Western Times News

Gujarati News

શ્રી સ્વામિનારાયણ કુમકુમ મંદિર દ્રારા ગુજરાતના ૬૦ સ્થાપના દિને કોરાના મુકિત માટે ઓનલાઈન પ્રાર્થના કરવામાં આવી.

ગુજરાતના વોરિયર્સ માટે અને પ્રજાના સ્વાસ્થ્યના સુખાકારી માટે પ્રેઝન્ટેશનના માધ્યમથી પ્રાર્થના કરવામાં આવી…

શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર ખાતે મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી ગુજરાતના ૬૦ સ્થાપના દિને કોરાના વાયરસથી સૌની મુકિત થાય એ માટે ઓનલાઈન પ્રાર્થના કરવામાં આવી. સારાય વિશ્વના સત્સંગીઓ જોડાય તે માટે પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવ્યું હતું.

કુમકુમ મંદિર ના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ ભગવાને ગુજરાતની પોતાની કર્મભૂમિ બનાવી હતી અને ૩૦ વર્ષ વિચરણ કરી જનસમાજના અનેક કાર્યો કર્યા છે. તે ગુજરાતના સ્થાપનાનો આજે ૬૦ વર્ષ થયા હોવાથી કોરોના વાયરસરુપી મહામારી થકી ડોકટરો, પ્રેસ–મીડીયાના કર્મચારીઓ, સરકારી કર્મચારીઓ, સામાજીક પ્રવૃત્તિઓ કરનાર અને સમગ્ર ગુજરાતની પ્રજાનું સ્વાસ્થય સારું રહે અને આગામી દિવસોમાં પણ સારું રાખે તે માટે દેશ અને વિદેશના સત્સંગીઓ ઓનલાઈન શ્રી સ્વામિનારાયણ ભગવાનને પ્રાર્થના કરી શકે અને ભગવાનની માનસીપૂજા કરે તે માટેનું પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવ્યું.

જેનું વિમોચન કુમકુમ મંદિરના મહંત સદ્‌ગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીના શુભ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રેઝન્ટેશનનો લાભ સૌ કોઈ શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ યુટયુબ ચેનલના માધ્યમથી લઈ શકશે.

ભગવાનને પ્રાર્થના અને માનસીપૂજાના ના માધ્યમથી પ્રસન્ન કરી શકાય તે માટે પણ પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવ્યું હતું. શ્રી સ્વામિનારાયણ ભગવાને સ્વંય છેલ્લા પ્રકરણના ર૩ મા વચનામૃતમાં દરેક સત્સંગીઓને દિવસમાં પાંચ વખત માનસીપૂજા કરવાની આજ્ઞા કરેલી છે. હાલ, લોકડાઉનના સમયમાં આ માનસીપૂજા સૌ ઘર બેઠા સારી રીતે કરી શકે તે માટે આ પ્રેઝન્ટેશન તૈયાર કરવામાં આવ્યું હતું. આ માનસીપૂજા ના કીર્તનની રચના શ્રી મુકતાનંદસ્વામીએ આજથી ર૦૦ વર્ષ પૂર્વે કરેલી છે. અને સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયમાં આ કીર્તન ગવાય છે અને તે પ્રમાણે સૌ કોઈ માનસીપૂજા કરે છે.

સાધુ પ્રેમવત્સલદાસજી – કુમકુમ
મોં. 9898765648
[14:29, 5/1/2020] Kumkum 5: ???? JAY SWAMINARAYAN


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.