Western Times News

Gujarati News

ભારતીય રેલવેએ ચીનની કંપની સાથેના કરાર રદ કર્યા

નવી દિલ્હી: ગલવાન ઘાટીની ઘટનાઓ પછી ઈં બોયકોટચીન અભિયાન તેજ બન્યું છે. ભારતીય રેલવેએ ચીનની કંપની બેઈજિંગ નેશનલ રેલવે રિસર્ચ એન્ડ ડિઝાઇન ઓફ સિગ્નલ એંડ કમ્યુનિકેશન લિમિટેડને અપાયેલો કરાર રદ કરી દીધો છે. આ કંપનીના કાનપુર-દિન દયાળુ સેક્શન બનાવવાનો કોન્ટ્રેક્ટ મળ્યો હતો. આ આશરે ૪૧૭ કિલોમીટર લાંબો કોરિડોર છે. ચીનની કંપનીને રેલવેએ નવેમ્બર જૂન ૨૦૧૬માં આ કોન્ટ્રાક્ટ ૪૭૧ કરોડમાં આપ્યો હતો. છેલ્લા ચાર વર્ષોમાં ફક્ત ૨૦ ટકા જ કામ થયું છે. કોન્ટ્રાક્ટ કેન્સલ કરવા અંગે જણાવાયું છે

કે કંપની કરાર મુજબ આ પ્રોજેક્ટને લઈને ટેક્નિકલ ડોક્યુમેન્ટ જેવા કે લોજિક ડિઝાઇન, ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગ જમા કરાવ્યા નથી. આ ઉપરાંત સાઇટ પર કોઈ કંપનીનો કોઈ એન્જિનિયર અથવા અધિકારીઓ પણ ઉપલબ્ધ હોતો નથી. રેલવે તરફથી જણાવ્યું હતું કે આ કામ મોડું પૂરું થવાની સંભાવના છે, કેમકે કંપની કંપની હજી સુધી કોઈ પણ સ્થાનિક એજન્સી સાથે કોઈ કરાર નથી કર્યા. એવામાં કામમાં ઝડપ કઈ રીતે આવી શકે.

રેલવેએ તે પણ જણાવ્યું હતું કે આ બાબતોની અનેક વખત કંપનીના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી, તે સમયે તેમની સમસ્યાઓ અંગે વારંવારજાણ કરવા છતાં તેઓએ આ બાબતે ધ્યાન આપ્યું નથી. દરમિયાનમાં વિદેશી મંત્રી જયશંકર પ્રસાદે જણાવ્યું હતું કે બોર્ડર પર ડ્‌યુટી પર તહેનાત બધા સૈનિકોના પાસે હથિયાર હોય છે, ખાસ કરીને તેઓ તેમની પોસ્ટથી દૂર જાય ત્યારે. ગલવાનમાં ૧૫ જૂને પણ આવું બન્યું હતું.

લાંબા સમયથી ચાલી રહેલી પ્રક્રિયાઓનો અંતર્ગત (૧૯૯૬ અને ૨૦૦૫ ની સમજૂતીના અંતર્ગત) અથડામણ દરમિયાન હથિયારનો ઉપયોગ થતો નથી. આ દરમિયાન ઉત્તર પ્રદેશના કાનપુરના રહેવાસીઓએ પ્રતિકાત્મક રૂપે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની અંતિમ યાત્રા કાઢી હતી. ગલવાન ઘાટીમાં ભારત-ચીન વચ્ચેની અથડામણમાં ૨૦ ભારતીય સૈનિકો શહીદ થયા હતા જેના વિરોધમાં અહીંના લોકોએ અંતિમ યાત્રા કાઢી હતી. આ ઉપરાંત બિહારમાં પપ્પુ યાદવે અનોખો વિરોધ કરતા જેસીબી મશીન પર ચઢીને ચીનના મોબાઈલ ફોનનું બેનર કાળું કરી નાખ્યું હતું.

બિહારના ચિત્તમાં લોકોએ ગધેડા પર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રક્ષા મંત્રીનો ફોટો પહેરેલો ફોટો દર્શાવ્યો. ૧૫-૧૬ જૂન ગલવાન ખીણમાં ભારત-ચીન વચ્ચે થયેલી અથડામણમાં ભારતના ૨૦ જવાનો શહીદ થયા હતા. બિહારના પટનામાં લોકોએ ગધેડા પર ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને રક્ષા મંત્રીનો ફોટો પહેરાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. ચીનના વિદેશી મંત્રાલયના પ્રવક્તાએ ભારત પર આરોપ મૂક્યો હતો કે ભારત એલએસી ક્રોસ કર્યું હતું જેના લીધે હિંસક અથડામણ થઈ હતી. તેણે ધમકી આપી હતી કે ભારત ચીનને જરાયે નબળું ન આંકે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.