Western Times News

Gujarati News

કુમકુમ મંદિર દ્રારા ઓનલાઈન નિર્જળા – ભીમ એકાદશીની ઉજવણી કરવામાં આવી હતી.

તા. ર જૂન ના રોજ શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગર દ્રારા નિર્જળા ભીમ એકાદશી નિમિત્તે ભગવાનને વિશિષ્ટ શણગાર ધરાવવામાં આવ્યા હતા. ઓનલાઈન એકાદશીના પદોનું પ્રેઝેન્ટેશન સૌને દેશ વિદેશના ભકતોને મોકલવામાં આવ્યું હતું. જેથી સૌ એકાદશીના પદોનું ગાન કરી શકશે.

શ્રી સ્વામિનારાયણ ભગવાનનો ૧૯૦ મો અંતર્ધાન દિન મહંત શ્રી આનંદપ્રિયદાજી સ્વામીની નિશ્રામાં રાત્રે ૮ – ૦૦ થી ૯ – ૩૦ સુધી ઓન લાઈન ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વચનામૃત ગ્રંથની પારાયણો કરવામાં આવી હતી. શ્રી સ્વામિનારાયણ ભગવાન ઉપર અભિષેક ગરમીના કારણે વરીયાણી અને શર્કરાના જળની અભિષેક કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ સૌની કોરોના વાયરસ થકી રક્ષા શ્રી સ્વામિનારાયણ ભગવાન રક્ષા કરે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.

આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે,શ્રી સ્વામિનારાયણ ભગવાને અનેક સામાજીક અને ધાર્મિક કાર્યો માત્ર ર૮ વર્ષના સમયગાળામાં કર્યા છે.

જયારે જયારે દુષ્કાળ, અતિવૃષ્ટિ, પ્લેગ, ધરતીકંપ આદિ ઉપાધિ આવી છે ત્યારે ત્યારે હિંમત રાખીને શ્રી સ્વામિનારાયણ ભગવાને આપણને તેની સામે લડતા રાખવાનું શીખવ્યું છે, તો આપણે હિંમત રાખીને કોરોના વાયરસ સામે પણ લડતા શીખવું જોઈએ.

શ્રી સ્વામિનારાયણ ભગવાન ૧૯૦ વર્ષ પૂર્વ ગઢપુરમાં જેઠ સુદ દશમના રોજ અંતર્ધયાન
થયા હતા.

– આ નિર્જળા – ભીમ એકાદશી અંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે,

પદ્મ પુરાણમાં ભીમ એકાદશી એટલે કે, નિર્જળા એકાદશી કરવાનો મહિમા વર્ણવતા કહેવામાં આવ્યું છે કે, આ એકાદશી કરવાથી બ્રહ્મહત્યા કરનાર, મદ્યપાન કરનાર, ચોરી કરનાર,ગુરુનો દ્રોહ કરનાર, સદા અસત્ય બોલનાર આદિ અનેક મહાપાપોથી મુકિત મળે છે.

– આ એકાદશી કરવાથી મેરુ અને મંદરાચળ પર્વત જેવા મોટા પાપનો કોઈ માણસ પર્વત હોય, તો પણ તેના પાપ નાશ પામી જાય છે.

– આ એકાદશી કરવાથી ભગવાનના અક્ષરધામની પ્રાપ્તિ થાય છે.

સાધુ પ્રેમવત્સલદાસજી – કુમકુમ


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.