Western Times News

Gujarati News

ગુજરાતમાં કોરોના ત્રીજા સ્ટેજમાંઃ કેસોનો વિસ્ફોટ થશે

Files Photo

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: દેશભરમાં કોરોનાના કહેર વચ્ચે દેશના ૭પ જીલ્લામાં ‘લોકડાઉન’ જાહેર કરવામાં આવ્યુ છે. ગુજરાતમાં પણ કોરોના ત્રીજા સ્ટેજમાં પ્રવેશતા હવે કોરોનાના કેસોમાં ચિંતાજનક વધારો થાય એવું તબીબ નિષ્ણાંતો માની રહ્યા છે. અને ગુજરાતમાં આ પરિÂસ્થતિને પહોંચી વળવા માટે ખાસ કરીને તબીબી વ્યવસ્થા ઉભી કરવા માટે સરકારી તંત્ર તનતોડ મહેનત કરી રહ્યુ છે. સાથે સાથે કોરોના સામે લોકોમાં જાગૃતિ આવે એ માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.

ગઈકાલેના જનતા કર્ફ્યુ બાદ આજે સવારથી જ નાગરીકો આવશ્યક ચીજવસ્તુઓ ખરીદવા લોકો ભારે પડાપડી કરી રહ્યા છે. ગુજરાત સરકાર દ્વારા રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લોકડાઉન જેવી સ્થિતિ કરવા માટે તૈયારી કરી રહી છે.

દરમ્યાનમાં ગુજરાતમાં ત્રીજા સ્ટેજમાં કોરોનાના પ્રવેશની સાથે રાજ્ય સરકાર ભારે સતર્ક થઈ ગઈ છે. ગઈકાલે ફાયરબ્રિગેડ દ્વારા મોટાભાગના વિસ્તારોમાં રોડ-રસ્તા સહિતની સફાઈની ઝુંબેશ હાથ ધરાઈ હતી. તેમ છતાં સાંજના સમયે લોકો રોડ ઉપર ઉતરી આવ્યા હતા. તેને કારણે ખુદ રાજ્યના મુખ્યમંત્રીએ ચિંતા વ્યક્ત કરી હતી.

હવે કોરોના ત્રીજા તબક્કામાં પ્રવેશતા જ લોકો ચેતશે નહીં તો આંતરીક ચેપ લાગવાની શરૂઆત થઈ જશે. જેને લઈને આગામી દિવસોમાં સ્ફોટક પરિÂસ્થતિનું નિર્માણ થઈ શકે છે. કારણ કે લોકો હજુ પણ રાજય-કેન્દ્ર સરકાર તથા કોર્પોરેશને જાહેર કરેલ ગાઈડલાઈનને અનુસરતા નથી. માસ્ક વિના લોકો મોટી સંખ્યામાં ફરી રહ્યા છે.

ખાસ કરીને સવારે દૂધ-શાકભાજી લેવા આવે છે ત્યારે પણ માસ્ક કે રૂમાલ મોં પર બાંધવાની તસ્દી પણ લેતા નથી. જે સોસાયટીઓમાં-ફલેટોમાં શંકાસ્પદોને ‘ક્વોરેન્ટાઈન’ કરાયા છે તેવી સોસાયટી-ફલેટોની અંદર રહેતા લોકો પણ તકેદારી રાખતા નથી. રાજ્ય સરકારે રાજ્યના છ જીલ્લાઓ, અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત , કચ્છ, ગાંધીનગરને લોકડાઉન કરી દીધું છે. જીવનજરૂરી ચીજવસ્તુઓ-આવશ્યક દુકાનો અને અને શાકભાજી દૂધને તેમાંથી છૂટ આપવામાં આવી છે. તેમ છતાં લોકો આ સિવાયની દુકાનો ખોલી રહ્યા હોય તેવું જણાઈ રહ્યા છે. અમુક સ્થળોએ સવારે ચા ની કીટલીઓ શરૂ થઈ હતી. જા કે અપવાદ-સ્થાનો સિવાય તમામ સ્થાનો પર સવારથી જ જડબેસલાક બંધની  સ્થિતિ  છે.

દરમ્યાનમાં ખાનગી ઓફિસો બંધ રાખવા માટે આદેશ આપવામાં આવ્યો છે. તેમ છતાં અવઢવની સ્થિતિ  હોવાથી ઓફિસ સ્ટાફ ચિંતીત છે. પરંતુ કોર્પોરેશને સ્પષ્ટ જણાવ્યુ છે કે ખાનગી ઓફિસો ખોલવામાં આવશે તો તેની સામે કાયદાકીય પગલાં લેવામાં આવશે.

કોરોના ત્રીજા તબક્કામાં પ્રવેશની લગભગ શરૂઆત થઈ ગઈ છે. તેથી આંતરીક ચેપ લાગવાની શરૂઆત થઈ જશે. આગામી દિવસોમાં સ્ફોટક સ્થિતિનું   નિર્માણ થાય એવી ચિંતા વ્યક્ત કરાઈ રહી છે. તેથી જ આગામી દિવસોમાં સરકાર કડક પગલાં લે એવી સંભાવના છે.

સ્વાભાવિક છે કે લોકો ગાઈડલાઈનને અનુસરતા નહીં હોવાથી રાજ્ય સરકાર હજુ કડક પગલાં લેશે. કારણ કે લોકજાગૃતિનો અભાવ જાવા મળી રહ્યો છે. કોરોના ત્રીજા સ્ટેજમાં પહોંચતા કોરોનાના કેસોની સંખ્યામાં વધારો થાય એવી સંપૂર્ણ સંભાવનાઓ છે. અને તેથી જ સતર્ક વહીવટી તંત્રએ હોસ્પીટલોમાં બેડની સંખ્યા વધારી છે.

બીજી તરફ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોેરશનના કમિશ્નર વિજય નહેરાને સત્તાઓ આપવામાં આવી છે. જે લોકો સરકારની ગાઈડલાઈન અનુસરશે નહીં તેમની સામે કડક હાથે કામ લેવામાં આવશે. ગુજરાતમાં વિદેશથી આવલા લોકોની Âસ્થતિ અંગે ચેકીંગ કરાઈ રહ્યુ છે.

દરમ્યાનમાં હવે ટૂંકમાં જ આરોગ્ય કર્મચારીઓ જ્યાં જરૂરી લાગશે ત્યાં પ્રાયોરીટીના ધોરણે ઘરે ઘરે જઈને ચેકીંગ હાથ ધરશે. જેમાં જરૂર પડ્યે શિક્ષકો, આંગણવાડી કર્મચારીઓનો સહયોગ લેવાય એવી શક્યતાઓ છે. તેઓએ સારવાર આપવાની નથી. માત્ર જાણકારી મેળવીને તંત્રને સુપ્રત કરવાની છે. જા કે આ અંગે સત્તાવાર જાહેરાત થઈ નથી પણ આ પ્રકારની એક ચર્ચા પણ ચાલી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.