Western Times News

Gujarati News

ચીન સામે લડવા ભારત સજ્જ

Files Photo

નવી દિલ્હી: લદ્દાખમાં ભારતીય સેના ચીનની દરેક ચાલનો જવાબ આપવા માટે તૈયાર છે. જેથી જો ચીન કોઈપણ પ્રકારની હરકત કરવાનો પ્રયાસ કરશે તો તેને પાઠ ભણાવી શકાય. ભારતની તૈયારીઓ માત્ર ગોલાબારૂદ અને હથિયારોની તૈનાતીથી જ નથી થઈ રહી.
ભારત હવે લદ્દાખમાં સરહદનાં તમામ વિસ્તારોને કનેક્ટ કરવા, ત્યાં સંચારનાં માધ્યમોને ચુસ્ત-દુરસ્ત કરવામાં જાડાયેલ છે. ભારતની આ મુહિમ પણ સૈન્ય તૈયારી જેવી જ છે. લદ્દાખનાં સીમાવર્તી ગામડાંઓમાં સંચાર સુવિધાને વધારે મજબૂત કરવામાં કેન્દ્ર સરકારે નવો પ્લાન તૈયાર કર્યો છે. સરકારે લદ્દાખમાં ૧૩૪ ડિજિટલ સેટેલાઇટ ફોન ટર્મિનલ સ્થાપિત કરવાની યોજના બનાવવામાં આવી છે.

લદ્દાખનાં એગ્જિક્યુટિવ કાઉન્સીલર કુનચોર સ્ટાંજીએ જણાવ્યું કે, “લદ્દાખનાં ૫૭ ગામડાંઓ તેજીથી સંચાર તંત્રને મજબૂત કરવામાં આવશે. એ માટે આઠ વર્ષથી કોશિશ કરવામાં આવી રહી હતી. કુનચોક સ્ટાંજી અનુસાર લેહ માટે ૨૪ મોબાઇલ ટાવરની પરવાનગી મળી ગઇ છે પરંતુ હજી ૨૫ વધુ મોબાઇલ ટાવરની જરૂરિયાત છે.

પૂરા જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં કનેક્ટિવિટી પર ૩૩૬.૮૯ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. જા માત્ર લદ્દાખની વાત કરીએ તો તેની પર ૫૭.૪ કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. જેનાંથી જમ્મુ-કાશ્મીરનાં પણ અનેક ગામડાંઓમાં લોકો ફોનની સુવિધાનો ફાયદો ઉઠાવી શકશે.
લદ્દાખમાં જે મહત્વપૂર્ણ વિસ્તારોને સેટેલાઇટ ફોન કનેક્શન મળશે, તેમાં ગલવાન ઘાટી, દૌલત બેગ ઓલ્ડી, હાટ સ્પ્રિંગ્સ, ચુશુલ શામેલ છે. એ તમામ વિસ્તારોને વાસ્તવિક નિયંત્રણ રેખા સાથે જોડાયેલ છે. ગલવાન ઘાટીમાં જ તાજેતરમાં ચીન સાથે સંઘર્ષ થયું હતું. જ્યારે દૌલત બેગ ઓલ્ડીમાં ભારતનું સૈન્ય ઠેકાણું છે. જ્યાં સંચાર વ્યવસ્થાને દુરસ્ત કરવાની માંગ લાંબા સમયથી કરવામાં આવી રહી હતી.

લદ્દાખનાં એગ્જિક્યુટિવ કાઉન્સીલર કુનચોર સ્ટાંજીએ જણાવ્યું કે, “ચીને પોતાની સીમામાં ફોન નેટવર્કનો વિસ્તાર કર્યો છે. તેમને ત્યાં નેટવર્કની સ્થિતિ ખૂબ સારી છે. ભારતે પણ આ દિશામાં હવે કામ કરવાનું શરૂ કર્યું છે.” તેઓએ જણાવ્યું કે, “અહીંની વિષમ ભૌગોલિક પરિસ્થિતિને કારણે દરેક ગામડામાં એક મોબાઇલ ટાવરની જરૂરિયાત પડે છે. એ ઉદ્દેશ્યથી અહીં હજી વધારે ટાવરની જરૂરિયાત છે. તેઓએ જણાવ્યું કે, બોર્ડર સાથે અનેક ગામડાંઓમાં હજી પણ નેટવર્કની સમસ્યાઓ રહે છે. આશા કરવામાં આવી રહી છે કરે નવા મોબાઇલ નેટવર્કથી અહીંનાં લોકોની સમસ્યા દૂર થશે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.