Western Times News

Gujarati News

કુમકુમ મંદિર ના શ્રી પ્રેમવત્સલદાસજી દ્રારા દ્રારા આત્મનિર્ભર – સ્વાવલંબી બનવા ઓનલાઈન અપીલ કરવામાં આવશે.

તા.૧૬ મે શનિવાર ના રોજ અપીલ કરવામાં આવશે.
ગાંધીજીની જેમ આત્મનિર્ભર -સ્વાવલંબી બનવું જોઈએ.
ર૧ સદી ભારતની બનાવવી હોય તો આપણે અવશ્ય યોગદાન આપવું જ જોઈએ.

શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર ના મહંત મહંત શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી નિત્ય ઓનલાઈન શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ યુ-ટુયુબ ચેનલ ઉપર સંતો દ્રારા નિત્ય રાત્રે ૮-૧પ કલાકે દ્રારા સત્સંગ કરાવવામાં આવે છે. જેમાં તા. ૧૬ મે શનિવાર ના રોજ શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી જીવનમાં પોતાના સર્વાગી વિકાસ માટે આત્મનિર્ભર અને સ્વાવલંબી બનવું જોઈએ તેવો સંદેશ દેશ વિદેશના અનેક ભકતોને આપશે.


શ્રી પ્રેમવત્સલદાસજી સ્વામી એ જણાવ્યું હતું કે, હાલ લોકડાઉન ના સમયમાં પરિવારના સભ્યો વચ્ચે તથા તણાવ વધી રહયો છે. ઘરનું કામ કાજ કરનાર માણસો મળતા નથી. ત્યારે મહિલાઓ ઉપર કામનો બોજ વધી રહયો છે તેના કારણે કંકાશ વધી રહયો છે ત્યારે તેના નિરાકરણ માટે આપણે સૌ કોઈ આત્મનિર્ભર બનવું જોઈએ એટલે કે સ્વાવંલબી બનવું જોઈએ. ઘરની દરેક વ્યકિત પોતાના ભોજનની થાળી પોતે ઉટકી નાંખે, જાતે પીવા માટે પાણી ભરીને બેસે, પોતાના આસનની સફાઈ કરે એવા કાર્યો તો દરેક પરિવારના સભ્યોએ કરવા જ જોઈએ. જેથી મહિલાઓ ઉપર કામનું વધુ ભારણ ના પડે અને કંકાસ પણ ઓછો થાય.

ગાંધીજી સ્વંય પોતે જ દેશની આઝાદીની અહિંસક ચળવળ ચલાવવાની વિવિધ પ્રવૃત્તિઓમાં રોકાયેલા હોવા છંતા પણ પોતાના માટેનું પાણી સ્વંય ભરી લેતા હતા અને પોતાના વસ્ત્રો ધોતા હતાં. અરે – આશ્રમનું આગણું પણ પોતે વાળતાં હતા.આમ જે સ્વાવલંબી બને છે તે જ વ્યકિત મહાન બને છે અને સમાજને પ્રેરણારુપ બની શકે છે.સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રી ગુણાતીતાનંદસ્વામી મંદિરના મહંત હતા છંતા પણ મંદિરનું આગણું પોતે જ વાળતા હતા તેથી આપણે સૌ કોઈએ હવે આત્મનિર્ભર કહેતાં સ્વાવલંબી બનવાની જરુર છે. આપણે સ્વાવંલંબી બનીશું તો એ સંસ્કારો બાળકોમાં આવશે અને ઘરમાં સુધારો થાય તો, સમાજમાં સુધારો થાય,સમાજમાં સુધારો થાય તો જ દેશમાં સુધારો થવો શકય બને છે. તો આપણે આવા લોકડાઉનના સમયમાં સવિશેષ આત્મનિર્ભર બનાવનો પ્રયત્ન કરવો જોઈએ, એ કરીશું તો આપણે ભારત દેશના ઉત્થાનના કાર્યો મદદ રુપ થઈ શકીશું.ગાંધીજી જેમ દેશની જ વસ્તુઓ વાપરવાના હિમાયતી હતા તેમ આપણે પણ આપણા દેશની જ વસ્તુઓ વાપરવી જોઈએ. જેથી આપણા દેશની પ્રજાનું ઉત્થાન થાય અને દરેકને રોજીરોટી પણ સ્હેલાઈથી પ્રાપ્ત થાય. આપણે કહીએ છીએ કે, ર૧ સદી ભારતની છે, તો આપણે તેના માટે યોગદાન પણ આપવું જ રહયું. તો ટૂંકમાં આપણે સહુ કોઈ આત્મનિર્ભર અને સ્વાવંલંબી બનવાનો શુભારંભ આજથી કરી જ દઈએ. શુભસ્ય શીઘ્રમ્‌…….

સાધુ પ્રેમવત્સલદાસજી – કુમકુમ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.