦૦૯થી ર૦૧૯ સુધી સ્વાઈનફલુના કુલ ૧૪રપ૪૯ કેસ કન્ફર્મ થયા છે. જયારે ૧ર૦ર૯ મૃત્યુ થયા છે. આમ, કોરોના વાયરસનો મૃત્યુદર એચ-૧ એન-૧ કરતા ઘણો જ ઓછો છે. નિષ્ણાંતોના મંતવ્ય મુજબ બંને વાયરસના લક્ષણો સમાન છે. સાવચેતીના પગલા જ તેનો વ્યાપ અટકાવી શકે છે.

કોરોના અને સ્વાઈનફલુ અંતે ચેપી રોગ છે. તથા તેના લક્ષણો પણ લગભગ સમાન છે. ગળામાં દુઃખાવો નાકમાંથી પાણી નીકળવું, ઉધરસ, તાવ જેવા લક્ષણો બંને વાયરસમાં જાવા મળે છે. તેનાથી બચવા માટે એકબીજાનો સંપર્ક ટાળવો, હાથ ન મિલાવવા, છીંક-ઉધરસ આવે ત્યારે રૂમાલ રાખવો વગેરે જરૂરી છે. સ્વાઈનફલુથી રક્ષણ મેળવવા માટે ગરમી પાણી પીવા તથા મીઠાના પાણીના કોગળા કરવા માટે સુચના આપવામાં આવે છે.

કોરોના માટે પણ નિષ્ણાંતોની સલાહ બાદ આ પ્રયોગ કારગત નીવડી શકે છે. સ્વાઈનફલુ અને કોરોનાથી બચવા માટે રોગપ્રતિકારક શકિત જરૂરી છે. નાના બાળકો ૬૦ કે તેથી વધુ ઉંમરના વડીલ, સગર્ભા †ી તથા ડાયાબીટીસ-હાઈપર ટેન્શન ના દર્દી તેની ૪૩પરમાં જલ્દી આવી શકે છે. સ્વાઈનફલુ માટે જે તે સમયે કરવામાં આવેલા સર્વે મુજબ એચ-૧એન-૧ વાયરસ થી જે લોકોના મૃત્યુ થયા હતા.

તેમાં ૧૪ ટકા સગર્ભા †ી, રર ટકા ડાયાબીટીસના દર્દી, ૬ ટકા ફેફસાના દર્દી, ૧ર ટકા હાયપર ટેન્શનથી પીડિત તથા ૧૩ ટકા હૃદયરોગના દર્દી હતા જયારે જેને કોઈપણ રોગ ન હોય તેવા દર્દીઓની સંખ્યા ૩૦ હતી. દેશમાં ર૦૦૯ની સાલમાં સ્વાઈનફલુનો પ્રથમ કેસ નોધાયો હતો. દેશવાસીઓ ર૦૦૯થી ર૦ર૦ સુધી સાવચેતીના તમામ નિર્દેશોનું પાલન કરીને એચ-૧એન-વાયરસને લડત આપી રહયા છે.

કોરોના વાયરસ માટે પણ આ જ કાર્ય કરવાનું રહે છે. તેનાથી ડરવા કરતા સાવચેતીના પગલા લઈને તેને લડત આપવાની જરૂર છે. ર૦૦૮-૦૯માં સ્વાઈનફલુને પણ વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવી હતી ર૦ર૦માં “કોરોના” ને મહામારી જાહેર કરવામાં આવી છે. સ્વાઈનફલુ સમયે પણ અખબાર, દુધની થેલી વગેરે પર વાયરસ ર૪ કલાક રહેતા હોવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા.

કોરોના માટે પણ આ જ ગાઈડલાઈન છે. સલામતી અને સાવચેતીના કારણે જ ર૦૦૯થી ર૦૧૯ સુધી સ્વાઈનફલુના ૧ લાખ ૪૦ હજાર જ કેસ નોધાયા છે. જે કેન્સર, હૃદયરોગ કે અન્ય બીમારી કરતા કદાચ ઓછા જ હશે. તેથી જ ડરો નહી પરંતુ લડો અને કોરોના ને હરાવો તે સુત્ર હંમેશા મન માં રાખો…


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.