Western Times News

Gujarati News

477 રેકમાં અંદાજે 13.36 લાખ મેટ્રિક ટન ખાદ્યાન્નનું પરિવહન કરાયું

આજે 69 રેલ રેકમાં સામાન લઇ જવાયો, 24 માર્ચે લૉકડાઉનની શરૂઆત થઇ

કોવિડ-19 મહામારીના ઉપદ્રવના કારણે લાગુ લૉકડાઉન દરમિયાન સમગ્ર દેશમાં ખાદ્યાન્નનો પૂરવઠો વિના અવરોધે જાળવી રાખવાનું FCI એ સુનિશ્ચિત કર્યું

નવી દિલ્હી,  ફુડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (FCI) લૉકડાઉનના સમય દરમિયાન સમગ્ર દેશમાં ઘઉં અને ચોખાનો પૂરવઠો વિના અવરોધે જાળવી રાખવાનું સુનિશ્ચિત કરી રહ્યું છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા અધિનિયમ (NFSA) હેઠળ દરેક લાભાર્થીને દર મહિને 5 રૂપિયા કિલોના ભાવે ખાદ્યન્ન પૂરું પાડવાની જરૂરિયાતને પહોંચી વળવા માટે FCI સંપૂર્ણ સજ્જ હોવા ઉપરાંત, આગામી 3 મહિના સુધી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત 81.35 કરોડ લોકોને વ્યક્તિ દીઠ 5 રૂપિયા કિલોના ભાવે પૂરવઠો પહોંચાડવાની વધારાની માંગને પહોંચી વળવા માટે પણ તૈયાર છે. 02.04.2020ના રોજ સુધીમાં FCI પાસે 56.24 મિલિયન MT (MMT) ખાદ્યાન્ન (30.64 MMT ચોખા અને 24.6 MMT ઘઉં)નો જથ્થો હોવાનું નોંધવામાં આવ્યું છે.

FCI સમગ્ર દેશમાં ખાસ કરીને રેલવેના માધ્યમથી ઘઉં અને ચોખાનો પૂરવઠો ઝડપથી પહોંચાડવાની તૈયારી કરીને ખાદ્યન્નની વધતી માંગને પહોંચી વળવા માટે સક્ષમ છે. આજે એટલે કે 03.04.2020ના રોજ કુલ 69 રેક ભરીને સામાન પહોંચાડવામાં આવ્યો હતો જેમાં અંદાજે 1.93 લાખ મેટ્રિક ટન (LMT) ખાદ્યાન્નનો જથ્થો લઇ જવાયો હતો. 24.03.2020ના રોજ અમલમાં મૂકવામાં આવેલા લૉકડાઉનથી અત્યાર સુધીમાં FCI દ્વારા 477 રેકમાં અંદાજે 13.36 લાખ મેટ્રિક ટન જથ્થો દેશના વિવિધ ભાગોમાં પહોંચાડવામાં આવ્યો છે.

ક્રમ રાજ્ય ચોખા ઘઉં કુલ
રેકની સંખ્યા જથ્થો (LMTમાં) રેકની સંખ્યા  (LMTમાં) રેકની સંખ્યા જથ્થો (LMTમાં)
1 પંજાબ 114 3.19 108 3.02 222 6.22
2 હરિયાણા 34 0.95 59 1.65 93 2.60
3 ઉત્તરાખંડ 6 0.17 0 0 6 0.17
4 આંધ્રપ્રદેશ 15 0.42 0 0 15 0.42
5 તેલંગાણા 53 1.48 0 0 53 1.48
6 મધ્યપ્રદેશ 0 0 33 0.92 33 0.92
7 છત્તીસગઢ 28 0.78 0 0 28 0.78
8 ઓડિશા 27 0.76 0 0 27 0.76
કુલ 277 7.76 200 5.60 477 13.36

લૉકડાઉનના સમયગાળા દરમિયાન મોકલવામાં આવેલા ખાદ્યાન્નના જથ્થાની રાજ્ય અનુસાર વિગતો નીચે દર્શાવ્યા પ્રમાણે છે:-

ક્રમ રાજ્ય ચોખા ઘઉં કુલ
રેકની સંખ્યા જથ્થો (LMTમાં) રેકની સંખ્યા જથ્થો (LMTમાં) રેકની સંખ્યા જથ્થો (LMTમાં)
1 બિહાર 47.5 0.38 13.5 1.33 61 1.71
2 ઝારખંડ 6 0.71 25.5 0.17 31.5 0.88
3 ઓડિશા 1 0 0 0.03 1 0.03
4 પશ્ચિમ બંગાળ 48 0.08 3 1.34 51 1.43
5 ઉત્તર પૂર્વ 2.75 0.93 33.25 0.08 36 1.01
6 જમ્મુ અને કાશ્મીર 0 0.08 3 0 3 0.08
7 રાજસ્થાન 1 0 0 0.03 1 0.03
8 ઉત્તરપ્રદેશ 49 0.31 11 1.37 60 1.68
9 ઉત્તરાખંડ 2 0 0 0.06 2 0.06
10 તેલંગાણા 2 0 0 0.06 2 0.06
11 કર્ણાટક 6 1.04 37 0.17 43 1.20
12 કેરળ 5 0.56 20 0.14 25 0.70
13 તામિલનાડુ 2 0.67 24 0.06 26 0.73
14 ગુજરાત 13 0.48 17 0.36 30 0.84
15 મહારાષ્ટ્ર 8 0.50 18 0.22 26 0.73
કુલ 193.3 5.75 205.3 5.41 398.5 11.16

FCI દ્વારા મુક્ત બજાર વેચાણ યોજના (OMSS) હેઠળ ઇ-હરાજી કરવામાં આવી રહી છે જેથી યાદીમાં સામેલ રોલર ફ્લોર મીલો/ રાજ્ય સરકારોને પૂરતા પ્રમાણમાં ઘઉંનો જથ્થો પહોંચાડીને બજારમાં પૂરવઠા સંબંધિત અવરોધોને દૂર કરી શકાય. 31.03.2020ના રોજ યોજાયેલી છેલ્લી ઇ-હરાજીમાં 1.44 LMT ઘઉં માટે બીડ પ્રાપ્ત કરવામાં આવી છે.

કોવિડ-19 મહામારીના ઉપદ્રવને ધ્યાનમાં રાખીને, નિયમિત ઇ-હરાજી ઉપરાંત, જિલ્લા મેજિસ્ટ્રેટ/ કલેક્ટરોને OMSS અનામત કિંમતે સીધા જ FCI ડીપોમાંથી સામાન ઉપાડવાની સત્તા આપવામાં આવી છે જેથી રોલર ફ્લોર મીલ અને ઘઉંના ઉત્પાદનોના અન્ય ઉત્પાદકોની જરૂરિયાતો સંતોષી શકાય. અત્યાર સુધીમાં 100147 મેટ્રિક ટન ઘઉં નીચે ઉલ્લેખ કરેલા રાજ્યોમાં આ રૂટથી ફાળવવામાં આવ્યા છે:


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.