Western Times News

Gujarati News

વિશ્વ કોરોનાથી ત્રાહિમામ છે અહીંયા લોકો દારૂડિયાઓથી ત્રસ્ત

મોડાસાના બોલુન્દ્રા સરપંચે દારૂડિયાઓને કાબુ લેવા પોલીસને લખ્યો પત્ર      

ભિલોડા:  સમગ્ર વિશ્વ હાલ કોરોના વાઈરસની મહામારી સામે ઝઝૂમી રહ્યું છે ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવના ૭૩ દર્દી કોરોનાગ્રસ્ત છે જ્યારે 6 લોકોને કોરોના ભરખી ગયો છે કોરોના અટકાવવા ૨૧ દિવસનું લોકડાઉન જાહેર થતા પોલીસતંત્ર કોરોનાને પ્રસરતો અટકાવવા કામગીરીમાં લાગી ગઈ છે પોલીસની કામગીરી બદલાતા દારૂબંધીની ઝુંબેશને બ્રેક લાગી છે.બીજી બાજુ કેટલાક બુટલેગરોએ દારૂ પીવાથી કોરોના વાયરસ મરે છે તેવી પોસ્ટ સોશ્યલ મીડિયામાં વાઈરલ કરી કોરોનાની મહામારીમાં પણ બુટલેગરો ધંધામાં તેજી લાવી દીધી છે ત્યારે અરવલ્લી જીલ્લાના મોડાસા તાલુકાના બોલુન્દ્રા ગ્રામ પંચાયત વિસ્તારમાં દેશી-વિદેશી દારૂનો વેપલો કરતા અને દારૂ પીને દારૂડિયાઓ બિભસ્ત વર્તન કરતા હોવાથી સરપંચે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં પત્ર લખી અસામાજિક તત્વો સામે પ્રોહોબિશન કાર્યવાહી કાર્યવાહી કરવામાં આવેની માંગ કરી છે

 અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર લોકડાઉનની અમલવારીની કામગીરીમાં અટવાતા બુટલેગરો બિન્દાસ્ત બન્યા છે દેશી-વિદેશી દારૂની રેલમછેલ કરી લોકડાઉનમાં દારૂના બંધાણીઓ પાસેથી મનફાવે તેટલા રૂપિયા પડાવી ખિસ્સા ભરી રહ્યા છે જાગૃત લોકો લોકડાઉનમાં બુટલેગરોના દેશી-વિદેશી દારૂના અડ્ડા બંધ કરાવવામાં આવેની પોસ્ટ સોશ્યલ મીડિયામાં પણ કરી રહ્યા છે

 મોડાસા તાલુકાના બોલુન્દ્રા ગામે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ને ઉલ્લેખીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે બોલુન્દ્રા ગ્રામ પંચાયત વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા દારૂનો  ધંધો ધમધમી રહ્યો છે અને દારૂ ઢીંચીને કેટલાક દારૂડિયાઓ  બિન્દાસ્ત બની ગામ વચ્ચે બિભસ્ત વર્તન કરતા હોવાથી ગ્રામજનો દારૂડિયાઓથી તોબા પોકારી ઉઠ્યા હોવાથી દારૂડિયાઓ અને દારૂ વેચાણ કરતા બુટલેગરોની ધરપકડ કરવામાં આવેની માંગ કરી આ અંગે ટીંટોઈ આઉટ પોસ્ટ માં જાણ કરવા છતાં કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતા મોડાસા રૂરલ પોલીસને પત્ર લખી જાણ કરવી પડી છે અને આ પત્રને ધ્યાને લઇ તાકીદે કાર્યવાહી કરવામાં આવેની માંગ કરતો બોલુન્દ્રા ગ્રામ પંચાયતના લેટરપેડ પર લખેલ સોશ્યલ મીડિયામાં વાઈરલ થયો હતો.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.