Western Times News

Gujarati News

ભરૂચ સાયબર સેલે ઝડપેલા છેતરપિંડીના આરોપીનો કોરોના આવતા સાયબર સેલની ઓફીસને સેનીટાઈઝ કરવામાં આવી

કોસંબા થી ઝડપાયેલ આરોપીની અટકાયત અને પૂછપરછ કરનાર કર્મીઓમાં ફફડાટ.

(વિરલ રાણા દ્વારા) ભરૂચ: પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જીલ્લા ના વાલિયાના રામેશ્વર પાર્ક ના રહીશ જયરાજ આડમારે છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવી હતી.જેની વધુ તપાસ ભરૂચ સાયબર સેલને સોંપવામાં આવી હતી.જેમાં છેતરપિંડી કરનાર કોસંબાનો સૂર્યવંશી એપાર્ટમેન્ટ નો રહીશ કલ્પેશભાઈ ઈશ્વરભાઈ સુરતી હોવાનું સામે આવતા સાયબર સેલ ના પોલીસકર્મીઓ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.જે બાદ તેનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવતા કોરોના પોઝિટિવ આવતા આરોપીની ધરપકડ કરનારા પોલીસકર્મીઓ ફફડાટ મચી જવા પામ્યો છે.

જો કે છેતરપિંડી કરનાર આરોપી કલ્પેશ સુરતી કોરોના પોઝિટિવ આવતા તેની ધરપકડ કરનારા પોલીસકર્મીઓ મૂંઝવણ અનુભવી રહ્યા છે.હાલ તો સાયબર સેલ ઓફિસને સેનેટાઈઝર કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.પરંતુ આરોપીની ધરપકડ કરનાર અને તેની પૂછપરછ કરનાર પોલીસકર્મીઓને કોરોનાનો ચેપ લાગ્યો છે કે નહીં તે તપાસ થાય તે પણ જરૂરી છે.

અત્યાર સુધીમાં પોલીસે પકડેલા મારામારી,પ્રોહીબીશન અને છેતરપિંડીના ગુનાના મળી ત્રણ આરોપીઓ કોરોના પોઝિટિવ આવતા પોલીસકર્મીઓ પણ હવે ચિંતાતુર બન્યા છે.ત્યારે આરોપીઓમાં કોરોના પોઝિટિવ આવતા પોલીસ પરિવારોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.