Western Times News

Gujarati News

સરકારી મહિલા ડોકટર કોરોનામાં સપડાયા

અમદાવાદ શહેરની સરહદો સીલ

અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ચિંતાજનક રીતે વધી રહી છે જેના પરિણામે મ્યુનિ. કોર્પો. દ્વારા ડોર ટુ ડોર સરવેની કામગીરી છેલ્લા બે દિવસની સધન બનાવવામાં આવી છે અને જે વિસ્તારમાંથી કોરોનાનો કેસ નોંધાય તેને જ સીલીંગ કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ડોર ટુ ડોર સરવે ઉપરાત શંકાસ્પદ ર્દદીઓના રિપોર્ટ ટેસ્ટીંગમાં મોકલવામાં આવી રહ્યાં છે આ કાર્યવાહી દરમિયાન શહેરના નવાવાડજ વિસ્તારમાં રહેતા અને સરકારી તબીબ તરીકે ફરજ બજાવતા એક મહિલા ડોકટરનો રિપોર્ટ પોઝિટિવ આવતા મ્યુનિ. અધિકારીઓ ચોંકી ઉઠ્યા છે. આ તબીબના ફલેટને કોરોન્ટાઈન કરીને સેનેટાઈઝેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

અમદાવાદ શહેરમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ખૂબ જ ઝડપથી વધતા મ્યુનિ. તંત્ર દ્વારા કેટલાક મહત્વપૂર્ણ એક્શન પ્લાન ઘડવામાં આવ્યા છે ખાસ કરીને ગઈકાલથી ડોર ટુ ડોર સરવેનું મેગા ઓપરેશન શરૂ કરાયું છે આ ઉપરાંત પેન્ડીંગ પડેલા ટેસ્ટની પ્રક્રિયા ઝડપી કરવામાં આવી છે. આ પ્રક્રિયાના કારણે ગઈકાલે અમદાવાદમાં કોરોનાના કેસોનો વિસ્ફોટ થયો હતો અને એક જ દિવસમાં પ૯ કેસો નોંધાયા હતા. આજ પ્રક્રિયા સતત ચાલુ રાખવામાં આવનાર છે. જેના પરિણામે મ્યુનિ. કમીશ્નરે દહેશત વ્યક્ત કરી છે કે અમદાવાદ શહેરમાં હજુ પણ કોરોનાના કેસોની સંખ્યા ચિંતાજનક રીતે વધશે આ પરિÂસ્થતિમાં એક ચોંકાવનારી વિગત બહાર આવી છે. શહેરના નવાવાડજ વિસ્તારમાં રહેતા એક મહિલા તબીબમાં કોરોનાના શકાસ્પદ લક્ષણો જણાતા તેમનો રિપોર્ટ ટેસ્ટીંટ માટે મોકલવામાં આવ્યો હતો આજે સવારે આ રિપોર્ટ પોઝિટિવ આવતા મહિલા સરકારી તબીબ કોરોનામાં સપડાયા હોવાનું ખુલ્યું હતું પોલીસ તથા મ્યુનિ. તંત્ર દ્વારા મહિલા તબીબ જે સોસાયટીમાં રહે છે ત્યાં તથા બાજુમાં આવેલા ફ્લેટને ક્લોરેન્ટાઈન કરી દીધો છે અને દવા છંટકાવની કામગીરી શરૂ કરી દીધી છે.

સમગ્ર રાજ્યમાં અમદાવાદ કોરોનાના કેસ માટે મુખ્ય હબ બની જતાં સરકારી તંત્ર દ્વારા કેટલાક મહત્વપૂર્ણ એક્શન પ્લાન અમલમાં મૂક્યા છે. અમદાવાદ શહેરના કોટ વિસ્તારને બફર ઝોન જાહેર કરી દેવાયો છે. આ ઉપરાત દાણીલીમડા વિસ્તારમાથી વધુ કેસો નોંધાતા આ વિસ્તારમાં પણ સધન કાર્યવાહી કરવામા આવી રહી છે. રાજ્યના સરકારી તંત્ર દ્વારા અમદાવાદ શહેરમાં પ્રવેશતા તમામ માર્ગોને સીલ કરી દેવાયા છે અને આવશ્યક ચીજવસ્તુઓ ભરેલા વાહનો સિવાય એક પણ વાહનને શહેરમાં પ્રવેશવા દેવામાં આવતું નથી અને તેનો કડકાઈથી અમલ કરવામાં આવી રહ્યો છે.

અમદાવાદ શહેરમાંથી ગઈકાલે પ૯ કેસો નોંધાતા સમગ્ર શહેરમાં ભારે ફફડાટ ફેલાયેલો છ. આટલી મોટી સંખ્યામાં કેસો નોધાતા સરકારી તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે. અમદાવાદમાં ડોર ટુ ડોરની કામગીરી વ્યાપક પ્રમાણમાં ચાલી રહી છે. આ પરિસ્થિતિમાં  લોકલ ટ્રાન્સમિશનની દહેશત ખૂબ જ વધી ગઈ છે જેના પરિણામે આ રોગચાળો વધુ ન ફેલાય તે માટે અમદાવાદ શહેરમાં પ્રવેશતા તમામ માર્ગોને સીલ કરી દેવામાં આવ્યા છે અને તમામ નાકાઓ ઉપર આડાશો મૂકી દઈ પોલીસ ટીમોને તહેનાત કરી દેવામાં આવી છે. અમદાવાદ શહેરમાં કોઈપણ વ્યક્તિને પ્રવેશવા દેવામાં આવતી નથી. જા કે દૂધ, શાકભાજી, અનાજ, જેવી જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ ભરેલા વાહનોને પ્રવેશવા દેવામાં આવે છે. અમદાવાદ શહેરમાં કોરોનાનો વ્યાપ દિવસે ને દિવસે વધી રહ્યો છે જેના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જા કે અમદાવાદ શહેરના દાણીલીમડા સહિતના વિસ્તારો હોટ સ્પોટ બનવા લાગ્યા છે જેના પગલે આ વિસ્તારોને પણ કોરોન્ટાઈન કરી દેવામાં આવ્યા છે. બીજી બાજુ અમદાવાદ શહેરના કોટ વિસ્તારને બફર ઝોન જાહેર કરી ડોર ટુ ડોર સરવેની કામગરી આજે સતત બીજા દિવસે ઝડપી બનાવવામા આવી છે. પોલીસ તંત્ર દ્વારા શહેરભરમાં લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરવામાં આવી રહ્યો છે.

લોકડાઉનનો ભંગ કરનાર નાગરિકો સામે કડક કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે અને વાહનો પણ જપ્ત કરી દેવામાં આવ્યા છે. આ પરિસ્થિિતમાં અમદાવાદ શહેરના તમામ વિસ્તારોમાં રસ્તાઓ સૂમસામ બની ગયા છે. ખાસ કરીને શહેરના હાર્દ સમાન નહેરૂબ્રિજને બંધ કરી દેવામાં આવતા લોકડાઉનની અસર જાવા મળી રહી છે. છેલ્લા બે દિવસથી નહેરૂબ્રીજ સંપૂર્ણપણે બંધ કરાતા આસપાસના વિસ્તારો પણ સૂમસામ બની ગયા છે. શહેરનાછેવાડાના વિસ્તારોમાં પણ લોકડાઉેનનો ચુસ્તપણે અમલ કરવામાં આવી રહ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.