Western Times News

Gujarati News

મ્યુનિ.કોર્પોરેશન ૧લી જૂનથી નિયમિત ચાલુ કરવા પ્રયાસ

લોકડાઉન અને કોરોના વચ્ચે બ્રિજ, મલ્ટીલેવલ પાર્કિગ, સહિત રૂ.૧ર૩૩ કરોડના કામો ચાલુ રહ્યા ઃ ચોમાસાને લગતા કામો ઝડપથી પૂર્ણ કરવા પ્રયાસઃઅમુલભાઈ ભટ્ટ

(દેવેન્દ્ર શાહ)(પ્રતિનીધિ દ્વારા) અમદાવાદ: અમદાવાદ શહેરમાં લોકડાઉન અને કોરોના વચ્ચે પણ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રાથમિક જરૂરીયાતા ેના કામ ચાલુ રાખવામાં આવ્યા છે. મ્યુનિસિપલ ઈજનેર વિભાગ દ્વારા પ્રિ-મોન્સુન એકશન પ્લાન અંતર્ગત ૪૬ હજાર કેચપીટોની સફાઈ કરવામાં આવી છે. તેમજ ચોમાસાની સિઝનમાં વરસાદી પાણી ભરાવાની Âસ્થતિનું નિર્માણ ન થાય એ માટે મ્યુનિસિપલ કમિશ્નર અને હોદ્દેદારો વચ્ચે ખાસ બેઠક થઈ હતી.

જેમાં માત્ર ચોમાસાલક્ષી કામગીરીની સમીક્ષા અને આયોજન બાબતે ચર્ચા થઈ હતી. લોકડાઉન દરમ્યાન પણ રોડ-પ્રોજેક્ટ વિભાગ દ્વારા મંજુર કરવામાં આવેલા રૂ.૧ર૦૦ કરોડના કામો ચાલી રહ્યા છે. લોકડાઉન સમયથી મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમિટિ સહિતની કમિટીઓની મીટીંગ બંધ રાખવામાં આવી છે. ૧ લી જૂનથી મ્યુનિસિપલ ભવનમાં પણ ફરીથી ધમધમાટ શરૂ થયા એવી શક્યતાઓ છે.

શહેરમાં કોરોનાના સંક્રમણને નિયંત્રીત કરવા માટે લોકડાઉનનો ચુસ્ત અમલ કરવામાં આવ્યો હતો. જે દરમ્યાન મ્યુનિસિપલ ઓફિસો પણ લગભગ બંધ રહી હતી. અથવા ઓછા સ્ટાફ સાથે.સ કામકાજ ચાલી રહ્યુ હતુ. તેમ છતાં આ કપરા સમય દરમ્યાન ઈજનેર વિભાગના કામો ચાલી રહ્યા હતા.

મ્યુનિસિપલ સ્ટેન્ડીંગ કમિટિ ચેરમેન અમુલભાઈ ભટ્ટના જણાવ્યા અનુસાર રૂ.૧ર૦૦ કરોડના ૪૭ કામ લોકડાઉન દરમ્યાન પણ ચાલી રહ્યા છે. જેમાં વિંઝોલ-૧૦૦ એચએસપી સુઅરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, પીરાણામાં ૧પપ એમ.એલ. ડી. પ્લાન્ટ અને વટવામાં ૪૯ એમએલડી પ્લાન્ટના કુલ રૂ.૩૮પ.૪૪ કરોડના કામ મુખ્ય છે. તદુપરાંત નરોડા રેલ્વે ઓવરબ્રિજંનું રૂ.૯૦ કરોડ, વિરાટનગર સ્પ્લીટ ઓવર બ્રિજનું રૂ.૪૪ કરોડ તથા સીમ્સ હોસ્પીટલ ઓવરબ્રિજ માટે રૂ.પ૯ કરોડના મંજુર થયેલ ટેન્ડર મુજબ કામ ચાલી રહ્યુ છે. ગુજરાત કોલેજ બ્રિજ પાસે રૂ.૧.૧૦ કરોડના ખર્ચેથી મેટલ પંચ વર્ક, રાજેન્દ્ર પાર્ક ફલાય ઓવરનું રૂ.૭૦.૬૮ કરોડ, ખોખરા ઓવરબ્રિજનું રૂ.૩પ કરોડ તથા પરિમલ અંડરપાસમાં ડ્રેઈન કેચ માટે રૂ.દસ લાખના કામ ચાલ ી રહ્યા છે. આમ, બ્રિજ પ્રોજેક્ટ વિભાગ અંતર્ગત રૂ.ર૯૯.૯૮ કરોડના કામ લોકડાઉન દરમ્યાન પણ પ્રગતિ હેઠળ રહ્યા છે. મીઠાખળી અંડરપાસમાં નવા પંમ્પ રૂમનું પણ કામ ચાલે છે.

શહેરની પા‹કગ સમસ્યા હળવી કરવા માટે મલ્ટીલેવલ પા‹કગના ટેન્ડર મંજુર કરવામાં આવ્યા છે. જેમાં પ્રહ્લાદનગર ગાર્ડન પાસે રૂ.૭ર.ર૪ કરોડના કામ લોકડાઉન દરમ્યાન પણ ચાલી રહ્યા છે. જ્યારે વાટર વર્કસ પ્રોજેક્ટ અંતર્ગત રૂ.૧ર૭.૬ર કરોડ તથા ડ્રેનેજ વર્કસ પ્રોજેક્ટના રૂ.૧૧૯.૧૬ કરોડના કામ પ્રગતિ હેઠળ છે. જ્યારે વિવિધ વિસ્તારોમાં ડ્રેનેજ ડીશિલ્ટીંગના કામ રૂ.૬.૩૮ કરોડના ખર્ચથી કરવામાં આવ્યા છે.

દેશમાં રર માર્ચે જનતા કર્ફ્યુ હતો ત્યારબાદ રપમી માર્ચથી લોકડાઉનનો અમલ શરૂ થયો હતો. જેના કારણે માર્ચ-મહિનાના અંતિમ સપ્તાહથી સ્ટેન્ડીંગ કમિટિ, વિવિધ સબ કમિટિ તેમજ મ્યુનિસિપલ બોર્ડની સામાન્ય સભા મળી નથી. દેશમાં ૩૧મી મે સુધી લોકડાઉન-૪નો અમલ ચાલી રહ્યો હતો. તેથી ૧લી જૂનથી સ્ટેન્ડીંગ કમિટિ તેમજ સબ કમિટિની મીટીંગ મળે તે માટે પ્રયાસ ચાલી રહ્યો છે. ચોમાસાની સિઝન આડે ઓછો સમય રહ્યો હોવાથી કેટલાંક જરૂરી કામો મંજુરીની અપેક્ષાએ પણ કરવામાં આવશે. નાગરીકોને ચોમાસામાં હાલાકી ન પડે એનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવશે. રોડ માટે મજુરો મળતા નથી તેમ છતાં વરસાદ પહેલાં નાના-મોટા ગાબડા પુરવા કે રીસરફેસ કરવાના કામ પુરા કરવા પ્રયત્ન કરવામાં આવશે તેમ તેમણે વધુમાં જણાવ્યુ હતુ.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.