Western Times News

Gujarati News

બાલાસિનોર મામલતદાર દ્વારા ૧૪૦ જેટલી ગંગાસ્વરૂપ બહેનોને મંજૂરી પત્રો અપાયા

કોરોના સંકટ કાળમાં પણ ગંગાસ્વરૂપ બહેનોને મંજૂરી પત્રો આપી માનવીય અભિગમ અપનાવાયો

લુણાવાડા: કોરોનાવાયરસની વૈશ્વિક મહામારીની વચ્ચે પણ વહીવટીતંત્ર દ્વારા સરકારશ્રીની વિવિધ લોક કલ્યાણકારી યોજનાઓનો લાભ લાભાર્થીઓ સુધી પહોંચાડવા માટે તંત્ર સતત સંવેદનાસભર કાર્યવાહી કરી રહ્યું છે. જેના કારણે લાભ મેળવનાર લાભાર્થીઓને કોરોના સંકટના કપરા સમયમાં પણ કોઈ મુશ્કેલી પડી રહી નથી તેનું ઉત્તમ ઉદાહરણ મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકામાં જોવા મળ્યું. બાલાસિનોર તાલુકાના મામલતદાર શ્રી વી. વી. વાળા દ્વારા મામલતદાર કચેરીમાં ગંગાસ્વરૂપ બહેનોની સહાય માટે મળેલ અરજીઓને કોરોના સંકટના સમયમાં પણ ધ્યાને લઇ અગ્રીમતાના ધોરણે તાત્કાલિક કાર્યવાહી કરી મુશ્કેલીના સમયમાં આવેલ ગંગાસ્વરૂપ બહેનોની ૧૪૦ જેટલી અરજીઓની ચકાસણી કરી ૧૨૪ જેટલી ગંગાસ્વરૂપ બહેનોને મામલતદાર કચેરી બાલાસિનોર ખાતેથી જ મંજૂરી પત્રો આપવામાં આવ્યા છે. જેનાથી અકાળે આવેલી મુશ્કેલીમાં ગંગાસ્વરૂપ બહેનોને સહાય મળતાં કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

જે બહેનો કોરોના સંકટને લીધે આવી શકી ન હતી. તેમને સ્થળ પર જઇને આ મંજૂરી પત્રો આપવાનો માનવીય અભિગમ અપનાવવામાં આવ્યો છે તે અનુસંધાને તાલુકાના પાંડવા ગ્રામ પંચાયત ખાતે કોરોના સંદર્ભની પુરતી તકેદારી રાખી મામલતદાર શ્રી રૂબરૂ જઇને પાંડવા ગામની ૧૬ જેટલી ગંગાસ્વરૂપ બહેનોને સ્થળ પર મંજૂરી પત્રો આપવામાં આવ્યા છે તે વખતે ગામના સરપંચ શ્રી વખતસિંહ ચૌહાણ તેમજ રેવન્યુ અને પંચાયત તલાટી કમ મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.  આમ બાલાસિનોર તાલુકાના ૧૪૦ જેટલી ગંગાસ્વરૂપ બહેનો ને કોરોનાના કપરા સમયમાં પણ તંત્ર દ્વારા થયેલ સંવેદનશીલ કામગીરીને કારણે સરકાર પ્રત્યે આભારની લાગણી પ્રગટ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.