Western Times News

Gujarati News

સુરેન્દ્રનગર ધોળીધજા ડેમ ઓવરફ્‌લોની તૈયારીમાં, નર્મદા કેનાલનું પાણી તાત્કાલિક બંધ કરાયું

સુરેન્દ્રનગર, અરબી સમુદ્રમાં ઉદ્ભવેલા નિસર્ગ વાવાઝોડાના પગલે ગુજરાતભરમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યના વિવિધ ભાગોમાં હળવાથી ભારે વરસાદ પડી રહ્યો છે. હવે બંગાળની ખાડીમાં લો પ્રેશર ઊભું થવાથી સપ્તાહના અંત સુધી રાજ્યમાં થંડરસ્ટોર્મની એક્ટિવિટી જોવા મળશે. ત્યારે સૌરાષ્ટ્રના પણ અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સમાચાર મળી રહ્યાં છે કે, સુરેન્દ્રનગરનો ધોળીધજા ડેમ ઓવરફ્‌લોની તૈયારીમાં છે. ઉપરવાસનાં વિસ્તારમાં મોડીરાતે વરસાદ ખાબકતા ડેમની સપાટી વધી છે.

ગઇકાલે મોડી રાતે ચોટીલા, સાયલા, લીંબડી, વઢવાણ, સુરેન્દ્ર નગર સહિત સમગ્ર વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. સૂસવાટાભેર પવન સાથે વીજળીનાં કડાકા ભડકા સાથે અનરાધાર વરસાદ વરસ્યો હતો. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને અનેક ઝાડ જમીન દોસ્ત બન્યા હતાં. પવન સાથે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ત્યારે બીજી બાજુ ખેડૂતો માટે વરસાદ ખુશીનો ખજાના જેવો બન્યો હતો. વરસાદ પડતાં જળાશયો છલકાયાં હતા તો કેટલાક વિસ્તારોમા વીજળી પુરવઠો ખોરવાયો હતો. તંત્રએ નદીના પટમાં નહિ જવા ચેતવણી આપી છે. ધોળીધજા ડેમમાં છોડાતું નર્મદા કેનાલનું પાણી તાત્કાલિક બંધ કરવામાં આવ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.