Western Times News

Gujarati News

હળવદ એસ.ટી કંટ્રોલની સારી કામગીરીઃ મુસાફરોને સેનેટરાઈઝરથી હાથ ધોવડાવી, થર્મલ ગન દ્રારા શરીરનુ તાપમાન ચેક કરાયું

(જીજ્ઞેશ રાવલ દ્રારા) હળવદ, કોરોના સંક્રમણના ભયને લીધે સરકારી આદેશ મુજબ હળવદ બસ સ્ટેશનમાથી બસોમા મુસાફરી અર્થે જતા મુસાફરોને બસમા બેસતા પેહલા સેનેટરાઈઝરથી હાથ ધોવડાવી, થર્મલ ગન દ્રારા શરીરનુ તાપમાન ચેક કરતા એસ.ટીના કર્મચારી નિષ્ઠા પૂર્વક ફરજ-આદેશનુ પાલન કરતા નજરે પડયા હતા, સાથોસાથ અમદાવાદ કે અમદાવાદથી આગળ જવા ઈચ્છતા મુસાફરો માટે અમુક નિયમો તકલીફ કર્તા સામે આવ્યા હતા.

રાજયના પરિવહન વિભાગના નિર્દેશ મુજબ સરકારી બસોમા સામાજીક અંતર જાળવવા હેતુ,બે વ્યકતીની સીટમા એક તેમજ ત્રણ વ્યકતીની સીટમા બે મુસાફરોને જ બેસાડવાના નિર્દેશો હોય,મોરબી,કચ્છ કે જામનગર બાજુથી આવતી બસની સીટ આગળથી જ ભરાઈને આવતી હોય હળવદ બસ સ્ટેશનથી કોઈ મુસાફરને અમદાવાદ તરફ જવુ હોય તો બસમા લઈ જવાનો કંન્ડકટર દ્રારા ઈન્કાર કરી દેવામા આવતા,કલાકોથી ઉભેલા મુસાફરો ધોમધખતા તાપમા રઝળતા દ્રશ્યમાન થતા હતા.જયારે,એસ.ટી તંત્ર દ્રારા બધા જ રૂટની બસો શરૂ કરવાને બદલે અમુક રૂટની બસો જ શરૂ કરાઈ હોવાથી મર્યાદીત બસમા મર્યાદીત મુસાફરો બેસાડાતા હોય મુસાફરોમા હાલાકી વધારો થતો જોવા મળ્યો છે.

લગભગ પોણા કલાકમા આવેલ અમદાવાદ તરફની ત્રણ બસમા બસસ્ટેશનમા હાજર અમદાવાદના માત્ર બે જ મુસાફરોને એક-એક બસમા પ્રવેશ મળતા અન્ય દશ મુસાફરોને નિરાશ થવુ પડયુ હતુ.ત્યારે,હળવદથી અમદાવાદ તરફ કે તેથી આગળ જવા માંગતા મુસાફરોની સુવિધા અર્થે હળવદ-અમદાવાદ રૂટ શરૂ કરવા માંગ ઉઠવા પામી છે


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.