Western Times News

Gujarati News

૨૦૩૦ સુધીમાં ૧૦૦ મિલિયન ટન કોલસાને ગેસમાં રૂપાંતરિત કરવાનું લક્ષ્ય: મોદી

નવીદિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વીડિયો કોન્ફરન્સ દ્વારા કોમર્શિયલ માઇનિંગ માટે કોલસાની ૪૧ ખાણોની હરાજીની પ્રક્રિયા શરૂ કરી હતી. તેમણે કહ્યું કે ૨૦૩૦ સુધીમાં અમારું લક્ષ્ય આશરે ૧૦૦ મિલિયન ટન કોલસાને ગેસમાં રૂપાંતરિત કરવાનું છે. આ માટે આશરે રૂ. ૨૦ હજાર કરોડનું રોકાણ કરવામાં આવશે. આ દરમિયાન વડા પ્રધાને કહ્યું કે, ભારત કોરોના સામે લડશે અને આગળ પણ વધશે. ભારત આ મોટી આફતને એક અવસરમાં ફેરવશે. કોરોનાની આ કટોકટીએ ભારતને આત્મનિર્ભર ભારત બનવાની સીખ આપી છે.

તેમણે કહ્યું કે આત્મનિર્ભર ભારત એટલે કે ભારત આયાત પરની તેની નિર્ભરતા ઘટાડશે. આત્મનિર્ભર ભારત એટલે ભારત કરોડો રૂપિયાનું વિદેશી વિનિમયની બચત કરશે. આત્મનિર્ભર ભારતનો અર્થ એ છે કે ભારતે આયાત ન કરાવી પડે અને તેના માટે તે તેના પોતાના દેશમાં સાધનો અને સંસાધનોનો વિકાસ કરશે. મોદીએ કહ્યું- એક મહિનાની અંદર, દરેક જાહેરાતો, દરેક સુધારા, તે કૃષિ ક્ષેત્રમાં હોય કે પછી ભલે સ્જીસ્ઈ ક્ષેત્રમાં હોય કે હવે કોલસા અને ખાણકામ ક્ષેત્રમાં, આપણે ઝડપથી તેનો અમલ કરી રહ્યા છીએ. તે બતાવે છે કે ભારત આ સંકટને તકમાં ફેરવવા માટે કેટલું ગંભીર છે.

આજે, અમે ફક્ત કોમર્શિયલ કોલના ખાણકામ માટે જ હરાજી શરૂ કરી રહ્યા છીએ, પરંતુ કોલ સેકટરને દાયકાના લોકડાઉનમાંથી પણ બહાર કાઢી રહ્યા છીએ. પ્રધાનમંત્રીએ કહ્યું- ૨૦૧૪ પછી, અમે કોલસા ક્ષેત્રે ઘણા સુધારા કર્યા છે. અમે ફક્ત એવા સુધારા કર્યા છે, જેની ચર્ચા દાયકાઓથી થઈ રહી હતી. હવે ભારતે કોલ એન્ડ માઈનિંગ ક્ષેત્રને કોમ્પિટિશન માટે અને પાર્ટીસીપેશન માટે ખોલવાનો નિર્ણય કર્યો છે.

નવા ખેલાડીઓએ કોઈપણ પ્રકારની મુશ્કેલીનો સામનો કરવો ન કરવો પડે તેનું પણ ધ્યાન રાખ્યું છે. મિનરલ્સ અને માઈનિંગ એ આપણા અર્થતંત્રના મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. આ નિર્ણય પછી, સમગ્ર કોલ સેક્ટર આત્મનિર્ભર બનશે. હવે આ સેક્ટર માટે બજાર ખુલ્યું છે. જેને જેટલી જરૂર હશે તે મુજબ ખરીદશે. મોદીએ કહ્યું- અમે કરેલા સુધારાની અસર અન્ય ક્ષેત્રમાં પણ થશે. જ્યારે કોલસાના ઉત્પાદનમાં વધારો થાય છે, ખાતર, સિમેન્ટ અને તમામ ક્ષેત્રો પર હકારાત્મક અસર પડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.